________________
પર્વ ૨ જુ. વિમલવાહન રાજાનું વર્ણન.
૨૧૯ વટેમાર્ગની તૃષાને છેદનારા શેરડીઓના વાઢ, રસરૂપી જળના કુંભ જેવી શેરડીઓથી શોભતા હતા; દરેક ગેકુળ અંગવાળી જાણે દૂધની નદીઓ હોય તેવી દૂધના ઝરણાને ઝરનારી ગાયે પૃથ્વીતળને ભીંજવતી હતી અને દરેક માગે જુગલિયા લેકેથી જેમ કુરુ ક્ષેત્રનાં કલ્પવૃક્ષે શોભે તેમ નીચે બેઠેલા વટેમાર્ગુઓથી ફળવાળાં વૃક્ષ શેભી રહ્યાં હતાં.
એ વિજયમાં પૃથ્વીને તિલક સમાન અને સંપત્તિઓના ભંડારરૂપ સુસીમા એવા યથાર્થ નામવાળી નગરી હતી. જાણે પૃથ્વીના મધ્યભાગમાંથી કેઈ અસુરનું નગર પ્રગટ થયું હોય તેમ અસાધારણ સમૃદ્ધિથી તે નગરરત્ન શોભતું હતું. તે નગરીની અંદર ઘરમાં એકલી સ્ત્રીઓ સંચાર કરતી, તો પણ રત્નમય ભીંતમાં તેમનાં પ્રતિબિંબ પડવાથી જાણે તે સખીઓ સહિત હોય તેવી જણાતી હતી. તેની તરફ સમુદ્રરૂપ ફરતી ખાઈવાળો અને વિચિત્ર રત્નમય શિલાએ યુક્ત જગતીના કેટ જે કિલ્લે શેભત હતે. મદજળને વર્ષના હાથીઓના સંચારથી વરસાદના જળની માફક તે નગરના માર્ગની રજ શાંત થતી હતી. કુળવાન સ્ત્રીઓના ઘુમટાની અંદર પણ સૂર્યનાં કિરણે કુમુદિનીના ઉદરની જેમ અવકાશ પામતાં નહોતાં. ત્યાં ચેની ઉપર ફરતા દવાના છેડાએ જાણે “તું પ્રભુના ચૈત્ય ઉપર થઈને ન જા' એમ સૂર્યને વારંવાર વરતા હોય તેવા જણાતા હતા; આકાશને શ્યામ કરનારા અને જળથી પૃથ્વીને ભરપૂર કરનારા ઘણુ ઉદ્યાને, પૃથ્વી ઉપર આવેલા મેઘની જેવા લાગતા હતા અને જાણે મેરુ પર્વતના કુમાર હોય તેવા આકાશપર્યત ઊંચા શિખરવાળા સુવર્ણરત્નમય હજારે કીડા
પર્વત શોભતા હતા. જાણે ધર્મ, અર્થ અને કામે મિત્રતા કરી સાથે ક્રીડા કરવાને ઊંચા - પ્રકારનું એક સંકેતસ્થાન કર્યું હોય તેવી તે નગરી જણાતી હતી. નીચે અને ઉપર
(પાતાળ અને સ્વર્ગમાં) રહેલી ભેગાવતી અને અમરાવતીની મધ્યમાં રહેલી આ નગરી જાણે ઘણી સમૃદ્ધિથી તુલ્ય એવી તેની સહોદરા (બહેન) હોય તેવી શોભતી હતી.
તે નગરીમાં ચંદ્રની પેઠે નિર્મળ ગુણરૂપી કિરણોથી વિમળાત્મા એ વિમલવાહન નામે રાજા હતે.પિોષણ કરતો, પાલન કરતો, વૃદ્ધિ પમાડતો અને ગુણેમાં જેડ ' તે વત્સલ રાજ પોતાની પ્રજાને અપત્યની પેઠે પાળતો હતે. તે ન્યાયતંત રાજા પિતાથી થયેલા અન્યાયને પણ સહન કરતો નહીં, કારણ કે નિપુણ લોક પિતાના અંગમાં થયેલા વણની પણ ચિકિત્સા કરે છે. એ મહાપરાક્રમી રાજા પવન જેમ વૃક્ષોને નમાવે તેમ ચારે તરફના રાજાઓનાં મસ્તકને લીલામાત્રમાં નમાવતે હતો. મહાત્મા તપોધન જેમ નાના પ્રકારના પ્રાણીવર્ગનું પાલન કરે તેમ પરસ્પર અબાધિતપણે તે ત્રિવર્ગનું પાલન કરતો હતો. વૃક્ષો જેમ ઉપવનને ભાવે તેમ ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય અને ક્ષાંતિ વિગેરે ગુણો તેને પરસ્પર શોભાવતા હતાં. સૌભાગ્યધુરંધર અને પ્રસારતા એવા તેના ગુણો ચિરકાળે આવેલા મિત્રની પેઠે સર્વના કંડમાં લગ્ન થતા હતા. પવનની ગતિની પેઠે તે પરાક્રમી નૃપતિનું, શાસન પર્વત, અરણ્ય અને દુર્ગાદિ પ્રદેશમાં પણ અલના પામતું નહોતું. સર્વ દિશાઓને આક્રાંત કરી જેનું પ્રચંડ તેજ પ્રસરતું છે એવા તે રાજાના ચરણુ, સૂર્યની પેઠે સર્વ રાજાઓના મસ્તક ઉપર અથડાતા હતા. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org