________________
પર્વ ૨ નું જિન તથા ચક્રવતીના જન્મથી નગરજનોને ઉત્સાહ ૨૫૩ હર ગાયન કરવા લાગી. રનનાં કર્ણાભરણ, પઢક, બાજુબંધ, કંકણું અને નપુરથી જાણે રત્નાદિની દેવીઓ હોય એવી તેઓ શોભતી હતી અને જાણે કલ્પવૃક્ષની લતા હોય તેમ તેઓ બંને તરફ લટકતા ચલાયમાન છેડાવાળા ઉત્તરીય વસ્ત્રોથી શ્રેણીબદ્ધ પરિકરવાળી જણાતી હતી. તે વખતે નગરની કુળવાન સ્ત્રીઓ પણ પવિત્ર દૂર્વા સહિત પૂર્ણ પાત્રોને હાથમાં ધારણ કરી ત્યાં આવવા લાગી. તેઓએ કસુંબાનાં ઉત્તરીય વસ્ત્રોથી સુંદર બુરખા ધારણ કર્યા હતા, તેથી તેઓ સંધ્યાનાં વાદળાંથી આચ્છાદિત થયેલી પૂર્વ દિશાના મુખની લક્ષમીને હરતી હતી. કુંકુમના અંગરાગથી શરીરશોભાને અધિક કરનારી તેઓ વિકસ્વર કમળવનના પરાગથી જેમ નદીઓ શોભે તેમ શોભતી હતી, પિતાના મુખ અને લોચન નીચાં કર્યા હતાં, તેથી જાણે તેઓ ઈર્ષા સમિતિ શોધતી હોય તેવી જણાતી હતી અને નિર્મળ વરુથી જાણે નિર્મળ શીલવાળી હોય તેવી તેઓ જણાતી હતી.
કેટલાએક સામંતે અક્ષતની જેમ સુંદર મોતીથી પાત્રને પૂરી રાજાના મંગળિકને માટે રાજાની પાસે લાવવા લાગ્યા. મહદ્ધિક દેવતાઓ જેમ ઇંદ્રની પાસે આવે તેમ પરમ ગાદ્ધિવાળા કેટલાક સામંત રાજાઓ રત્નાભૂષણના સમૂહ લઈને જિતશત્રુ રાજાની પાસે આવ્યા; કેટલાએક જાણે કદલસૂત્રથી અથવા બિસસૂત્રથી વણ્યાં હોય તેવાં મેટા મૂકવાળા ટકલ વસ્ત્રો લાવ્યા, કેટલાએકે જીભક દેવતાઓએ વરસાવેલી વસુધારાની જે સુવર્ણરાશિ મહારાજાને ભેટ કર્યો કેઈએ દિગ્ગજોના જાણે યુવરાજ હોય તેવા શૌર્યવાળા અને ઉન્મત્ત હાથીઓ ભેટ કર્યા અને કોઈ ઉચ્ચ શવાના જાણે બંધુ હોય તેમજ સૂર્યાશ્વના જાણે અનુજ હોય તેવા ઉત્તમ ઘોડાઓ લાવી અર્પણ કરવા લાગ્યા. હર્ષથી હૃદયની જેમ રાજાનું ગૃહાંગણ અનેક રાજાઓએ ભેટ કરેલા વાહનેથી વિશાળ હતું તો પણ સાંકડું થઈ ગયું. રાજાએ સર્વની પ્રીતિને માટે સઘળી ભેટ ગ્રહણ કરી; નહીં તે દેવના દેવ જેના પુત્ર છે તેને શું ન્યૂન હતું ?
રાજાના આદેશથી નગરમાં સ્થાને સ્થાને દેવતાનાં જાણે વિમાન હોય તેવા મોટા મંચકો રચવામાં આવ્યા. દરેક હવેલી અને દરેક ઘરમાં, કૌતુકથી જ્યોતિષ્ક દેવે આવીને રહ્યા હોય તેવાં રતનપાત્ર સમાન તોરણ બાંધ્યા અને દરેક માર્ગમાં ભૂમિનું મંગળસૂચક વિલેપન હોય તેમ રજની શાંતિને માટે કેશરના જળથી છંટકાવ કરવામાં આવ્યું. નગરલોકે ઠેકાણે ઠેકાણે નાટક, સંગીત અને વાજિંત્રોના નાદ કરવા લાગ્યા. રાજાએ દશ દિવસ સુધી તે નગરીને શુક(જગાત) તેમજ દંડ રહિત, સુભટેના પ્રવેશ વિનાની, કર વિનાની અને મહત્સવમય કરી દીધી.
પછી તે મહારાજાએ શુભ દિવસે પુત્ર અને ભત્રીજાને નામકરણત્સવ કરવાને પિતાના સેવકને આજ્ઞા કરી. તેઓએ ગાઢ અને અનેક પુટવાળાં વસ્ત્રોથી, જાણે રાજાની આજ્ઞાના ભયથી સૂર્યનાં કિરણ પ્રવેશ ન કરી શકે તે એક મંડપ બનાવ્યું. તેના દરેક સ્તંભની સમીપે અનેક કદલીખંભે શોભતા હતા, તે જાણે પુષ્પની કળીઓથી આકાશમાં પદ્મઅને વિસ્તારતા હોય તેવા જણાતા હતા. જાણે રક્ત થયેલી મધુકરી હોય તેવી લકમીએ નિરંતર આશ્રિત કરેલા પુષ્પગ્રહે ત્યાં વિચિત્ર પુષ્પથી રચવામાં આવ્યા હતા. હંસરેમથી અંચિત થયેલાં અને રૂએ ભરેલાં કાષમય આસનેથી તે મંડપ નક્ષત્રોવડે આકાશની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org