________________
પર્વ ૨ જી. પ્રથમ ભિક્ષા સમયે થયેલ પચ દિવ્ય
૨૬૭ કપાતીત કાિમાં ઉત્પન્ન થાય છે. પ્રભુને અપાતી ભિક્ષા જેઓ જુએ છે તેઓ પણ દેવતાઓની જેવા નિરગી શરીરવાળા થાય છે.
સરેવરમાંથી જળપાન કરીને નીકળતા ગજેદ્રની જેમ બ્રહ્મદર રાજાના ગૃહથકી પારણું કરીને પ્રભુ બહાર નીકળ્યા, એટલે પ્રભુનાં પગલાંને કેઈ ઉલ્લંઘન કરે નહીં એવું ધારી બ્રહ્મદર રાજાએ તે પગલાં ઉપર રવડે એક પીઠ કરાવી. ત્યાં જિનેશ્વર રહ્યા છે એમ માનતે રાજા તે પીઠની ત્રણે કાળ પુષ્પાદિકવડે પૂજા કરવા લાગ્યું. ચંદન, પુષ્પ અને વસ્ત્રાદિકવડે જયાં સુધી તે પીઠની પૂજા કરી ન હોય ત્યાં સુધી સ્વામી નહીં જમેલા હોવાથી જેમ વાટ જોઈને રહ્યો હોય તેમ તે ભેજન કરતો નહોતે. "
વાયુની જેવા અપ્રતિબદ્ધ વિહારી ભગવાન અજિતસ્વામીએ અખંડિત ઈસમિતિ પાળતા સતા અન્યત્ર વિહાર કર્યો. માર્ગમાં કેઈ ઠેકાણે પ્રાસુક પાયસન્ન વિગેરેથી તેઓ પ્રતિલાભિત થતા હતા, કેઈ ઠેકાણે સુંદર વિલેપનથી તેમના ચરણકમળ ચર્ચિત થતા હતા, કોઈ ઠેકાણે શ્રાવકોનાં વંદન કરનારા બાળકે તેમની રાહ જોઈ રહેતા હતાં, કઈ ઠેકાણે દર્શનમાં અતૃપ્ત લકે તેમને અનુસરતા હતા, કેઈ ઠેકાણે લેકે તેમનું વસ્ત્રથી ઉત્તારણ મંગળ કરતા હતા, કેઈ ઠેકાણે લેકે દધિ, દૂર્વા અને અક્ષતાદિકવડે, તેમને અર્થે આપતા હતા, કેઈ ઠેકાણે લેકે પિતાને ઘેર લઈ જવાને માટે તેમને રસ્તામાં રેતા હતા, કોઈ ઠેકાણે તેમના ચરણ પાસે પૃથ્વી ઉપર આળોટતા લેકેથી તેમનું ગમન અટકતું હતું, કેઈ ઠેકાણે શ્રાવકે પિતાને માથાના કેશથી તેમના ચરણકમળનું માન કરતા હતા અને કોઈ ઠેકાણે મુગ્ધ બુદ્ધિવાળા કે તેમના આદેશને માગતા હતા એવી રીતે નિગ્ર"થ, નિર્મમ અને નિસ્પૃહ એવા પ્રભુ પિતાના સંસર્ગથી ગ્રામ અને શહેરને તીર્થરૂપ કરતા, સર્વ વસુધામાં વિહાર કરવા લાગ્યા.
ઘુવડ પક્ષીઓના ધુત્કાર શબ્દથી જે ભયંકર છે, જેમાં શિયાળ અત્યંત ફત્કાર શબ્દ કરી રહ્યા છે. જે સર્પોના કુંફાડાથી ભયંકર છે, જેમાં મદવાળા બીલાડાઓ ઉોશ કરી રહ્યા છે, જે શબ્દ કરતા ન્હાથી વિકરાળ લાગે છે, જેમાં ચમૂ૩ મૃગ શૂરપણે વર્તે છે, જે કેસરીસિંહની ગર્જનાના પ્રકારથી પ્રતિધ્વનિત થયેલ છે, જેમાં મોટા હાથીઓએ ભાંગેલાં વૃક્ષો પરથી ઉડેલાં કપક્ષીઓના શબ્દો થઈ રહ્યા છે, સિંહના પુછડાના આશ્કેટથી જેની પાષાણુમય ભૂમિ પણ ફટક્યા કરે છે, જ્યાં અષ્ટાપાએ પીસી નાંખેલા હાથીઓના અસ્થિઓથી રસ્તાઓ આકુળ થયેલા છે, જેમાં મૃગયા કરવામાં વ્યગ્ર થયેલા ભિલ લેકેના ધનુષના ટંકારથી પડછંદા વાગ્યા કરે છે, જ્યાં રીંછના કાનને ગ્રહણ કરવામાં ભિલ્લના બાળકે વ્યય થઈ રહેલા છે, જેમાં વૃક્ષની શાખાના અગ્રભાગના પરસ્પર સંઘર્ષથી અગ્નિઓ ઉછળી રહેલ છે. એવા મોટા પર્વતો સંબંધી મહાઅરણ્યમાં અને ગામ તથા શહેરમાં એ અજિતસ્વામી નિષ્કપ મને ઈચ્છાનુસાર વિહાર કરતા હતા. કઈ વખતે પૃથ્વીતલને જોવામાત્રથી મનુષ્યને ચકરી આવી જાય એવા ઊંચા પર્વતના મસ્તક ઉપર જાણે બીજું શિખર હોય તેમ પ્રભુ કાર્યોત્સર્ગમાં સ્થિર
૧ ગ્રેવેયક અને અનુત્તર વિમાન તે કલ્પાતીત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org