________________
પર્વ ૨ જું. પરમાત્માની દેશના-આઠ કર્મનું સ્વરૂપ.
૨૭૫ - “સ્થિતિ, ઉત્પત્તિ અને લયરૂપ આદિ અંત રહિત લેકની આકૃતિ જેમાં ચિંતવવામાં આવે તે સંસ્થાના વિચય ધ્યાન કહેવાય છે. આ લોક કટી ઉપર હાથ મૂકેલા અને પગ પહોળા કરીને રહેલા પુરુષની આકૃતિ જે છે અને તે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ પર્યાયવાળા દ્રવ્યોથી પૂરાઈ રહેલ છે. એ નીચે વેત્રાસનની જે છે, મધ્યમાં ઝાલરની જેવો છે અને ઉપર મૃદંગના જેવી આકૃતિવાળો છે. એ લેક ત્રણ જગતથી વ્યાપ્ત છે, એનાં મહાબળવાન ઘનધિ, ઘનવાન અને તનુવાતથી નીચેની સાત પૃથ્વીઓ વીંટાઈ રહેલી છે. અલેક, તિર્યશ્લેક અને ઊર્ધ્વ લોકના ભેદથી ત્રણ જગત કહેવાય છે. તે ત્રણે લેકના વિભાગ સૂચકપ્રદેશની અપેક્ષાથી પડે છે. મેરુપર્વતની અન્દર મધ્યમાં ગાયના સ્તનને આકારે ચાર આકાશપ્રદેશને રોકનારા ચાર નીચે અને ચાર આકાશપ્રદેશને રોકનારા ચાર ઉપર એ પ્રમાણે આઠ રુચકપ્રદેશ છે. તે રુચકપ્રદેશની ઉપર અને નીચે નવ સો નવ સે જન સુધી તિર્યશ્લેક કહેવાય છે. તે તિર્યલોકની નીચે અધેલોક રહેલ છે. તે નવ સે
જને ન્યૂન સાત રાજ પ્રમાણ છે. અધોલોકમાં એક એકની નીચે અનુક્રમે સાત ભૂમિઓ રહેલી છે, જે ભૂમિમાં નપુંસકવેદી નારકીઓનાં ભયંકર નિવાસ છે. તે સાત પૃથ્વીના રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃપ્રભા-એવાં સાત નામ છે. તે પૃથ્વીઓ જાડાઈમાં અનુક્રમે રત્નપ્રભાથી માંડીને નીચે નીચે એક લાખ એંશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અઠ્યાવીશ હજાર, એક લાખ વીશ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર અને એક લાખ આઠ હજાર
જનના વિસ્તારવાળી છે. તેમાં રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં ત્રીશ લાખ નરકાવાસા છે, બીજી નરકભૂમિમાં પચીશ લાખ નરકાવાસ છે, ત્રીજી નરકભૂમિમાં પંદર લાખ નરકાવાસા છે, ચોથી નરકભૂમિમાં દશ લાખ નરકવાસા છે, પાંચમી નરકભૂમિમાં ત્રણ લાખ નરકાવાસા છે. છડી નરકભૂમિમાં પાંચ ઓછા એક લાખ નરકાવાસા છે અને સાતમી નરકભૂમિમાં પાંચ નરકાવાસા છે. એ રત્નપ્રભાદિ સાતે ભૂમિઓની દરેકની નીચે મધ્યમાં વીશ હજાર જન જાડાઈમાં ઘનાબ્ધિ આવેલો છે. ઘનાબ્ધિની નીચે મધ્યમાં અસંખ્ય યોજના સુધી ઘનવાત આવે છે, ઘનવાતની નીચે અસંખ્ય જન સુધી તનુવાત રહે છે અને તનુવાતથી અસંખ્ય જન સુધી આકાશ રહેલું છે. એ મધ્યની જાડાઈથી અનુક્રમે ઓછા થતા થતા ઘનાબ્ધિ વિગેરે પ્રાંતે કંકણના આકારને ધારણ કરી રહેલા છે. રત્નપ્રભાભૂમિના પ્રાંતભાગમાં પરિધિની પેઠે ફરતા વલયાકારે રહેલા ઘનામ્બિને વિસ્તાર છ જનને છે. તેની ફરતું મહાવાતનું મંડળ સાડાચાર જન છે અને તેની ફરતું તનુવાતનું મંડળ દેઢ જન છે. એ પ્રમાણેના રત્નપ્રભાની ફરતા મંડળના માનની ઉપરાંત શર્કરાભાભૂમિની ફરતા ઘનાબ્ધિમાં જનને ત્રીજો ભાગ વધારે છે. ઘનવાતમાં એક ગાઉ વધારે છે અને એક ગાઉનો ત્રીજો ભાગ તવાતમાં વધારે છે. શર્કરામભાના વલયના માનની ઉપરાંત ત્રીજી ભૂમિની ફરતા મંડળમાં પણ એ જ પ્રમાણે વધારે થાય છે. એવી રીતે પૂર્વના વલયના માનથી પછીના વલયેના પ્રમાણમાં સાતમી ભૂમિના વલય સુધી વધારો થાય છે. એ ઘનાબ્ધિ, મહાવાત અને તનુવાતનાં મંડળે ઊંચાઈમાં પોતપોતાની પૃથ્વીની ઊંચાઈની
આ પ્રમાણે વધારો કરતાં સાતમી પૃથ્વીના પ્રાંતભાગમાં વલયકારે ઘનોદધિ આઠ યોજન, ઘનવાત છે યોજન અને તનુવાત બે યોજન રહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org