________________
૨૮૦ પરમાત્માની દેશનાજંબુદ્વીપની રચના
સર્ગ ૩ જે. સે સુવર્ણના પર્વતે આવેલા છે, તેથી ઉત્તરકુરુક્ષેત્ર ઘણું રમણિક લાગે છે. તે સીતા નદીના બને તટ ઉપર યમક નામના સુવર્ણના બે પર્વતે રહેલા છે, તે વિચિત્રકૂટ અને ચિત્રકૂટની જેટલા જ પ્રમાણુવાળા છે. દેવકુરુ ને ઉત્તરકુરુની પૂર્વમાં પૂર્વ વિદેહ આવેલ છે અને પશ્ચિમમાં અપરવિદેહ આવેલ છે. તે પરસ્પર ક્ષેત્રાતરની જેમ રહેલા છે. તે બન્ને વિભાગમાં પરસ્પર સંચાર રહિત અને નદીઓ તથા પર્વતથી વિભાગ પામેલા, ચક્રવત્તીને વિજય કરવા ગ્ય સેળ સોળ વિ છે, તેમાં કચ્છ, મહાકચ્છ, સુકચ્છ, કચ્છવાન, આવર્ત, મંગળાવત્ત, પુષ્કલ અને પુષ્કલાવતી એ આઠ વિજય પૂર્વ મહાવિદેહમાં ઉત્તર તરફ છે, વત્સ, સુવત્સ, મહાવત્સ, રમ્યવાન, રમ્ય, રમ્યક, રમણીય અને મંગળકારી એ આઠ વિજય દક્ષિણ તરફ છે. પદ્મ, સુપ, મહાપ, પદ્માવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી એ આઠ વિજય પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ તરફ છે; અને વક, સુવપ્ર, મહાવપ્ર, પ્રાવતી, ફશુ, સુફશુ, ગંધિલા અને ગંધિલાવતી એ આઠ વિજયે ઉત્તર તરફ છે.”
“ભરતખંડની મધ્યમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધને જુદા પાડનાર વૈતાઢ્ય પર્વત આવેલ છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમે સમુદ્ર પર્યત વિસ્તારમાં છે, છ જન અને એક કેશ પૃથ્વીમાં ઊંડે છે, પચાસ જન વિસ્તારમાં છે અને પચીશ પેજન ઊંચે છે. પૃથ્વીથી દશ એજન ઉપર જઈએ ત્યારે તેની ઉપર દક્ષિણ અને ઉત્તરમાં દશ-દશ જન વિસ્તારવાળી વિદ્યાધરોની બે શ્રેણિઓ છે, તેમાં દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરનાં રાષ્ટ્ર સહિત પચાસ નગર છે અને ઉત્તર શ્રેણીમાં સાઠ નગરે છે. તે વિદ્યાધરની શ્રેણી ઉપર દશ યોજન જઈએ ત્યારે તેટલા જ વિસ્તારવાળી વ્યંતરના નિવાસથી શોભિત એવી બંને બાજુ મળીને બે શ્રેણીઓ છે. તે વ્યંતરે(તિર્થંકજભક દેવે)ની શ્રેણીઓની ઉપર પાંચ જન જઈએ ત્યારે તેની ઉપરના નવ ફટ આવેલ છે, એવી જ રીતે એરવત ક્ષેત્રમાં વત ત્યાં રહે છે.”
જબૂદ્વીપની ફરતી કિલ્લારૂપ વજીમય જગતી આઠ જન ઊંચી છે. તે જગતી મૂળમાં બાર એજન પહેળી છે, મધ્ય ભાગમાં આઠ જન છે અને ઉપર ચાર જન છે. તેની ઉપર જળકટક છે, તે બે ગાઉ ઊંચે છે. તે વિદ્યાધરનું અદ્વિતીય મનહર કીડાસ્થાન છે. તે જળકટકની ઉપર પણ દેવતાઓની ભેગભૂમિરૂપ “પદ્વવરા” નામે એક સુંદર વેદિકા છે. તે જગતીને પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે ચાર દ્વાર છે.”
ક્ષુદ્રહિમવાન અને મહાહિમવાન પર્વતના મધ્યમાં (હિમવંત ક્ષેત્રમાં) શબ્દાપાતી નામે વૃત્તવૈતાઢ્ય પર્વત છે, શિખરી અને રુકમી પર્વતની વચમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢ્ય પર્વત છે, મહાહિમવાનું અને નિષધ પર્વતની વચમાં ગંધપાતી નામે વૃત્તવૈતાલ્ય પર્વત છે અને નીલવંત તથા રુમી પર્વતની વચમાં માલ્યવાન નામે વૃત્તવૈતાઢ્ય પર્વત છે. તે સર્વ વૈતાઢ્ય પર્વતે પાલાની જેવી આકૃતિવાળા છે અને એક હજાર જન ઊંચા છે.”
“જંબુદ્વીપની ફરતે લવણસમુદ્ર છે, તે વિસ્તારમાં જંબુદ્વીપથી બમણું છે, મધ્યમાં એક હજાર વૈજન ઊંડે છે. બન્ને તરફની જગતીથી અનુક્રમે ઉતરતા ઉતરતા પંચાણું હજાર જન જઈએ ત્યારે એક હજાર જન ઊંડાઈમાં અને ઊંચાઈમાં ૭૦૦ જન તેનું જળ વધતું છે. મધ્યમાં દશ હજાર એજનમાં સોળ હજાર યોજન ઊંચી એ લવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org