________________
પd ૨ જું
સગરકુમારે પ્રભુ સમક્ષ દર્શાવેલ વિવિધ કળાઓ.
૨૫૫
સ્વેચ્છાએ કીડા કરતા તે કુમારના કાનમાં પહેરાવેલા સુવર્ણનાં નાજુક કુંડળે જળમાં સંક્રમ થતા નવીન આદિત્યના વિલાસને ધારણ કરતા હતા. તેમના ચાલવાથી હાલતી એવી કેશની શિખા નવી ઊગેલી બાળમયૂરની કળા જેવી શોભતી હતી. જેમ મેટા તરંગે રાજહંસને એક પમાંથી બીજા પદ્મમાં લઈ જાય તેમ રાજાઓ તેમને એક ઉસંગમાંથી બીજા ઉલ્લંગમાં લેતા હતા. જિતશત્રુ રાજા રત્નના આભરણની જેમ તે બંને કુમારને ઉત્કંગ, હદય, ભુજા, સકંધ અને મસ્તક ઉપર આરોપણ કરતા હતા. ભ્રમર જેમ કમળને સુંઘે તેમ તેઓના મસ્તકને વારંવાર સુંઘતા પૃથ્વીપતિ પ્રીતિને વશ થઈ તૃપ્તિ પામતા નહતા. રાજાની આંગળીએ વળગી પડખે ચાલતા તે કુમારે મેરુપર્વતની બે બાજુએ ચાલતા બે સૂર્ય જેવા શુભતા હતા. યોગી જેમ આત્મા અને પરમાત્માને ચિંતવે તેમ જિતશત્રુ રાજા તે બંને કુમારને પરમાનંદવડે ચિંતવતા (સંભારતા) હતા. પિતાના ઘરમાં ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષની જેમ રાજા વારંવાર તેમને જોતા હતા અને રાજશુકની પેઠે વારંવાર તેમને બોલાવતા હતા. રાજાને આનંદની સાથે અને ઈવાકુ કુળની લહમીની સાથે તે બંને કુમારે અનુક્રમે અધિક અધિક વૃદ્ધિ પામવા લાગ્યા,
મહાત્મા અજિતકુમાર સર્વ કળા, ન્યાય અને શબ્દશાસ્ત્ર વિગેરે પિતાની મેળે જ જાણું ગયા; કારણ કે જિનેશ્વરે જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. સગરકુમારે રાજાની આજ્ઞાથી સારે દિવસે મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવાનો આરંભ કર્યો. સમુદ્ર જેમ નદીઓના જળનું પાન કરે તેમ સગરકુમારે પણ શબ્દશાસ્ત્રોનું થોડા દિવસમાં પાન કર્યું. દીપક જેમ બીજા દીપકથી તિને ગ્રહણ કરે તેમ સુમિત્રાના પુત્ર સગરકુમાર સાહિત્યશાસ્ત્રનું જ્ઞાન ઉપાધ્યાયની પાસેથી વગર પ્રયાસે ગ્રહણ કર્યું. સાહિત્ય રૂપી વેલના પુષ્પરૂપ અને કર્ણને રસાયનરૂપ પિતાના બનાવેલાં નવીન કાબેવડે વીતરાગની સ્તવના કરીને પોતાની વાણીને તેણે કૃતાર્થ કરી. બુદ્ધિની પ્રતિભાના સમુદ્રરૂપ એવાં પ્રમાણુશાસ્ત્રને તેણે પિતે મૂકી રાખેલા નિધિની જેમ અવિલંબે ગ્રહણ કર્યા. જિતશત્રુ રાજાએ અમોઘ બાણોથી જેમ શત્રુઓને જીત્યા તેમ સગરકુમારે અમોઘ એવા સ્યાદ્વાદ સિદ્ધાંતથી સર્વ પ્રતિવાદીઓને જીત્યા. છ ગુણ, ચાર ઉપાય અને ત્રણ શક્તિઓ ઈત્યાદિ પ્રગરૂપ તરંગોથી આકુળ અને દુરવગાહ એવા અર્થશાસ્ત્રરૂપ મોટા સમુદ્રનું તેણે સારી રીતે અવગાહન કર્યું. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનું તેણે કષ્ટ વિના અધ્યયન કર્યું. ચાર પ્રકારે વાગવાવાળું, ચાર પ્રકારની વૃત્તિવાળું, ચાર પ્રકારના અભિનયવાળું અને ત્રણ પ્રકારના સૂર્યજ્ઞાનના નિદાનરૂપ વાઘશાસ્ત્ર પણ તેણે ગ્રહણ કર્યું. દંતઘાત, મહાવસ્થા, અંગલક્ષણ અને ચિકિત્સાએ પૂર્ણ એવું ગજલક્ષણુજ્ઞાન પણ તેણે ઉપદેશ વિને જાણી લીધું. વાહનવિધિ અને ચિકિત્સા સહિત અશ્વલક્ષણશાસ્ત્ર તેણે અનુભવથી અને પાઠથી કરી લીધું. ધનુર્વેદ તથા બીજા શાસ્ત્રોનું લક્ષણ પણ શ્રવણમાત્રથી જ લીલાવડે પિતાના નામની પેઠે તેણે હદયમાં ધારણ કરી લીધું. ધનુષ, ફલક, અસિ, છરી, શલ્ય, પરશુ, ભાલું, બિંદિપાલ, ગદા, કૃપાછું, દંડ, શક્તિ, શૂળ, હળ, મુસળ, યષ્ટિ, પટ્ટિસ, દુસ્કેટ, મુષઢી, ગોફણ, કણય, ત્રિશૂળ, શકે અને બીજા શસ્ત્રોથી તે સગરકુમાર શાસ્ત્રના અનુમાન સહિત યુદ્ધકળામાં કુશળતાને પામે. પર્વણીના ચંદ્રની જેમ તે સર્વ કળામાં પૂર્ણ થયે અને ભૂષણોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org