________________
૨૫૬
સગરકુમારે પ્રભુ સમક્ષ દર્શાવેલ વિવિધ કળાએ. સગ ૩ છે. જેમ વિનયાદિક ગુણોથી શોભવા લાગ્યા.
શ્રીમાન અજિતનાથ પ્રભુ સમયે સમયે ભક્તિવાળા ઈંદ્રાદિક દેવાથી સેવાવા લાગ્યા. કેટલાક દેવતાઓ અજિતસ્વામીની તે તે લીલા જેવાની ઈચ્છાથી ત્યાં આવી તેમના વયસ્ય (મિત્રો) થઈને ક્રીડા કરવા લાગ્યા. પ્રભુની વાણીરૂપી અમૃતના રસને પાન કરવાની ઈચ્છાથી કેઈ દેવતાઓ વિચિત્ર નામેક્તિઓથી અને ખુશામતનાં વચનથી પ્રભને બોલાવવા લાગ્યા. આદેશ નહીં કરનારા પ્રભુના આદેશની ઈચ્છાથી કીડાઘુતમાં દાવ મૂકીને, પ્રભુના આદેશથી કેટલાક દેવતાઓ પિતાના દ્રવ્યને હારી જતા હતા. કઈ પ્રભુની પાસે પ્રતિહારી થતા હતા, કેઈ મંત્રીઓ થતા હતા, કેઈ ઉપાનધારી થતા હતા અને કઈ ક્રિીડા કરતા પ્રભુની પાસે અસ્ત્રધારી થતા હતા.
સગરકુમારે પણ શાને અભ્યાસ કરીને નિગી પુરૂષની જેમ પ્રભુની પાસે પિતાને નિયોગ નિવેદન કર્યો. ઉપાધ્યાયે પણ નહી ભાંગેલા સંશ, સારી બુદ્ધિવાળે સગરકુમાર, ભરતરાજા જેમ ઋષભદેવને પૂછતા હતા તેમ અજિતસ્વામીને પૂછવા લાગ્યો. અજિતકુમાર મતિ, શ્રત અને અવધિજ્ઞાનવડે તેના સંદેહને સૂર્યનાં કિરણેથી અંધકારની જેમ તત્કાળ છેદી નાંખતા હતા. ત્રણ યતથી દબાવી, આસનપરિગ્રહ દઢ કરી, પિતાના બળને પ્રસાર કરી મોટા તફાની હાથીને વશ કરત સગરકુમાર પ્રભુને પિતાની શક્તિ બતાવતું હતું. પર્યાણવાળા અથવા પર્યાણ વિનાના તેફાની અને તે પાંચ ધારાથી પ્રભુની આગળ વહન કરતો હતો. બાણવડે રાધાવેધ, શબ્દવેધ, જળની અંદર રાખેલા લયને વેધ અને ચક્ર તથા મૃત્તિકાને વેધ કરીને પિતાનું ધનુષ્યબળ તે અજિતસ્વામીને બતાવતે હતો. હાથમાં ફલક અને ખડગ લઈને આકાશના મધ્ય ભાગમાં ચંદ્રની જેમ ફલકના વચમાં રહેલે તે, પોતાની પાદગતિ પ્રભુને બતાવી, આકાશમાં ચળકતી વિજળીની રેખાના ભ્રમને આપનારા ભાલા, શક્તિ અને શર્વલાને વેગથી ભમાવતે હતે. નત્તક પુરૂષ જેમ નૃત્યને બતાવે તેમ સર્વચારીમાં ચતુર એવા સગરે સર્વ પ્રકારની છરિકા સંબંધી વિદ્યા પણ બતાવી. તેવી રીતે બીજાં પણ શોની કુશળતા તેણે ગુરુભકિતથી અને શિક્ષા લેવાની ઈચ્છાથી અજિતસ્વામીને બતાવી. પછી સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું. તેવા પુરુષને તેવા જ શિક્ષક હેય છે.
એવી રીતે પિતાને ગ્ય ચેષ્ટા કરતા તે બંને કુમારે, પથિક જેમ ગ્રામની સીમાનું ઉલંઘન કરે તેમ આઘવયનું ઉલ્લંઘન કરી ગયા. સમરસ સંસ્થાન અને વજwષભનારાચ સંહનનથી શોભતા, સુવર્ણ સમાન કાંતિવાળા, સાડાચારસે ધનુષ ઊંચાઈવાળા, શ્રીવત્સના ચિહથી જેમના વક્ષસ્થળ લાંછિત થયેલા છે એવા અને સુંદર મુગટથી શોભતા તે બંને કુમાર, કાંતિના આધિક્યને કરનારી શરઋતુને જેમ સૂર્ય–ચંદ્ર પામે તેમ શરીરસંપત્તિને વિશેષ કરનારા યાવનવયને પ્રાપ્ત થયા. યમુના નદીના તરંગ જેવા કુટીલ અને શ્યામ કેશથી અને અષ્ટમીના ચંદ્ર જેવા લલાટથી તે બંને કુમાર અધિક ભવા લાગ્યા. સેનાનાં બે દર્પણે હોય તેવા તેમના બે કપિલ શોભવા લાગ્યા; સ્નિગ્ધ અને મધુર એવાં બે નેત્રે નીલકમળના પત્રની જેમ ચળકવા લાગ્યાં તેની સુંદર નાસિકા
૧ મત-હાથીને દબાણ કરવાની કળાયુકત ત્રણ પ્રકારના પ્રયત્ન. ૨ ધારા–ધેડાને ચલાવવાની ચાલ(ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org