________________
૨૬૦ સગરરાજવીની પરમાત્માને વિજ્ઞપ્તિ.
સગ ૩ જે. “આ શરીર પણ દેહીની પાછળ એક પગલું પણું ભરતું નથી ! ત્યારે અહો ! આ “કૃતધ્ર શરીરને માટે મુગ્ધ પ્રાણીઓ ફેગટ જ પાપકર્મ કરે છે ! આ સંસારમાં પ્રાણી એકલે જ ઉત્પન્ન થાય છે, એક જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં મેળવેલાં કર્મોને એકલો જ અનુભવે છે. તેણે પાપ કરીને જ ઉપાર્જન કરેલું દ્રવ્ય તેનાં સગાંવહાલાંઓ “એકઠાં થઈને ભગવે છે અને તે પિતે એકલે નરકમાં પડ્યો પડ્યો તેથી બાંધેલાં પાપકર્મવડે દુઃખ ભેગવે છે. દુઃખરૂપી દાવાનળથી ભયંકર એવા સંસારરૂપી મહાવનમાં “કમને વશ થયેલ જતુ એકલે જ ભમે છે. સંસાર સંબંધી દુઃખ અને મોક્ષથી પ્રાપ્ત થતું સુખ પ્રાણી એકલે જ ભગવે છે, તેમાં તેને કેઈ સહાયકારી નથી. જેમ હૃદય, હાથ, ચરણ વિગેરેને નહીં હલાવનાર માણસ સમુદ્ર તરી શકતા નથી પણ તે સર્વને ઉપયોગમાં લઈ તરવા માંડે તે તત્કાળ પાર પામી જાય છે, તેમ ધન અને દેહાદિકના “પરિગ્રહથી પરાડમુખ થઈ તેને સદુપયેગ કરી આત્મસ્વરૂપમાં સ્થિત થયેલ પ્રાણી જલદી સંસારસમુદ્રને પાર પામે છે
સંસારથી જેમનું ચિત્ત નિવેદ પામેલું છે એવા અજિતસ્વામીને આવી ચિંતામાં તત્પર જાણી, સારસ્વતાદિક કાંતિક દેવતાઓ ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યા–
હે ભગવન્ ! આપ સ્વયં બુદ્ધ છે, તેથી અમે કાંઈ આપને બોધ આપવા લાયક નથી; તથાપિ એટલું યાદ આપીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવે.” આવી રીતે કહી, પ્રભુના ચરણ પ્રત્યે નમન કરી પક્ષીઓ સયંકાળે જેમ પોતાના માળા તરફ જાય તેમ તેઓ પિતાના બ્રહ્મ દેવલોકમાં ગયા. પિતાની ચિંતાને અનુકૂળ એવા તે દેવતાઓના વચનથી, પવનથી પ્રેરાયેલા મેઘની જેમ પ્રભુને ભવૈરાગ્ય વૃદ્ધિ પામ્યા. તત્કાળ સગરકુમારને બોલાવી જગદ્ગુરુએ કહ્યું કે- “સંસારસમુદ્રને તરવાની ઈચ્છાવાળા એવા અમારા આ રાજ્યભારને તમે ગ્રહણ કરો.” પ્રભુના એવા આદેશથી ખેદવડે શ્યામ મુખવાળા થયેલા સગરકુમારે એક એક બિંદુથી વર્ષતા મેઘની જેમ અણુ પાડતાં પાડતાં કહ્યું-“હે દેવ ! આપની એવી મેં શું અભક્તિ કરી છે કે જેથી આપ મને જુદો પાડવાની આવી આજ્ઞા કરો છો ? કદાપિ અભક્તિ કરી હોય તે પણ તે આપની અપ્રસન્નતાને માટે થવી ન જોઈએ; કારણ કે પૂજ્ય પુરુષો અભક્ત શિશુને પણ શિક્ષા આપે છે. તેને છોડી દેતા નથી. વળી હે પ્રભુ ! આકાશ સુધી ઊંચા પણ છાયા વિનાના વૃક્ષની જેમ, આકાશમાં ઉત્પન્ન થયેલા પણ નહિં વસતા મેઘની જેમ, નિઝરણું વિનાના મોટા પર્વતની જેમ, સારા રૂપવાળા પણ લાવણ્ય વિનાના શરીરની જેમ અને વિકસ્વર થયેલા પણ સુગધ વિનાના પુષ્પની જેમ તમારા વિના મારે આ રાજ્ય શા કામનું છે ? હે પ્રભુ! તમે નિર્મમ છે, નિઃસ્પૃહ છે, મુમુક્ષુ છે, તે પણ હું તમારા ચરણની સેવા છોડીશ નહીં, તે રાજ્યગ્રહણની તે શી વાત ! રાજય, પુત્ર, કલત્ર, મિત્ર અને સર્વ પરિવાર તૃણની જેમ મારાથી ત્યાગ કરી શકાય તેમ છે, પણ તમારા ચરણને ત્યાગ મારાથી થઈ શકે તેમ નથી. હે નાથ ! તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયો હતો, તેમ તમે વ્રતધારી થશો તે હું તમારો શિષ્ય થઈશ. રાતદિવસ ગુરુના ચરણકમળની ઉપાસનામાં તત્પર રહેલા શિષ્યને ભિક્ષા કરવી તે સામ્રાજયથી પણ અધિક છે. હું અજ્ઞ છું તો પણ ગોપાળને બાળક જેમ ગાયના પુચ્છને વળગીને નદી તરી જાય તેમ તમારા ચરણનું અવલંબન કરીને સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org