________________
પર્વ ૨ જું પરમાત્માને થયેલ કેવળજ્ઞાન.
૨૬૯ વિષને જેમ દંશની જગ્યાએ લાવીને મૂકે તેમ પરમાણુ ઉપર લાવીને ધારણ કર્યું, એટલે ઈંધણના સમૂહને દૂર કરવાથી થોડાં ઇંધણુ જેમાં રહેલાં છે એવો અગ્નિ જેમ સ્વયમેવ બુઝાઈ જાય તેમ તેમનું મન સર્વથા નિવૃત્તિને પામી ગયું. પછી પ્રભુનો ધ્યાનરૂપી અગ્નિ દીપાયમાન થવાથી અગ્નિથી બરફની જેમ તેમનાં ઘાતિકર્મો સર્વ તરફથી લય પામી ગયા અને પિષ માસની શુકલ એકાદશીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે ષષ્ટતપ કર્યો છે જેમણે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
એ જ્ઞાન ઉત્પન્ન થતાં ત્રણ લેકમાં રહેલા ત્રણે કાળના સર્વ ભાવને હસ્તગોચર થયા હોય તેમ પ્રભુ દેખાવા લાગ્યા. પ્રભુને કેવળજ્ઞાન થયું તે વખતે જાણે પ્રભુની અવજ્ઞાન ભયથી કંપાયમાન થયું હોય તેમ સૌધર્માધિપતિનું સિંહાસન કંપાયમાન થયું. જળાશયના જળના માપને જાણવાને ઈચ્છતે માણસ જેમ તેમાં રજજુને નાંખે તેમ ઈંદ્ર તેનું કારણ જાણવાને માટે અવધિજ્ઞાન પ્રયુંક્યું. દીવાના પ્રકાશથી જેમ પદાર્થ જણાય તેમ ઈંદ્ર અવધિજ્ઞાનથી “પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એમ જાણ્યું. તત્કાળ
ન અને રનની પાદુકા છેડી ઊભા થયાઃ કારણ કે સારુષોને સ્વામીની અવજ્ઞાને ભય બળવાન છે. ગીતાર્થ ગુરુને શિષ્ય જેમ ગુરુએ આજ્ઞા કરેલી અવગ્રહ પૃથ્વીમાં પગલાં ભરે તેમ અહંતની દિશાની સન્મુખ સાત આઠ પગલાં ભર્યા. પછી પિતાના ડાબા ગોઠણથી તથા બે હાથ અને મસ્તકથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રભુને નમસ્કાર કર્યો. પછી ઊભા થઈને ત્યાંથી પાછા વળી કેસરીસિંહ જેમ પર્વતના શિખરને અલંકૃત કરે તેમ તેણે સિંહાસનને અલંકૃત કર્યું. પછી ક્ષણવારમાં સર્વ દેવતાઓને બેલાવી મોટી સદ્ધિ અને ભક્તિવડે તે જિનંદ્રની સમીપે આવ્યા. બીજા પણ સર્વ ઇંદ્ર આસનકંપથી સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણી પ્રભુની પાસે અહંપૂર્વિકાથી* આવ્યા.
પછી તે કામના અધિકારી એવા વાયુકમાર દેવતાઓએ આવીને એક જન પ્રમાણુ ક્ષેત્રમાંથી કાંકરા વિગેરેને દૂર કર્યા. તે ઉપર મેઘકુમાર દેવતાઓએ શર ઋતુની વૃષ્ટિની જેવી તમામ રજને શાંત કરે એવી સુગંધી જળની વૃષ્ટિ કરી. બીજા (વ્યંતર) દેવતાઓએ ચૈત્યના મધ્ય ભાગની જેમ કોમળ એવી સુવર્ણ રત્નની શિલાના સમૂહથી ઘણી સુંદર રીતે પૃથ્વીનું તળ બાંધ્યું. પછી પ્રાતઃકાળના પવનની જેમ ઋતુની અધિષ્ઠાયક દેવીઓએ જાનુ સુધી પંચવણી પ્રફુલ્લિત પુષ્પની વૃષ્ટિ કરી. ભવનપતિ દેવેએ આવીને મધ્યમાં મણિપીઠ કરી તેની ચોતરફ સેનાના કાંગરાવાળે રૂપાને ગઢ કર્યો. તિષ્ઠ દેવતાઓએ આવીને તેની અંદર રત્નના કાંગરાવાળે અને જાણે પિતાની તિ એકત્ર કરી હોય તે કાંચનમય બીજે ગઢ કર્યો. તેની ઉપર અંદર ત્રીજે વૈમાનિક દેવતાઓએ આવી માણિકયના કાંગરાવાળે રત્નને ગઢ કર્યો. તે દરેક ગઢમાં જંબુદ્વીપની જગતીની જેમ મનને વિશ્રામ કરવાના ધામરૂપ ચાર ચાર સુંદર દરવાજા રચ્યા. તે દરેક દરવાજા ઉપર મરકતમણિમય પત્રોનાં તોરણે રચાં, તે આકાશમાં સુન્દર શ્રેણરૂપ થઈ વિચરતા શુક પક્ષીઓની ઉપમાને ધારણ કરતા હતા. તરણની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણીબંધ કુંભે મૂકેલા હતા, તે સાયંકાલે સમુદ્રની ચતરફ રહેલા ચક્રવાકની જેવા જણાતા
* હું પહેલો જાઉં, હું પહેલી જાઉં એવા વિચારથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org