Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર્વ ૨ જુ. બીજા ઈંદ્રનું મેરુપર્વતે આગમન.
૨૪૭ વિમાનમાં બેસીને તે નદંશ્વર દ્વીપને રતિકર પર્વત ઉપર થઈ મેરુના મસ્તક ઉપર આવ્યો.
તે પછી નાગકુમાર, વિદત્યુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિશીકુમારના દક્ષિણ શ્રેણીમાં રહેલા ધરણેક, હરી, વેણુદેવ, અગ્નિશિખ, વેલંબ, સુષ, જલકાંત, પૂર્ણ અને અમિત નામના ઈંદ્ર તથા ઉત્તર શ્રેણીના ભૂતાનંદ, હરિશિખ, વેદારી, અગ્નિમાણવ, પ્રભંજન, મહાઘોષ, જલપ્રભ, અવિશિષ્ટ અને અણિતવાહન નામના ઇંદ્રાએ સર્વેએ આસનકંપથી અવધિજ્ઞાને અતજન્મ જાણે. ધરણાદિકની ઘંટા ભદ્રસેન નામના સેનાપતિએ અને ભૂતાનંદાદિની ઘંટા દક્ષ નામના સેનાપતિએ વગાડી, તેથી બંને શ્રેણીની મેઘસ્વરા, કૌંચસ્વરા, હંચસ્વરા, મંજુસ્વરા, નંદિસ્વરા, નંદિઘોષા, સુસ્વરા, મધુસ્વરા અને મંજુષા નામની ઘંટાઓ વાગી; એટલે તે તે ભુવનપતિની બંને શ્રેણના સર્વે દે ક્ષણવારમાં ઘડાઓ જેમ પોતાના સ્થાનમાં આવે તેમ પિતપોતાના ઇંદ્ર પાસે આવ્યા. તેમની આજ્ઞાથી તેમના આભિગિક દેવતાઓએ રત્ન અને સુવર્ણથી વિચિત્ર, પચીશ હજાર જન વિસ્તારવાળાં વિમાન અને અઢીશે
જન ઊંચા ઈંદ્રવજ વિકૃત કર્યા. પ્રત્યેક ઈંદ્ર છ મહિષીઓ, છ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગણા અંગરક્ષક અને ચમર બલિની પેઠે બીજા ત્રાયઅિંશાદિક દેવેએ પરિવૃત્ત થઈ વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુ સમીપે આવ્યા.
પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિં પુરુષ, મહારગ અને ગંધર્વોના અધિપતિ કાળ, સ્વરૂપ,પૂર્ણભદ્ર, ભીમ, કિનર, સત્યપુરુષ, અતિકાય અને ગીતરતિ એ નામના દક્ષિણશ્રેણીમાં રહેલા અને ઉત્તરશ્રેણમાં રહેલા મહાકાળી, પ્રતિરૂપ, માણિભદ્ર, મહાભીમ, કિપુરુષ, મહાપુરુષ, મહાકાય અને ગીતયશા–એવા બંને શ્રેણીઓના પતિઓએ આસનકંપથી ભગવાનના જન્મને જાણ પોતપોતાના સેનાપતિઓ પાસે પોતાની મજાસ્વરા અને માઘોષા ઘંટાને અનકમે વગડાવી. ઘંટનાદ શાંત થયો એટલે સેના. પતિએ આઘાષણું કરી; તેથી પિશાચ વિગેરે નિકાયના વ્યંતરે પોતપોતાના ઇદ્ર પાસે આવ્યા. તે ઈદ્રો ત્રાયશ્ચિંશ અને લેકપાળ વિનાના દેવતાઓથી વીંટાયેલા હતા; કારણ કે તેમને સૂર્યચંદ્રની જેમ ત્રાયશ્ચિંશ તથા કપાળ નથી. તે દરેક ઈદ્ર પિતાના ચાર હજાર સામાનિક દેવતાઓ અને સેળ હજાર આત્મરક્ષક દેવતાઓ સાથે આભિગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુની પાસે આવ્યા. તેવી જ રીતે દક્ષિણશ્રેણી અને ઉત્તરશ્રેણીમાં રહેલા અણપનિકાદિક વાણવ્યંતરેની આઠ નિકાયના સેળ ઈદ્રો પણ પિશાચાદિ દેવેંદ્રની જેમ આસનકંપથી ભગવાનના જન્મને જાણ મંજુસ્વરા અને મંજુષા નામની ઘંટાને પોતપોતાના સેનાપતિઓ પાસે વગડાવી અને ઘોષણા કરાવી, પિતપોતાના વ્યંતરો સહિત આભિયોગિક દેવતાઓએ વિકૃત કરેલા વિમાનમાં બેસી પૂર્વવત્ પરિવાર સાથે ભગવંત પાસે આવ્યા. અસંખ્યાતા ચંદ્ર અને સૂર્ય પિતપોતાના પરિવારને ગ્રહણ કરી, પુત્રો જેમ પિતા પાસે આવે તેમ જિનેશ્વર પાસે આવ્યા. સ્વતંત્ર એવા તે સર્વ ઇ આવી રીતે પરતંત્રની જેમ સ્વામીને જમેન્સવ કરવાની ઈચ્છાએ ભક્તિથી ત્યાં આવ્યા.
હવે અગિયારમા અને બારમા દેવલોકન અમ્રુત નામના ઈ સ્નાત્ર કરવાના ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org