________________
૨૫૮ જિતશત્રુ રાજાને નિષ્ક્રમણત્સવ
સર્ગ ૩ જે વિશ્વકારી થતા નથી, તે સમયસાધક એવા આપ પૂજ્ય પિતાજીને હું વિઘકારી કેમ થાઉં ? જે પુત્ર ભક્તિથી પણ પિતાના પિતાને થે પુરુષાર્થ (મોક્ષ) સાધવામાં નિષેધ કરે તે પુત્ર પુત્રને મિષે શત્રુ ઉત્પન્ન થયેલ છે એમ સમજવું, તથાપિ હું એટલી પ્રાર્થના કરું છું કે મારા લઘુ પિતા(કાકા) રાજ્યાધિકારી થાઓ; કારણ કે આપના વિનયવંત એ લઘુ ભ્રાતા અમારાથી અધિક છે. તે સાંભળી. સુમિત્રે કહ્યું-“રાજ્ય ગ્રહણ કરવા માટે હું સ્વામીના ચરણને નહીં છોડું; કેમકે ચેડા કારણને માટે ઘણું લાભને કેણ છેડે? રાજ્યથી, સામ્રાજ્યથી, ચક્રવતીપણાથી અને દેવપણુથી પણ વિદ્વાને ગુરુસેવાને અધિક માને છે.” અજિતકુમારે કહ્યું-“જે આ૫ રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતા ન હે તે અમારા સુખને માટે ભાવયતિ થઈને ઘરમાં રહે.” તે સમયે રાજાએ કહ્યું
હે બંધુ! આગ્રહ કરનારા આ પુત્રનું વચન તમે સ્વીકારે. ભાવથી, યતિ થાય તે પણ યતિ જ કહેવાય છે. વળી આ સાક્ષાત્ તીર્થકર છે અને એમના તીર્થમાં તમારી ઈચ્છા સિદ્ધ થવાની છે, માટે એની રાહ જોઈને રહો. હે ભાઈ ! તમે અતિ ઉત્સુક થાઓ નહીં. એક પુત્રને ચક્રીપણું અને બીજાને ચક્રવતીપણું પ્રાપ્ત થયેલું જેવાથી તમે સર્વ સુખથી અધિક સુખ મેળવશો.” સુમિત્ર જે કે વ્રત ગ્રહણ કરવામાં ઉત્સુક હતા, તે પણ તેમની વાણી તેણે માન્ય કરી; કારણ કે સમુદ્રમર્યાદાની જેમ સપુરુષને ગુરુજનની આજ્ઞા કુલ છે.
પછી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ મોટા ઉત્સવથી પિતાને હાથે અજિતસ્વામીને રાજ્યાભિષેક કર્યો. તેના રાજ્યાભિષેકથી સર્વ પૃવી હર્ષ પામી; કારણ કે વિશ્વને રક્ષણ કરવામાં સમર્થ એવો નાયક પ્રાપ્ત થતાં કેણ પ્રસન્ન ન થાય? પછી અજિતસ્વામીએ સગરકુમારને યુવરાજપદે સ્થાપન કર્યા, તેથી અધિક પ્રીતિવાળા તેમણે જાણે બીજી પિતાની મૂત્તિ તે પદ ઉપર સ્થાપના કરી હોય એમ જણાવા લાગ્યું.
હવે અજિતનાથે જિતશત્રુ રાજાને વિધિવડે મેટી રદ્ધિથી નિષ્કમાણેત્સવ કર્યો, અને તેમણે ઋષભસ્વામીના તીર્થમાં વર્તતા સ્થવિર મહારાજાની પાસે મુક્તિની માતારૂપ દીક્ષા ગ્રહણ કરી. બાહ્યશત્રુની જેમ અંતરંગ શત્રુને જીતનારા તે રાજર્ષિએ રાજ્યની જેમ અખંડિત વ્રતનું પાલન કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શેલેશી ધ્યાનમાં રહેલા તે મહાત્મા અષ્ટ કર્મને ક્ષય કરી પરમપદને પ્રાપ્ત થયા.
અહીં અજિતસ્વામી સર્વ પ્રકારની ઋદ્ધિવડે લીલા સહિત પિતાના અપત્યની જેમ મેદિનીને પાળવા લાગ્યા. દંડાદિક વિના પૃથ્વીને રક્ષણ કરતા અજિતસ્વામીથી સર્વ પ્રજા, સારા સારથિવડે ઘોડાની જેમ, સારે માર્ગે ચાલવા લાગી. પ્રજારૂપી મયૂરીમાં મેઘ સમાન અને મનોરથ પૂરવામાં કલ્પવૃક્ષરૂપ અજિત મહારાજાના રાજ્યશાસનમાં ધાન્યનું જ ચૂર્ણ થતું હતું, પશુઓને જ બંધન હતું, મણિઓને જ વેધ થતો હતો, વાજિંત્રો ઉપર જ તાડન થતું હતું, સુવર્ણને જ સંતાપ હતે (તપાવવું પડતું હતું), શોને જ તેજ આપવું પડતું હતું, શાળને જ ઉખેડવી પડતી હતી, વક્રતા સ્ત્રીઓની ભૃકુટિમાં જ રહેતી હતી, છૂતક્રીડામાં સાગઠીને જ “માર' શબ્દ કહેવામાં આવતું હોં, ક્ષેત્રની પુત્રીનું જ વિદારણ થતું હતું, કાષ્ઠને પાંજરારૂપી મંદિરમાં પક્ષીઓને જ પૂરાતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org