________________
પર્વ ૨ જું અશ્રુતે કરેલ પરમાત્માની સ્તુતિ.
૨૫૧ પ્રતિબિંબની જેમ જે તમને હદયમાં ધારણ કરે છે તેઓની સન્મુખ હમેશાં સર્વ પ્રકારની લક્ષમી રહે છે. ઉત્કટ એવા કમરૂપી રેગથી પીડાતા પ્રાણીઓના રોગ પ્રતિકાર કરનારા એક વિદ્યરૂપ તમે તેમના ભાગ્યદયે ઉત્પન્ન થયેલા છે. તે સ્વામિન્ ! મારવાડના પાંથની જેમ તમારા દર્શનરૂપી અમૃતના શ્રેષ્ઠ સ્વાદથી અમે જરા પણ તૃપ્તિ પામતા નથી. હે પ્રભુ! સારથિવડે રથની જેમ અને કર્ણધારવડે નાવની જેમ નાયકરૂપ તમે ઉત્પન્ન થવાથી આ જગતના લોકે સન્માર્ગે પ્રવત્તો. હે ભગવાન! તમારા ચરણકમળની સેવાની પ્રાપ્તિથી અમારું ઐશ્વર્ય હમણાં કૃતાર્થ થયેલું છે.”
એવી રીતે એક સો આઠ કવડે સ્તુતિ કરી ઈદ્દે પ્રથમની જેમ પોતાના પાંચ રૂપ વિકૃત કર્યા. એક રૂપે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, બે રૂપે બે ચામર ધર્યા અને એક રૂપે હાથમાં વજ લઈ પ્રભુની આગળ પૂર્વવત્ ઊભા રહ્યા. પછી પિતાની ઈચ્છા પ્રમાણે યથાયોગ્ય પરિવાર સહિત નમ્રાત્મા તે વિનીતા નગરીમાં જિતશત્રુ રાજાને ઘેર આવ્યા. ત્યાં પ્રથમ મૂકેલા તીર્થકરના પ્રતિબિંબને સંવૃત કરી વિજયાદેવીની પડખે તીર્થકરને આરેપણ કર્યા. પ્રભુને ઓશીકે સૂર્યચંદ્રના જેવું કુંડળનું યુગલ તથા કમળ અને શીતળ એવું દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. આકાશમાંથી ઉતરતા સૂર્યના જેવું સુવર્ણના પ્રાકારે શણગારેલું શ્રીદામગંડક પ્રભુની ઉપર ઉલ્લેચમાં બાંધ્યું. પ્રભુની દષ્ટિના વિનેદને માટે મણિરત્ન સહિત હાર અને મનહર અદ્ધ હાર ઇદ્ર ત્યાં લટકાવ્યા. પછી ચંદ્ર જેમ કુમુદિનીની અને સૂર્ય જેમ પદ્મિનીની નિદ્રા હરે તેમ ઇંદ્ર વિજયાદેવીને આપેલી અવસ્થાપિની નિદ્રા હરણ કરી. ઇંદ્ર આદેશ કરેલા કુબેરની આજ્ઞાથી જભક જાતિના દેવતાઓએ જિતશત્રુ રાજાના ગૃહમાં તે વખતે સુવર્ણ, હિરણ્ય અને રત્નની જુદી જુદી બત્રીશ કેટી સંખ્યા પ્રમાણ વૃષ્ટિ કરી અને બત્રીશ નંદભદ્રાસનની વૃષ્ટિ કરી. મયંગ કલ્પવૃક્ષની જેમ તેમણે આભૂષણની વૃષ્ટિ કરી, અનગ્ન ક૨વૃક્ષોની જેમ વસ્ત્રની વૃષ્ટિ કરી અને ભદ્રશાલાદિક વનમાંથી ચુંટી લાવેલાની જેમ તરફ પત્રવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને ફળવૃષ્ટિ કરી. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષની જેમ તેઓએ વિચિત્ર વર્ણનાં પુષ્પોની માળાની વૃષ્ટિ કરી, અલાદિક ચૂર્ણને ઉડાડનારા દક્ષિણ પવનની જેમ ગંધવૃષ્ટિ અને પવિત્ર એવી ચૂર્ણ વૃષ્ટિ કરી અને પુષ્પકરાવત્ત મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ અતિ ઉદાર વસુધારાની વૃષ્ટિ કરી. પછી શકની આજ્ઞાથી તેના આભિગિક દેવતાઓએ આ પ્રમાણે ઉંદૂષણ કરી-“હે વિમાનિક, ભુવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતાઓ ! તમે સાવધાન થઈને સાંભળો. જે અહેતુ અને તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જકવૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે.”
અહીં મેરુપર્વત ઉપરથી ઇંદ્રાદિક સહિત સર્વે દેવતાઓ આનંદથી પ્રફુલ્લિત થઈ નંદીશ્વર દ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ ભગવંતને નમસ્કાર કરી જિતશત્રુ રાજાના ગૃહમાંથી નીકળી તત્કાળ ત્યાં પોંચ્યા. તેણે દક્ષિણ અંજનાદ્રિના શાશ્વત ચિત્યમાં શાશ્વત અહં તેની પ્રતિમા પાસે અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો અને તેના ચાર લોકપાલએ તેની ફરતા ચાર દધિમુખ પર્વત પરનાં ચૈત્યમાં હર્ષ સહિત ઉત્સવ કર્યો. ઉત્તરના અંજનાદ્રિ ઉપરના શાશ્વત
૧ ફૂલની માળાઓનો દડો (ગુચ્છ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org