Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭૮ પરમાત્માની દેશના-જંબુદ્વીપનું વર્ણન.
સગ ૩ જે લાગે તેવી રીતે રહેલા છે અને તેઓ સ્વયંભૂરમણ સમુદ્રની અવધિ કરીને લક્ષ-લક્ષ એજનવડે અંતરિત થયેલા પિતપોતાની પંક્તિઓ વડે હમેશાં સ્થિર રહેલા છે.”
મધ્યલકમાં જંબુદ્વીપ અને લવણસમુદ્ર વિગેરે સારા સારા નામવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો એક બીજાથી બમણા બમણ વિસ્તારમાં રહેલા છે. પૂર્વલા પૂર્વલા દ્વીપને સમુદ્રો વીંટીને રહેલા હોવાથી તેઓ વલયના આકારવાળા છે. તેમાં સ્વયંભૂ નામે મહોદધિ છેલ્લે છે.”
જંબુદ્વીપની મધ્યમાં સુવર્ણના થાળની જે ગોળાકારે મેરુપર્વત રહે છે. તે પૃથ્વીતળની નીચે એક હજાર જન ભૂમિમાં ઊડે રહે છે અને નવાણું હજાર યોજના ઊંચે છે. દશ હજાર યોજન પૃથ્વીની તળે વિસ્તારવાળો છે અને ઉપર એક હજાર જન વિસ્તારવાળે છે. ત્રણ લોકથી અને ત્રણ કાંડથી તે પર્વત વિભક્ત થયેલ છે. સુમેરુ પર્વતને પહેલે કાંડ શુદ્ધ પૃથ્વી, પાષાણુ, હીરા અને શકરાથી ભરપૂર છે. તેનું એક હજાર યોજન પ્રમાણ છે. તે પછી તેને બીજો કાંડ એસઠ હજાર યોજન સુધી જાતવંત રૂપું, સ્ફટિક, અંકરત્ન અને સુવર્ણ વડે ભરપૂર છે. મેરુને ત્રીજો કાંડ છત્રીસ હજાર
જનને છે તે સુવર્ણ શિલાય છે અને વૈર્ય રત્નની તેની ઉપર સુંદર ચૂલિકા ઊંચાઈમાં ચાલીશ પેજન છે. મૂળમાં તેને વિસ્તાર બાર યોજન છે, મધ્યમાં આઠ યેજન છે અને ઉપર ચાર જન છે. મેરુપર્વતના તળમાં ભદ્રશાળ નામે વન વલયાકારે રહેલું છે. ભદ્રશાળ વનથી પાંચ સે જન ઊંચા જઈએ ત્યારે મેરુપર્વતની પહેલી મેખલા ઉપર પાંચ સે જનના ફરતા વિસ્તારવાળું બીજું નંદન નામે વન છે. તે પછી સાડીબાસઠ હજાર જન જઈએ ત્યારે બીજી મેખલા ઉપર તેટલાજ પ્રમાણનું ત્રીજું સૌમનસ નામે વન રહેલું છે, એ સૌમનસ વનથી છત્રીસ હજાર યોજન જઈએ ત્યારે ત્રીજી મેખલા ઉપર મેરને માથે પાંડુક નામે ચોથું સુંદર વન આવેલું છે. તે ચૂલિકાની ફરતું ચારસો ને ચેરાણું યેજનના વિસ્તારવાળું વલયાકારે છે.”
આ જંબુદ્વીપમાં સાત ખંડો છે. તેમના ભરત, હૈમવંત, હરિવર્ષ, મહાવિદેહ, ૨મ્યક, હૈરણ્યવત અને એરવત એવાં નામ છે. દક્ષિણમાં અને ઉત્તરમાં એ ક્ષેત્રોને જુદા પાડનારા વર્ષધર પર્વત છે. તેમના હિમવાનૂ, મહાહિમવાન, નિષધ, નીલવંત. રૂકૃમી અને શિખરી એવાં નામ છે. તે પર્વતે મૂળમાં અને ટોચે તુલ્ય વિસ્તારથી શોભે છે. તેમાં પ્રથમ પૃથ્વીની અંદર પચીશ યોજન ઊંડે સુવર્ણમય હિમવંત નામે પર્વત છે. તે સો યોજન ઊંચો છે. બીજો મહા હિમાવાન પર્વત ઊંડાઈમાં અને ઊંચાઈમાં તેથી બમણો છે અને તે અજુન જાતિના સુવર્ણને છે. તેનાથી બમણું પ્રમાણુવાળા ત્રીજે નિષધ પર્વત છે, તે સુવર્ણ જેવા વર્ગને છે. એથે નીલવંત પર્વત પ્રમાણમાં નિષધ તુલ્ય છે અને તે વૈદુર્યમણિને છે. પાંચમે રૂક્મી પર્વત રૂપ્યમય છે અને પ્રમાણમાં મહાહિમવંત તુલ્ય છે. છઠ્ઠો શિખરી પર્વત સુવર્ણમય છે અને પ્રમાણમાં હિમવંત તુલ્ય છે. તે સર્વ પર્વત પાર્શ્વભાગોમાં વિચિત્ર પ્રકારના મણિઓથી શોભે છે. ક્ષુદ્રહિમવંત પર્વતની ઉપર
* ભૂમિમાં હજાર યોજન હોવાથી, નવસથી વધારાના સ યોજન અલેકમાં, બાકીના નવસે નીચેના અને નવસે ઉપરના તિર્થ"ચલોકમાં અને ૯૮૧૦૦ યોજન ઉપરના ઊMલોકમાં રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org