Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
२७६ પરમાત્માની દેશના-અધલકનું વર્ણન.
સર્ગ ૩ જે જેટલા જ છે. એવી રીતે એ સાત પૃથ્વી ઘનાબ્ધિ વિગેરેએ ધારણ કરેલી છે અને તેમાં જ પાપકર્મને ભોગવવાના સ્થાનકરૂપ નરકાવાસાઓ આવેલ છે. એ નરકભૂમિમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ યાતના, રોગ, શરીર, આયુષ્ય, વેશ્યા, દુઃખ અને ભયાદિક અનુક્રમે વધતા વધતા છે એમ નિશ્ચય સમજવું.”
રત્નપ્રભા ભૂમિ એક લાખ ને એંશી હજાર જન જાડાઈમાં રહેલી છે, તેમાંથી એક એક હજાર જન ઊંચે અને નીચે છેડી દેતાં બાકી રહેલા ભાગની અંદર ભવનપતિઓનાં ભવને રહેલાં છે. તે ભવનપતિએ દક્ષિણ અને ઉત્તર દિશામાં જેમ રાજમાર્ગમાં મકાનની પંક્તિઓ હોય તેમ પંક્તિબદ્ધ રહેલાં ભુવનમાં રહે છે. તેમાં મુગટમણિના ચિહ્નવાળા અસુરકુમાર ભવનપતિ છે; ફણના ચિહ્નવાળા નાગકુમાર છે, વજીના ચિહ્નવાળા વિદ્યુતકુમાર છે, ગરુડના ચિહ્નવાળા સુવર્ણકુમાર છે, ઘટના ચિહ્નવાળા અગ્નિકુમાર છે, અશ્વના ચિહ્નવાળા વાયુકુમાર છે, વદ્ધમાનના ચિહ્નવાળા સ્વનિતકુમાર છે, મકરના ચિહ્નવાળા ઉદધિકુમાર છે, કેસરીસિંહના લાંછનવાળા દ્વીપકુમાર છે અને હાથીના ચિહ્નવાળા દિશિકુમાર છે. તેમાં અસુરકુમારના ચમર અને બળિ નામે બે ઇંદ્ર છે, નાગકુમારના ધરણ અને ભૂતાનંદ નામે બે ઈ છે, વિદ્યકુમારના હરિ અને હરિસહ નામે બે ઈદ્રો છે, સુવર્ણકુમારના વેણુદેવ અને વેણુદારી નામના બે ઇંદ્રો છે, અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના બે ઈંદ્ર છે, વાયુકુમારના વેલંખ અને પ્રભંજન નામના બે ઇંદ્ર છે, સ્વનિતકુમારના સુઘોષ અને મહાઘેષ નામના બે ઈદ્રો છે, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ નામના બે ઇંદ્રો છે, દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ નામના બે ઇંદ્રો છે અને દિકકુમારના અમિત અને અમિતવાહન નામના બે ઇંદ્રો છે.”
રતનપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા હજાર એજનમાંથી ઉપર અને નીચે સે રે જન છેડી દેતાં મધ્યના આઠ સે યોજનમાં દક્ષિણેત્તર શ્રેણીની અંદર આઠ પ્રકારના ચંતોની નિકાય વસે છે. તેમાં પિશાચ વ્યંતર કદંબવૃક્ષના ચિહ્નવાળા છે, ભૂત વ્યંતરે સુલસવૃક્ષના ચિહ્નવાળા છે, યક્ષ વ્યંતરે વટવૃક્ષના ચિહ્નવાળા છે, રાક્ષસ બંતરે ખવાંગના ચિહ્નવાળા છે, કિન્નર વ્યંતરો અશોકવૃક્ષના ચિહ્નવાળા છે, જિંપુરુષ વ્યંતરે ચંપકવૃક્ષના ચિહ્નવાળા છે, મહારગ વ્યંતરો નાગડવૃક્ષના ચિહ્નવાળા છે અને ગંધર્વ વ્યંતરે તુંબવૃક્ષના ચિહ્નવાળા છે. તેમાં પિશાચ વ્યંતરોના કાળ ને મહાકાળ નામના ઇંદ્રો છે, ભૂત વ્યંતરોના સુરૂપ અને પ્રતિરૂપ નામના ઇંદ્રો છે, યક્ષ વ્યંતરના પૂર્ણભદ્ર અને મણિ ભદ્ર નામે ઈદ્રો છે, રાક્ષસ વ્યંતરના ભીમ અને મહાભીમ નામે ઈદ્રો છે, કિન્નર વ્યંતરના કિન્નર અને કિપુરુષ નામે ઈ દ્રો છે, કિંગુરુષ વ્યંતરના પુરુષ અને મહાપુરુષ નામે ઈદ્ર છે, મહારગ વ્યંતરના અતિકાય અને મહાકાય નામે ઈદ્રો છે અને ગંધર્વ વ્યંતરોના ગીતરતિ અને ગીતયશા નામે ઈદ્રો છે. આવી રીતે વ્યંતરોના સેળ ઈદ્રો છે.”
“રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા સે યોજનમાંથી ઉપર અને નીચે દશ-દશ યોજન છેડી દેતાં બાકી રહેલા મધ્યના એંશી યેજનમાં વ્યંતરની બીજી આડ નિકા રહેલી છે. તેમના અપ્રજ્ઞપ્તિ, પંચપ્રજ્ઞપ્તિ, ઋષિવાદિત, ભૂતવાદિત, કંદિત, મહાકંદિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org