________________
૨૫૪ નામાભિધાન મહત્સવ
સગ ૨ જે. સનાથે થયેલ હતો. એ રીતે ઇદ્રનું વિમાન જેમ આભિગિક દેવતાઓ રચે તેમ રાજાને મંડપ તત્કાળ સેવકેએ તૈયાર કર્યો. પછી મંગળદ્રવ્ય હાથમાં રાખી હષ સહિત ત્યાં આવનારા સ્ત્રી-પુરુષોને છડીદારે યથાયોગ્ય સ્થાને બેસાર્યા અને અધિકારીઓએ કુંકુમના અંગરાગથી, તાંબૂલથી અને કુસુમોથી પિતાના બંધુની જેમ તેમની ગૌરવતા કરી. તે પ્રસંગે ઉત્તમ એવાં મંગળ વાજિંત્રો મધુર સ્વરથી વાગવા લાગ્યાં, કુલીન કાંતાએ મંગળિક ગીત ગાવા લાગી, બ્રાહ્મણે પવિત્ર મંત્રોના ઉદ્દગાર કરવા લાગ્યા અને ગંધર્વોએ વર્તમાનાદિક ગાયનો આરંભ કર્યો. ચારણુભાટેએ તાલ વિના જ જયજયકાર શબ્દ કર્યો. તેમના ઉદાર પ્રતિધ્વનિથી જાણે તે મંડપ બેલ હોય તેવું જણાવા લાગ્યું. ગર્ભમાં રહેલા એ બાળકની માતા મારાથી પાસા રમવામાં જીતી શકાયું નહીં, એ હકીકત યાદ કરીને રાજાએ પિતાના પુત્રનું “અજિત એવું અને ભ્રાતાના પુત્રનું “સગર’ એવું પવિત્ર નામ રાખ્યું. સેંકડો ઉત્કૃષ્ટ લક્ષણેથી ઓળ ખાતા, પૃથ્વીને ઉદ્ધાર કરવાની સહનશીલતાવાળા અને જાણે પિતાની બે ભુજા હોય તેવા તે બંને કુમારને જોતાં તે રાજા જાણે અમૃતમાં મગ્ન થયા હોય તેમ અખંડ સુખને પામ્યા.
-
Vइत्याचार्यश्रीहेमचद्रविरांचते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि श्री अजितस्वामितीर्थंकरसगरचक्रधरजन्मवर्णनो नाम द्वितीयः सर्गः ॥२॥
)
સી સર્ગ ૩ જે.
૩
હત છે આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ અજિતપ્રભુનું અને રાજાએ આજ્ઞા કરેલી ધાત્રીઓ ૦. સાકમારનું પાલન કરવા લાગી. પોતાના હસ્તકમળના અંગૂઠામાં ઇદ્ર સંકમાવેલા અમૃતનું અજિતસ્વામી પાન કરતા હતા; કારણ કે તીર્થકરે સ્તનપાન કરનાર મહેતા નથી. ઉધાનવૃક્ષ જેમ નીકના જળનું પાન કરે તેમ સગરકુમાર ધાત્રીનું અનિંદિત સ્તનપાન કરતા હતા. વૃક્ષની બે શાખાની જેમ અને હાથીના બેદાંતની જેમ એ બંને રાજકુમારે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. પર્વત ઉપર જેમ સિંહના બાળકે ચડે તેમ તે બંને રાજકુમારે અનુક્રમે રાજાના ઉત્સંગમાં ચડવા લાગ્યા. તેમના મુગ્ધ હાસ્યથી માતાપિતા ખુશી થતા અને તેમના પરાક્રમ સહિત ચાલવાથી વિસ્મય પામતા. કેસરીસિંહના કિશોર જેમ પાંજરામાં પડી રહેતા નથી તેમ ધાત્રી માતાએ તેમને વારંવાર પકડી રાખતી તે પણ તે કુમારે તેના ઉત્કંગમાં બેસી રહેતા હતા. સ્વચ્છેદે વિચરતા એવા તે બંને કુમારે પિતાની પછવાડે દોડતી ધાત્રીઓને ખેદ પમાડતા હતા; કારણ કે મહાત્માઓનું વય ગૌણ હેતું નથી. વેગથી વાયુકુમારને ઉલ્લંઘન કરનાર તે બંને કુમારે કીડા કરવાના શુક અને મયૂર વિગેરે પક્ષીઓને દેડીને ગ્રહણ કરતા હતા. ભદ્ર હાથીની જેમ સ્વદે વિચરતા એવા તે બાળકો જુદા જુદા ચાતુર્યથી ધાત્રીઓને ગતિમાં ચૂકાવતા હતા. તેમના ચરણકમળમાં પહેરાવેલા આભૂષણની ઝણઝણાટ કરતી ઘુઘરીઓ ભમરાની પેઠે શોભતી હતી. તેમના કંઠમાં હદય ઉપર લટકતી સુવર્ણ રત્નની લવંતિકા (માળા) આકાશમાં લટકતી વિજળીની જેમ શોભતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org