________________
પર્વ ૨ જુ પરમાત્માની દેશના.
૨૭૩ છેલા ઊંચા ગઢની અંદર ભક્તિવડે જાણે ધ્યાનમાં સ્થીર રહેલો હોય તેમ ચતુર્વિધ સંઘ આવીને બેઠે. બીજા ગઢની મધ્યે સર્પ અને નળીઆ વિગેરે તીય ચે જાતિવૈરને પણ છેડી પરસ્પર મિત્રોની પેઠે વત્તતા બેઠા. ત્રીજા ગઢમાં પ્રભુની સેવાને માટે આવેલા સુરાસૂર અને મનુષ્યનાં વાહને રહેલાં હતાં. એ પ્રમાણે સર્વના બેઠા પછી એક એજન સુધી પ્રસરતી અને સર્વ ભાષાઓમાં સમજાતી મધુરગિરાથી ભગવાન અજિતસ્વામીએ ધર્મદેશના દેવાને આરંભ કર્યો –
અહો ! મુગ્ધબુદ્ધિવાળા પ્રાણીઓ વૈદુર્યમણિની બુદ્ધિથી કાચને ગ્રહણ કરે તેમ આ અસાર સંસારને સારવાળે જાણે છે. દરેક ક્ષણે બંધાતાં વિવિધ પ્રકારનાં કર્મોથી પ્રાણીઓને આ સંસાર દેહદથી વૃક્ષની જેમ વૃદ્ધિ પામે છે. કર્મના અભાવથી સંસારને અભાવ થાય છે, તેથી વિદ્વાનોએ કર્મને નાશ કરવાને માટે સદા પ્રયત્ન કરે. કમને નાશ શુભ ધ્યાનથી થાય છે. તે ધ્યાન આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતવનથી ચાર પ્રકારનું છે. તેમાં જે આપ્ત પુરુષોનું વચન તે આજ્ઞા કહેવાય છે, તે બે પ્રકારની છેઃ તેમાં પહેલી આગમઆજ્ઞા અને બીજી હેતુવાદઆજ્ઞા. જે શબ્દથી જ પદાર્થોને પ્રતિપાદન કરે છે તે આગમ કહેવાય છે અને બીજા પ્રમાણેના સંવાદથી પદાર્થોને પ્રતિપાદન કરે છે તે હેતુવાદ કહેવાય છે. આ બન્નેનું તુલ્ય પ્રમાણું મેળવીને જેમ દેષ રહિત કારણથી આરબ્ધ થાય તે લક્ષણથી પ્રમાણુ કહેવાય છે. રાગ, દ્વેષ અને મેહ એ દેષ કહેવાય છે. તે દેષ અહંતને ઉત્પન્ન થતા નથી, માટે દેષ રહિત કારણથી ઉત્પન્ન થયેલું એવું એ અહં તેનું વચન પ્રમાણ છે. તે (વચન) નય અને પ્રમાણથી સિદ્ધ, પૂર્વાપર વિરોધ વિનાનું, બીજા બળિષ્ટ શાસનથી પણ અપ્રતિક્ષિપ્ત, અંગ-ઉપાંગ-પ્રકીર્ણ વિગેરે બહુ શાસ્ત્ર રૂપી નદીઓના સમુદ્રરૂપ, અનેક અતિશયેની સામ્રાજ્યલક્ષમીથી ભિત, દુર્ભવ્ય પુરુષોને દુર્લભ, ભવ્ય પુરુષોને સુલભ, ગણિપિટકપણે રહેલું તેમજ મનુષ્ય અને દેવતાઓએ નિત્ય સ્તુતિ કરવા યોગ્ય છે. એવાં આગમવચનથી આજ્ઞાનું આલંબન કરીને સ્વાદુવાદન્યાયના
ગથી દ્રવ્યપર્યાયરૂપે નિત્યાનિત્ય વસ્તુઓમાં, તેમજ સ્વરૂપ અને પરરૂપથી સઅસતપણે રહેલા પદાર્થોમાં જે સ્થિર પ્રતીતિ કરવી તે આજ્ઞાવિચય ધ્યાન કહેવાય છે.”
“જેઓએ જિનમાર્ગને સ્પર્શ કર્યો નથી, જેઓએ પરમાત્માને જાણ્યા નથી અને જેઓએ પોતાના આગામી કાળને વિચાર કર્યો નથી તેવા પુરુષોને હજારે અપાય (વિડ્યો) થાય છે. માયા મેહરૂપી અંધકારથી જેનું ચિત્ત પરવશ થયેલું છે એવો પ્રાણુ શું શું પાપ કરતું નથી ? અને તેથી તે કયા અપાય (કચ્છ) ને પામતો નથી ? એ પ્રાણી વિચાર કરે કે-નારકી, તિર્યંચ અને મનુષ્યોમાં જે જે દુઃખ મેં જોગવ્યાં છે તે જ્ઞાન રહિત એવા મારા પ્રમાદવડે જ છે. પરમ બેધિબીજને મેળવ્યા છતાં પણું મન, વચન અને કાયાવડે કરેલી દુષ્ટ ચેષ્ટાઓથી જ મેં મારા પિતાના મસ્તક ઉપર અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. મુક્તિમાર્ગ મારે સ્વાધીન છતાં કુમાર્ગને શોધી તે માર્ગે ચાલીને મેં જ મારા આત્માને અપાયે(કચ્છે) માં નાખ્યા છે. જેમ સારું રાજ્ય પ્રાપ્ત થયા છતાં પણ મૂર્ખ માણસ ભિક્ષાને માટે પરિભ્રમણ કરે તેમ મોક્ષ સામ્રાજ્ય મારે સ્વાધીન છતાં પણ મારા આત્માને હું સંસારA - 35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org