________________
૨૪૪ સૌધર્મેદ્રનું જંબુદ્વીપમાં આગમન.
સગ ૨ જે દિશામાં મધ્યપર્ષદાના ચૌદ હજાર દેવતાઓનાં આસન હતાં. નિત્યક્રૂણમાં બાહ્યપર્ષદાના સોળ હજાર દેવતાનાં આસને રહેલાં હતાં. ઈદ્રના સિંહાસનની પશ્ચિમમાં સાત સેનાપતિનાં સાત આસને જરા ઊંચા રહેલાં હતાં અને આસપાસ ચારે દિશામાં ચોરાશી રાશી હજાર આત્મરક્ષક દેવતાઓનાં સિંહાસન હતાં.
ઈદ્રની આજ્ઞાથી એવું વિમાન તરત જ તૈયાર કરવામાં આવ્યું. દેવતાઓની ઈષ્ટસિદ્ધિ મનવડે જ સિદ્ધ થાય છે. પ્રભુની સન્મુખ જવામાં ઉત્સુક થયેલા શકેદ્ર તરતજ વિચિત્ર આભૂષણુને ધરનારું ઉત્તરકિય રૂ૫ બનાવ્યું. પછી લાવણ્યરૂપી અમૃતવલ્લી સમાન આઠ ઈંદ્રાણીઓની સાથે અને મેટી નાયસેના તથા ગંધર્વસેનાની સાથે હર્ષ પામેલે ઈ વિમાનની પ્રદક્ષિણા કરીને પૂર્વ તરફના રત્નમય સોપાનને માગે વિમાન ઉપર ચડ્યો અને મધ્યના રતનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે પર્વતના શિખરની ચૂલિકા ઉપર જેમ કેસરીસિંહ બેસે તેમ બેઠે. કમલિનીનાં પત્ર ઉપર જેમ હંસલીઓ બેસે તેમ ઈન્દ્રાણીઓએ અનુક્રમે પિતાપિતાના આસને અલંકૃત કર્યા. ચોરાશી હજાર સામાનિક દેવતાએ, ઉત્તરદિશાના સોપાનથી વિમાન ઉપર આરૂઢ થયા અને રૂપવડે જાણે ઈદ્રના પ્રતિબિંબ હોય તેવા તેઓ પિતપતાના આસન ઉપર બેઠા. બીજા પણ દેવ અને દેવીએ દક્ષિણ તરફના સોપાનમાથી ચડી યોગ્ય આસને બેઠા. સિંહાસન ઉપર બેઠેલા ઇંદ્રની આગળ જાણે એક એક ઈંદ્રાણીએ મંગળ કર્યા હોય તેવા અષ્ટ મંગળિક ચાલ્યા. તે પછી છત્ર, ઝારી અને પૂર્ણ કુંભાદિક ચાલ્યા, કારણ કે તે સ્વરાજ્યનાં ચિહ્નો છે અને છાયાની જેમ તેના સહચારી છે. તેની આગળ હજાર જન ઊંચે મહાધ્વજ ચાલ્યો. તે સેંકડે લઘુ ધ્વજાઓથી અલંકત હોવાને લીધે પદ્વવથી વૃક્ષની જેમ શેભતો હતો. તેની આગળ ઇંદ્રના પાંચ સેનાપતિઓ અને પિતાના અધિકારમાં અપ્રમાદી એવા આભિગિક દેવતાઓ ચાલ્યા. આવી રીતે અસંખ્ય મહદ્ધિક દેવોએ વીટાયેલ અને ચતુર ચારણ ગણેએ જેની ઋદ્ધિની સ્તુતિ કરેલી છે એવો ના સેના અને ગંધર્વ સેનાએ નિરંતર આરંભેલાં નાટય, અભિનય તથા સંગીતમાં કુતુહળવાળો થયેલે, પાંચ અનીકે એ જેની આગળ મહાધ્વજ ચલાવ્યું છે એ અને વાજિંત્રોના અવાજથી જાણે બ્રહ્માંડને ફેડ હોય તેવો જણાતો ઇંદ્ર સૌધર્મ દેવલોકના ઉત્તર તરફના તિર્યફમાગે પાલક વિમાનવડે પૃથ્વી ઉપર ઉતરવાની ઈચ્છાએ ચાલ્યો. કોટિગમે દેએ પરિપૂર્ણ થયેલું પાલક વિમાન જાણે ચાલતું સૌધર્મકલ્પ હાય તેમ નીચે ઉતરતું શોભવા લાગ્યું. વેગમાં મનની ગતિને પણ ઉલ્લંઘન કરનાર તે વિમાન અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘન કરી ગયું અને પૃથ્વીમાં રહેલ જાણે સૌધર્મકપ હોય તેવા દેવતાને ક્રીડા કરવાના સ્થાનરૂપ નંદીશ્વરદ્વીપે તે વિમાન પહોંચ્યું. ત્યાં અગ્નિકૂણમાં રહેલા રતિકર નામના પર્વત ઉપર જઈને ઈંદ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. પછી વિમાનને અનુક્રમે સંક્ષિપ્ત કરતો કરતો તે જંબૂદ્વીપમાં ભરતખંડની અંદર વિનીતાનગરીમાં આવ્યું અને તેવા લઘુ વિમાનથી તેણે પ્રભુના સૂતિકા ગૃહને સ્વામીની કરે તેમ ત્રણ વાર પ્રદક્ષિણા કરી; કારણ કે સ્વામીએ અલંકૃત કરેલી ભૂમિ પણ સ્વામીવત્ વંદનિક છે. પછી સામંત રાજા જેમ મોટા રાજાના ઘરમાં આવતાં વાહન દૂર રાખે તેમ તેણે ઇશાનદિશામાં પોતાનું વિમાન સ્થાપન કર્યું અને કુલીન કૃત્યની પેઠે ભક્તિથી શરીરને સંકેચી તેણે સૂતિકા ગૃહમાં પ્રવેશ કર્યો. પિતાનાં નેત્રને ધન્ય માનનારા ઈંદ્ર તીર્થકર અને તેમની માતાને નજરે જોતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org