________________
૨૭૨
સગરે કરેલ પ્રભુ–પ્રાર્થના. ઝરતા ઉત્તમ હાથીઓથી અને જાણે સપ સહિત સિંધુના તરંગો હોય તેવા ઊંચા હથિચારવાળાં પાયદળોથી એ રાજા પૃથ્વીને ચોતરફ આચ્છાદન કરતા સહસ્ત્રાપ્રવન નામના ઉપવન સમીપે આવ્યા. પછી માનથી જેમ મહામુનિ ઉતરે તેમ સગરરાજા ઉદ્યાન દ્વારની સુવર્ણવેદી ઉપર હાથી ઉપરથી ઉતર્યા અને પિતાના છત્ર, ચામર અને રાજ્યનાં બીજાં ચિહ્નો પણ તેણે છોડી દીધાં; કારણ કે વિનીત પુરુષોને એ જ ક્રમ છે. તેણે વિનયવડે પગમાંથી ઉપાનને ત્યાગ કર્યો, છડીદારે આપેલા હસ્તાવલંબનની પણ ઉપેક્ષા કરી અને સમવસરણની સમીપે નગરના નરનારીઓની સાથે એ રાજે પગે ચાલીને ગયા. પછી મકરસંક્રાંતિએ સૂર્ય જેમ આકાશના આંગણામાં પ્રવેશ કરે તેમ ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને અમૃતને જેવી મધુર ગિરાથી સ્તુતિ કરવાનો આરંભ કર્યો – - “હે પ્રભુ! મિથ્યાદષ્ટિને કલ્પાંત કાળના સૂર્ય સમાન અને સમક્તિદષ્ટિને અમૃતના અંજન સમાન તેમજ તીર્થંકરપણુની લક્ષ્મીને તિલકરૂપ આ ચક્ર તમારી આગળ વૃદ્ધિ પામેલું છે. આ જગતમાં તમે એક જ સ્વામી છે એમ કહેવાને જાણે ઈંદ્ર ઇંદ્રધ્વજના મિષથી પિતાની તર્જની આંગળી ઊંચી કરી હોય તેમ જણાય છે. જ્યારે તમારા ચરણે પગલાં ભરે છે ત્યારે સુર અસુરે કમળ રચવાના મિષથી કમળમાં વસનારી લક્ષમીને વિસ્તારે છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મને એક સાથે કહેવાને માટે તમે ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. આ ત્રણ ભુવનનું ત્રણ દેષથી રક્ષણ કરવાને તમે પ્રવર્તેલા છે; તેથી જ દેવતાઓએ આ ત્રણ ગઢ કરેલા જણાય છે. તમે પૃથ્વીમાં વિહાર કરે છે ત્યારે કાંટાઓ અધૂમુખી થઈ જાય છે, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી; કેમકે સૂર્યનો ઉદય થાય ત્યારે અંધકાર સન્મુખ થઈ શકે જ નહીં. કેશ, રેમ, નખ અને દાઢી-મૂછ વૃદ્ધિ પામ્યા સિવાય અવસ્થિત રહેલા છે, એવી રીતને બહારને ગમહિમા તીર્થકરે સિવાય બીજાઓએ પ્રાપ્ત કરેલ નથી. શબ્દ, રૂપ, સ્પર્શ અને ગંધ નામના પાંચ ઇન્દ્રિયના વિષયે તમારી આગળ તાકિક લોકેની જેમ પ્રતિકૂળપણને ભજતા નથી. સર્વ ઋતુઓ અકાળે કરેલી કામદેવની સહાયના ભયથી જાણે હોય તેમ એકસાથે તમારા ચરણની ઉપાસના કરે છે. આગળ ઉપર તમારા ચરણને સ્પર્શ થવાને છે એમ વિચારીને દેવતાઓ સુગંધી જળના વર્ષોથી અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી પૃથ્વીની પૂજા કરે છે. હે જગત"જય ! પક્ષીઓ પણ ચોતરફથી તમારી પ્રદક્ષિણ કરે છે અને તમારાથી આડાંઅવળાં ચાલતાં નથી; તે જેઓ મનુષ્ય થઈને તમારાથી વિમુખ વૃત્તિવાળા થાય છે અને જગતમાં મેટા થઈને ફરે છે તે પુરુષોની તે શી ગતિ થવાની ? તમારી પાસે એકેંદ્રિય એ પવન પણ પ્રતિકૂળતાને છેડી દે છે તે પંચેદ્રિયનું તો દો શીલ્ય કયાંથી જ થાય ? તમારા માતા
ભ્યથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ મસ્તક નમાવીને તમને નમે છે, તેથી તેઓના મસ્તક કૃતાર્થ છે; પણ જેમનાં મસ્તક તમને નમતા નથી એવા મિથ્યાદષ્ટિઓનાં મસ્તક કૃતાર્થ નથી–વ્યર્થ છે. જઘન્યપણે પણ કોટી ગમે સુરાસુરે તમારી સેવા કરે છે, કારણ કે મૂખઆળસુ પુરુષો પણ ભાગ્યના રોગથી લભ્ય થયેલા અર્થમાં ઉદાસપણે રહેતા નથી.”*
એવી રીતે ભગવંતની સ્તુતિ કરીને વિનયવડે જરા પાછા હઠી, સગરચક્રી ઈંદ્રની પછવાડે બેઠા અને નરનારીઓને સમૂહ તેની પાછળ બેઠે. એવી રીતે સમવસરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org