________________
Aિllowforld
श्रीमदहते नमः
श्री त्रिषष्ठि शलाका पुरुष चरित्र )
પર્વ નું ૨ છો. श्री अजितनाथ चरित्र.
जयंत्यजितनाथस्य, जितशोणमणिश्रियः ।
ननेंद्रवदनादर्शाः, पादपद्मद्वयीनखाः ॥१॥ રાતા મણિઓની શોભાને જીતનારા અને નમતા એવા ઇંદ્રોના મુખને દર્પણરૂપ શ્રી અજિતનાથના બંને ચરણરૂપી કમળના નખ જયવંત વતે છે.
कर्माहिपाशनिर्नाश-जांगुलिमंत्रसभिभम् ।
अजितस्वामिदेवस्य, चरितं प्रस्तवीम्यतः ॥२॥ હવે કમરૂપી સપના પાશનો નાશ કરવામાં જાગુલિમંત્ર સમાન અજિતનાથસ્વામીનું ચરિત્ર હું હમચંદ્રાચાર્ય) વર્ણવું છું. | સર્વ કપની મધ્યમાં નાભિ સમાન એવા જંબુદ્વીપના મધ્યભાગમાં, જ્યાં પ્રાયે ષમસુષમાં નામે ચતુર્થ આરે નિરંતર વતે છે એવું મહાવિદેહ નામે ક્ષેત્ર છે. તે શ્રેત્રમાં સીતા નામે મહાનદીના દક્ષિણ તટ ઉપર ઘણું સમૃદ્ધિવાળે વત્સ નામે વિજય છે. પૃથ્વીમાં રહેલે વર્ગપ્રદેશને જાણે એક ભાગ હોય તેમ અદ્દભુત રમણિકતાને ધારણ કરતો તે વિજય (દેશ) શોભે છે, તેમાં ગામ ઉપર ગામ અને શહેર ઉપર શહેર વસેલાં હોવાથી શૂન્યતા ફક્ત આકાશમાં જ રહેલી હતી. ગામડામાં અને શહેરમાં પરસ્પર ઘણી સંપત્તિ સરખી હોવાથી માત્ર રાજાના આશ્રયને જ તફાવત દેખાતે. ત્યાં ઠેકાણે ઠેકાણે જાણે ક્ષીરસમુદ્રમાંથી નીકળીને આવતી સેરેથી પૂરાઈ ગઈ હોય તેવી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળની વાપિકાઓ, મહાત્માઓનાં મન જેવાં સ્વચ્છ, હેટાં અને જેનાં મધ્યભાગ (ઊંડાઈ) કળી શકાય નહીં તેવાં તળાવ અને મેદિનીપી દેવીના પત્રવલ્લીના વિલાસને વિસ્તારતા લીલી વેવાળા બગીચા રહેલા હતા. ત્યાં ગામે ગામે
૧ શ્રી આદીશ્વર ચરિત્ર કહ્યાથી અનંતર. ૨ શહેરમાં રાજા હોય અને ગામડામાં ન હોય એટલે જ તફાવત હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org