________________
૨૪૮ સ્નાનાભિષેકના દ્રવ્યની તયારી.
સગ ૨ જે કરણને માટે આભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી. તેઓએ ઈશાનદિશામાં જઈ ઊંચે પ્રકારે સમુઘાત કરી, સોનાના, રૂપાના, રત્નના, સુવર્ણના અને રૂપાના, સુવર્ણના અને રનના, રૂપાના અને રત્નના, સોનું, રૂપું અને રત્નના તથા માટીના-પ્રત્યેક જાતના એક હજાર ને આઠ આઠ કળશે બનાવ્યા. તે સાથે એટલી જ ઝારીઓ, દર્પણ, પાત્રો, પાત્રી, ડાબડા, રત્નના કરંડીયા અને પુષ્પની ચંગેરીઓ, એ સઘળું કાળક્ષેપ કર્યા સિવાય જાણે કે શાગારથી લઈ આવ્યા હોય તેમ વિકૃતિથી બનાવ્યા. અપ્રમાદી એવા તે દેવતાઓ કળશને લઈ, જળહારિણી જેમ સરોવરે જાય તેમ ક્ષીરસાગરે ગયા. ત્યાંથી જાણે મંગળશબ્દ કરતા હોય તેવા બુદ્દબુદ્દે શબ્દ કરનારા તે કુંભથી મેઘની જેમ તેમણે ક્ષીરદક ગ્રહણ કર્યું, તથા પુંડરીક, પદ્મ, કુમુદ, ઉત્પલ, સાંસપત્ર અને શતપત્ર જાતનાં કમળ પણ લીધા. ત્યાંથી પુરવર સમુદ્ર આવી, યાત્રાળુઓ જેમ દ્વીપમાંથી જળ ગ્રહણ કરે તેમ, જળ અને અનેક પ્રકારના પુષ્કરાદિક ગ્રહણ કર્યા. ભારત અને એરવત ક્ષેત્રમાં રહેલા માગધાદિ તીર્થનું જળ વિગેરે લીધું અને તપેલા પથિકની જેમ ગંગાદિક નદીઓમાંથી તથા પદ્માદિક દ્રોમાંથી માટી, જળ અને કમળ ગ્રહણ કર્યા. સઘળા કુળપર્વતોથી, સઘળા વૈતાઢ્યોથી, સર્વ વિજમાંથી, સર્વ, વક્ષાર પર્વતથી, દેવકુરુ અને ઉત્તરકુરું ક્ષેત્રમાંથી, સુમેરુના પરિધિ ભાગમાં રહેલા ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનથી તેમજ મલય, દર્દ રાદિ પર્વતોથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ ઔષધિ, ગંધ, પુષ્પ અને સિદ્ધાર્થાદિ ગ્રહણ કર્યા. વૈદ્યો જેમ ઔષધે એકઠા કરે અને ગાંધિકે જેમ ગંધીઆણું એકઠા કરે તેમ સર્વ દ્રવ્યને દેવતાઓએ એકઠા કર્યા. આદરપૂર્વક તે સર્વ ગ્રહણ કરી જાણે અમ્યુરેંદ્રના મનની સાથે સ્પર્ધા કરતા હોય તેવા વેગથી તેઓ સ્વામીની પાસે આવ્યા.
પછી અચુત કે દશ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયઅિંશ દે, ચાર લોકપાળે, ત્રણ પર્ષદાના દે, સાત સૈન્ય, તેના સાત સેનાપતિઓ અને ચાલીશ હજાર આત્મરક્ષક દેવની સાથે પરિવૃત થઈ ઉત્તરાસંગ કરી પ્રભુની પાસે આવી પુષ્પાંજલિ મૂકી, ચંદનથી ચર્ચિત કરેલા અને પ્રફુલિત કમળમાંથી આચ્છાદિત મુખવાળા એક હજાર ને આઠ કુંભને દેવતાઓની સાથે ગ્રહણ કર્યા. પછી ભક્તિના ઉત્કર્ષથી પોતાની જેમ નમાવેલા મુખવાળા તે કુંભને પ્રભુના મસ્તક ઉપર નામવા માંડ્યા. તે જળ પવિત્ર હતું છતાં પણ સુવર્ણના અલંકારમાં જેમ મણિ વધારે પ્રકાશે છે તેમ પ્રભુના સંગથી અતિ પવિત્ર થયું. જળની ધારાના અવાજથી કળશે શબ્દાયમાન થતા હતા, તેથી જાણે પ્રભુના સ્નાનવિધિમાં મંત્રને પાઠ કરતા હોય તેવા તે શોભતા હતા. કુંભમાંથી પડતો, જળને માટે પ્રવાહ પ્રભુની લાવણ્યસરિતાના વેણીસંગમને પામતે હતો. પ્રભુના સુવર્ણ જેવા ગૌર અંગમાં
ણુંમય હમવત પર્વતના કમળખંડમાં પ્રસરતા ગંગાના જળની જેવ' શેભતું હતું. સર્વાગે પ્રસરતા તે નિર્મળ અને અતિ મનોહર જળવડે પ્રભુ જાણે વસ્ત્ર સહિત હોય તેવા જણાતા હતા. ત્યાં ભક્તિના ભારથી આકુળ થયેલા કોઈ દેવતાઓ નાન કરાવતા એવા ઇંદ્ર અને દેવતાઓની પાસેથી પૂર્ણ કુંભને ખેંચી લેતા હતા. તે વખતે કોઈ પ્રભુને છત્ર ધરતા હતા, કેઈ ચામર વીંજતા હતા, કેઈ ધૂપદાન લઈને ઊભા હતા, કેઈ પુષ્પ અને ગંધને ધારણ કરતા હતા, કેઈ સ્નાત્રવિધિ ભણતા હતા, કેઈ જય જય શબ્દ કરતા હતા, કેઈ હાથમાં દંડ લઈને દુંદુભિ વગાડતા હતા, કેઈ ગાલ અને મુખને કુલાવી
પ્રસરતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org