________________
સગરે કરેલ પરમાત્માની પ્રાર્થના
સર્ગ ૩ જે પરંતુ તમારામાં તે જ્ઞાન વૈરાગ્ય જ એકસ્થાનપણાને પામે છે. હમેશાં ઉદાસીનત્વ છત પણ સર્વ વિશ્વને ઉપકાર કરનારા, સમગ્ર વૈરાગ્યના ભાજન, શરણ કરવા લાયક અને પરમાત્મા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ.”
એવી રીતે જગદ્ગુરુની સ્તુતિ કરી, નમસ્કાર કરી ઈ દેવસમૂહ સહિત ત્યાંથી નંદીશ્વર દ્વીપ ગયા. ત્યાં અંજનાચળાદિક પર્વતમાં શક્રાદિક ઇન્દ્રોએ જન્માભિષેકના કલ્યાણકની પેઠે શાશ્વત અહંત પ્રતિમાઓને અષ્ટાલિક ઉત્સવ કર્યો અને પછી હવે આપણે ફરીથી પ્રભુને ક્યારે જોઈશું? એમ વિચારતા તેઓ ત્યાંથી પિતાપિતાને સ્થાને ગયા.
સગરરાજા પણ પ્રભુને પ્રણામ કરી અંજલિ જેડી ગદ્ગદ્ ગિરાએ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “લેકયરૂપી કમલિનીના ખંડને વિકાસ કરવામાં સૂર્ય સમાન અને જગતના ગુરુ એવા હે ભગવાન અજિતસ્વામિ ! તમે વિજય પામે. હે નાથ ! મતિ, શુત, અવધિ અને મન:પર્યવ એ ચાર ઉત્કટ જ્ઞાનથી ચાર સમુદ્રોવડે જેમ પૃથ્વી
ભે તેમ તમે શેભે છે. હે પ્રભુ ! તમે એક લીલામાત્રમાં કમને ઉમૂળ કરવાને સમર્થ છે અને આ તમારે જે પરિકર (ઉપસ્કર) છે તે લોકોને એક માર્ગદર્શક છે. હે ભગવન! સર્વ પ્રાણીઓના તમે એક અંતરાત્મા છે એમ હું માનું છું, નહીં તે તેઓના અંત સુખને માટે તમે કેમ પ્રયત્ન કરે ? દયારૂપી જળ વ્યાપ્ત થયેલા તમે મળની જેમ કષાયને છેડીને કમળપત્રની જેમ નિર્લેપ અને શુદ્ધ આત્માવાળા થયેલા છે. રાજ્ય કરતા હતા ત્યારે પણ ન્યાયવંત એવા તમારે કોઈ પારકો કે પોતાનો ન હતે. તે હમણા એવી સામ્યતાના અવસર પ્રાપ્ત થતાં થયેલી સમાનતા વિષે તે શું કહેવું ? હે ભગવન ! તમારું જે વાર્ષિકદાન છે તે ગેલેકયને અભયદાન દેવારૂપ મેટા નાટકનું એક આમુખ (પ્રસ્તાવના) છે એ હું તર્ક કરું છું, તે દેશ, ગામ, તે નગર અને તે શહેરને ધન્ય છે કે જ્યાં મલયાનિલની પેઠે દિશાઓને પ્રસન્ન કરતા એવા તમે વિહાર કરશે.”
* એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તથા ભક્તિપૂર્વક નમસ્કાર કરીને અથવડે વ્યાસ નેત્રવાળા સગરરાજા મંદ મંદ ગતિએ પોતાની નગરીમાં આવ્યા. બીજે દિવસે પ્રભુએ. બાદત રાજાને ઘેર ક્ષીરવડે છઠ્ઠ તપનું પારણું કર્યું. તત્કાળ બ્રહ્મદર રાજાના ગૃહ ગણમાં દેવતાઓએ સાડાબાર કેટી સુવર્ણ દ્રવ્યની અને પવને હલાવેલા લતાના પલ્લવેની શેભાને હરનારી એવી ઊંચી જાતનાં વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાગે તેઓએ દુંદુભિને–
ભરતીવડે ચપળ એવા સમુદ્રના વનિની જે ગંભીર ઇવનિ કર્યો, તથા ચેતરફ ફરતા . એવા પ્રભુના યશરૂપી વેદજીના ભ્રમને આપતી એવી સુગંધી જળની અને ચારે બાજુ મિત્રની જેમ ભમરાઓએ અનુસરાયેલી પંચવણું પુષ્પોની વૃષ્ટિ કરી. વળી અહો દાન, અહિ દાન એ ઉચ્ચાર કરતાં હર્ષિત ચિત્તવાળા દેવતાઓ ઊંચા પ્રકારના જય જય શબ્દપૂર્વક આકાશમાં બેલવા લાગ્યા કે--“ આ પ્રભુને આપેલું સુદાન જુઓ, કે જેના પ્રભાવથી દાતા પુરુષ તત્કાળ અતુલ્ય વૈભવવાને થાય છે, કે આ ભવમાં જ મુક્ત થાય છે, કેઈ બીજા ભવમાં મુક્તિને પામે છે, કેઈ ત્રીજા ભવમાં મુક્ત થાય છે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org