Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર્વ ૨ જુ અચુતે કરેલ જન્માભિષેક
૨૪૯ શંખને દીર્ધ શબ્દ કરી પૂરતા હતા, કેઈ કસી તાલ વગાડતા હતા, કેઈ અખંડિત રત્નદડેથી ઝાલરને વગાડતા હતા, કોઈ ડમરુ વગાડતા હતા, કેઈ ડિંડિમને તાડન કરતા હતા, કેઈનકીની જેમ તાલલયને અનુસરી ઊંચા પ્રકારનું નૃત્ય કરતા કેઈ વિટ અને ચેટની જેમ હાસ્ય કરવાને માટે વિચિત્ર રીતે કુદતા હતા, કેઈ પ્રબંધ કરવા વિગેરેથી ગવૈયાની જેમ ગાયન કરતા હતા, કેઈ ગેવાળની જેમ ગળાથી ઉશૃંખલ સ્વરે ગાયન કરતા હતા, કોઈ બત્રીશ પાત્રોથી નાટકના અભિનય બતાવતા હતા, કેઈ પડતા હતા, કેઈ ઠેકતા હતા, કઈ રને વર્ષાવતા હતા, કેઈ સુવર્ણની વૃષ્ટિ કરતા હતા, કેઈ આભૂષણોને વર્ષાવતા હતા, કેઈ ચૂર્ણ વૃષ્ટિ કરતા હતા, કોઈ માળા પુષ્પ અને ફળને વરસાવતા હતા, કેઈ ચતુરાઈથી ચાલતા હતા, કઈ સિંહનાદ કરતા હતા, કેઈ અશ્વની જેમ હણહણાટ કરતા હતા, કેઈ હસ્તીની જેમ ગર્જના કરતા હતા, કેઈ રણઘોષ કરતા હતા, કેઈ ત્રણે નાદને કરતા હતા, કેઈ પગના પ્રહારથી મંદરાચલને હલાવતા હતા, કેઈ ચપેટાવડે પૃથ્વીને ચૂર્ણ કરતા હતા, કઈ ઘણા આનંદથી વારંવાર કોલાહલ કરતા હતા, કેઈ મંડળીરૂપ થઈ ફરતા ફરતા રાસડા લેતા હતા, કેઈ કૃત્રિમ રીતે બળી જતા હતા, કોઈ કૌતુકથી અવાજ કરતા હતા, કેઈ ઉત્કટ રીતે મેઘગર્જના કરતા હતા અને કઈ વીજળીની જેમ પ્રકાશતા હતા એવી રીતે દેવતાઓ આનંદથી વિચિત્ર વિચિત્ર ચેષ્ટા કરતા હતા. તે અવસરે અચુદ્ર ભગવાનને હર્ષથી અભિષેક કર્યો. પછી નિષ્કપટ ભક્તિવાળા તે ઈદ્ર મસ્તક ઉપર મુગટ સમાન અંજલિ રચી ઊંચે સ્વરે જય જય શબ્દ કર્યો અને ચતુર સંવાહકની જેમ સુખસ્પશ હાથવડે દેવદૂષ્ય વસ્ત્રથી તેણે પ્રભુના શરીરને માન કર્યું. નટ જેમ નાટ્ય કરે તેમ ત્રણ જગતના સ્વામીની પાસે આનંદથી નૃત્ય કરતા દેવતાઓની સાથે તેણે પણ અભિનય કર્યો. તે આરણુટ્યુત કલપના ઈંદ્ર પછી ગશીર્ષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું; દિવ્ય અને ભૂમિના ઉત્પન્ન થયેલાં પુષ્પોથી અર્ચા કરી તેમની પાસે કુંભ, ભદ્રાસન, દર્પણ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવત્ત, વદ્ધમાન અને મત્સ્યયુગ-એ અષ્ટમંગલિક રૂપાના સ્વચ્છ અને અખંડિત અક્ષતવડે આલેખ્યા અને સંધ્યાઅશ્વની કર્ણિકાની જેવા પંચવણી પુષ્પના જાનુપ્રમાણુ સમૂહને પ્રભુની પાસે મૂક્યો. ધૂમાડાની વતિઓથી જાણે સ્વર્ગને તેરણવાળું કરતા હોય તેમ ધૂપના અગ્નિને તેણે ધૂપિત કર્યો. તે ધૂપ ઊંચે કરતી વખતે દેવતાઓ વાજિંત્ર વગાડવા લાગ્યા, તેથી દીર્ઘ સ્વરવાળી મહાઘોષા ઘંટાને પણ જાણે સંક્ષિપ્ત કરી દીધી હોય તેમ તેઓ ભવા લાગ્યા. પછી જ્યોતિમંડળની લમીને અનુસરનારું અને ઊંચા શિખામંડળવાળું આરાત્રિક ઉતારી, સાત-આઠ પગલાં પાછા ચાલી, પ્રણામ કરી રોમાંચિત થયેલા અચ્યું કે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે પ્રભુ! જાતિવંત સુવર્ણના છેદના જેવી છબીથી આકાશના ભાગને આચ્છાદન કરનાર અને પ્રક્ષાલન વિના પવિત્ર એવી તમારી કાયા કેને આક્ષેપ ન કરે? સુગંધી વિલેપન કર્યા સિવાય પણ નિત્ય સુગંધી એવા તમારા અંગમાં મંદારની માળાની જેમ દેવતાઓની સ્ત્રીઓનાં નેત્રો ભ્રમરપણુને પામે છે. હે નાથ ! દિવ્ય અમૃતરસાસ્વાદના પિષણથી જાણે હણાઈ ગયા હોય તેવા રંગરૂપી સપના સમૂહા તમારા અંગમાં પ્રવેશ કરી શકતા નથી. દર્પણના તળમાં લીન થયેલા પ્રતિબિંબના જેવા તમારા શરીરમાં A - 32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org