________________
૨૪૩
પર્વ ૨ જું.
પાલક વિમાનનું વર્ણન. રાણીની કુક્ષીથી જગતના ગુરુ અને વિશ્વને અનુગ્રહ કરનારા બીજા તીર્થકર જગતના ભાગ્યદયથી આજે જન્મેલા છે. પોતાના આત્માને પવિત્ર કરવાને પ્રભુના જન્માભિષેકને માટે આપણે પરિવાર સહિત ત્યાં જવું જોઈએ, માટે તમારે સર્વેએ પોતાની સર્વ ઋદ્ધિ અને સર્વ બળ સહિત મારી સાથે આવવા માટે તત્કાળ અહીં આવવું” મેઘગર્જનાથી મયૂર જેમ એ ઘોષણાથી સર્વ દેવતાઓ અમંદ આનંદ પામ્યા, તત્કાળ જાણે સ્વર્ગસંબંધી પ્રવહણે હોય તેવાં વિમાનમાં બેસી બેસીને આકાશસમુદ્રને આક્રમણ કરતા તેઓ ઈંદ્રની સમીપ આવી પહોંચ્યા.
ઈદ્ર પિતાના પાલક નામના આભિયોગિક દેવતાને સ્વામીની પાસે જવા માટે એક વિમાન રચવાની આજ્ઞા કરી, તેથી તેણે લક્ષ યોજન વિસ્તારવાળું, જાણે બીજે જંબુદ્વીપ હોય તેવું અને પાંચશે જન ઊંચું એક વિમાન વિકૃત કર્યું. તેની અંદર રહેલી રત્નની ભીંતોથી જાણે ઉછળેલા પરવાળાવાળો સમુદ્ર હોય, સુવર્ણમય કુંભોથી જાણે વિકસિત પધ્રોવાળું સરેવર હોય, લાંબા ધ્વજનાં વથી જાણે સર્વ અંગમાં તિલકિત થયેલું હોય, વિચિત્ર રત્નશિખરોથી જાણે અનેક મુગટવાળું હોય, અનેક રત્નમય ખંભથી જાણે લક્ષ્મીની હાથણીના આલાનખંભવાળું હોય અને રમણીક પૂતળીએથી જાણે બીજી અપ્સરાઓથી આશ્રિત થયેલું હોય તેવું તે જણાતું હતું. તાલને ગ્રહણ કરનારા નટની જેમ કિંકિણજાલથી તે મંડિત હતું, નક્ષત્ર સહિત આકાશની જેમ મેતીના સાથી આથી અંકિત થયેલું હતું અને ઈહામૃગ, અશ્વ, વૃષભ, નર, કિન્નર, હાથી, હંસ, વનલતા અને પદ્મલતાઓનાં ચિત્રેથી તે શણગારેલું હતું જાણે મહાગિરિથી ઉતરતા વિસ્તાર પામેલા નિર્ઝરણના તરંગો હોય તેવી તે વિમાનની ત્રણ દિશામાં પાનપંક્તિઓ હતી. પાનપંક્તિની આગળ ઈદ્રના અખંડ ધનુષની શ્રેણીના જાણે સહેદર હોય તેવાં તોરણે હતાં. તેનો મધ્યભાગ પરસ્પર મળી ગયેલા પુષ્કરમુખ અને ઉત્તમ દીપકશ્રેણીની જેમ સરખા તલવાળે અને કેમલતા સહિત હતો. સુસ્પેશવાળા અને કમળ કાંતિવાળા પંચવણું ચિત્રોથી વિચિત્ર થયેલ તે ભૂમિભાગ જાણે મયૂર પિચ્છથી આસ્તી થયો હોય તે શોભતું હતું. તેની મધ્યમાં લક્ષ્મીનું જાણે ક્રીડાગૃહ હોય અને નગરીને વિષે જાણે રાજગૃહ હોય તેવો પ્રેક્ષાગૃહમંડપ હતું. તેની વચ્ચે લંબાઈમાં અને વિસ્તાર માં આઠ જન પ્રમાણુવાળી અને ઊંચાઈમાં ચાર જન પ્રમાણુવાળી એક મણિપીઠિકા હતી. તેની ઉપર વીટી ઉપર જડેલા મેટા માણિકની જેવું એક ઉત્તમ સિંહાસન હતું. તે સિંહાસન ઉપર ઠરી ગયેલી શરદઋતુની ચંદ્રિકાના પ્રસારના ભ્રમને આપનારો રૂપા જે ઉજજવલ ઉલેચ હતો. તે ઉલેચની વચમાં એક વમય અંકુશ લટકતો હતો. તેની નીચે એક કુંભિક મુકતામાળા લટકતી હતી અને ચારે દિશામાં જાણે તેની અનુજ હોય તેવી અર્ધકુંભના પ્રમાણુવાળા મુકતાફળની ચાર માળા લટકતી હતી. મૃદુ પવનથી મંદ મંદ આંદોલન થતાં તે હાર ઈદ્રની લહમીને રમવાના હીંચકાની શેભાને ચોરતા હતા. ઈદ્રના મુખ્ય સિંહાસનની ઈશાન દિશામાં, ઉત્તર દિશામાં અને વાયવ્ય દિશામાં રાશી હજાર સામાનિક દેવતાનાં તેટલાં રમણુક રત્નમય ભદ્રાસને હતાં. પૂર્વમાં ઈદ્રની આઠ ઈદ્રાણુઓનાં આઠ. આસને હતાં, તે જાણે લક્ષ્મીને ક્રીડા કરવાની માણિયેવેદિકા હોય તેવાં શોભતાં હતાં. અગ્નિકૂણમાં અત્યંતરપર્ષદાનાં બાર હજાર દેવતાનાં આસને હતાં. દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org