________________
પર્વ ૨ જુ સ્વપ્નશાસ્ત્રીઓનું આગમન.
૨૩૫ એથી, જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તેવા રત્નના ઢગલાથી, જગતના હર્ષનાં જાણે બીજા હેય તેવાં સત્તર પ્રકારના ધાન્યથી, સર્વ કપક્ષેથી જાણે લાવ્યા હોય તેવાં વથી,
તિષ્ક દેવતાઓના જાણે રથ હોય તેવાં અતિ સુંદર વાહનથી તથા દરેક ગૃહ, દરેક દુકાન અને દરેક ચેક નવા કરવાથી ધનદે પૂરેલી:તે નગરી અલકાપુરીની જેવી શોભવા લાગી.
તે જ રાત્રિએ સુમિનીત્ર એ જયંતી જેનું બીજું નામ યશોમતી હતું તેમણે પણું તે જ ચૌઢ સ્વને જોયા. કુમુદિનીની પેઠે અધિક હર્ષ ધરતી તે વિજયા અને વૈજયંતીએ બાકી રહેલી રાત્રિ જાગૃતપણે જ નિર્ગમન કરી. સ્વામિની વિયાએ પ્રાતઃકાળે તે સ્વપ્નવૃત્તાંત જિતશત્રુ રાજાને કહ્યો અને વૈજયંતીએ સુમિત્રવિજયને કો. વિજ્યા દેવીનાં તે સ્વપ્ન સરલ મને વિચારી જિતશત્રુ રાજા તેનું ફળ આવી રીતે કહેવા લાગ્યા “હે મહાદેવિ ! ગુણોથી જેમ યશની વૃદ્ધિ થાય, શાસ્ત્રાભ્યાસથી જેમ વિશેષ જ્ઞાનની સંપત્તિ થાય અને સૂર્યનાં કિરણોથી જેમ જગતમાં ઉદ્યોત થાય તેમ આ સ્વપ્નથી તમારે પણ ઉત્કૃષ્ટ એ પુત્ર થશે.” એવી રીતે રાજા સ્વપ્નનું ફળ વિસ્તારતા હતા, એવામાં પ્રતિહારીએ નિવેદન કરેલા સુમિત્રવિજય ત્યાં આવ્યા. પંચાગે ભૂતલને સ્પર્શ કરવાપૂર્વક રાજાને દેવવતુ નમસ્કાર કરી તેઓ યથાસ્થાને બેઠા. ક્ષણવાર રહી ફરીથી તે કુમારે ભક્તિથી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “આજની રાત્રિના છેલ્લા પ્રહરે આપની વધુ વૈજયંતીએ મુખમાં પ્રવેશ કરતાં એવાં સ્વપ્ન જોયાં છે, તે આ પ્રમાણે- ગજેનાથી દિગ્ગજને પણ જય કરનાર હસ્તી, ઊંચી કુંઢવાળો અને ઉજજવળ આકૃતિવાળે વૃષભ, ઊંચી કેશાવળીની પંક્તિએ પ્રકાશિત મુખવાળે કેસરી, બંને તરફ એકેક હસ્તીએ અભિષેક કરાતી લમી, ઈદ્રધનુષ્યની જેવી પંચવણ પુષ્પની માળા, અમૃતકુંડની જે સંપૂર્ણ મંડળવાળો ચંદ્ર, સર્વ વિશ્વના એકત્ર કરેલા પ્રતાપવાળો હોય તે સૂર્ય, ઝુલતી પતાકાવાળે દિવ્ય રત્નમય મહાવજ, નવાં વેત કમળોથી મુખ પર આચ્છાદિત થયેલે પૂર્ણકુંભ, જાણે હજાર નેત્રવાળું હોય તેવું વિકસિત કમળાએ શોભતું પાસવર, તરંગોથી જાણે આકાશને ડુબાવવા ઈચ્છતા હોય તે સમુદ્ર, ઈદ્રના સામાનિક દેના વિમાનની જેવું મોટી હદ્ધિવાળું વિમાન, રત્નાચળનો જાણે સાર હોય તે સકુરણયમાન કાંતિવાળો રત્નકુંજ અને પિતાની શિખાથી આકાશને પલ્લવિત કરતે નિધૂમ અગ્નિ-એવા ચૌદ સ્વને તેણે જોયાં છે. તેનું ફળ તત્ત્વથી આપ જાણે છે અને તે ફળને ભજનાર પણ આપ જ છે.” રાજાએ કહ્યું-“આજ રાત્રિના ચરમ પ્રહરે વિજયાદેવીએ પણ આવાં જ સ્વપ્ન ફુટપણે જોયાં છે. જો કે એ મહાસ્વનો સામાન્યપણે પણ મોટા ફળને આપનારાં છે અને પૂર્ણિમાનાં ચંદ્રકિરણ જેવાં આનંદકારી લાગે છે, તથાપિ સ્વપ્નના વિશેષ ફલને જાણનારા વિદ્વાનને આ સ્વપ્નનું ફળ પૂછવું જોઈએ, કારણ કે ચંદ્રની કાંતિની પેઠે એ વિદ્વાનેમાં કુવલયને આનંદ કરવાપણું છે.” કુમારે હા કહી એટલે રાજાએ આદર સહિત પ્રેરેલા પ્રતિહારે સ્વપ્નશાસ જાણનારા વિદ્વાનોને બોલાવ્યા.
પછી પ્રતિહારે પ્રથમ વિજ્ઞપ્તિ કરેલા તે નિમિત્તિકે જાણે સાક્ષાત સ્વપ્નશાસ્ત્રના રહસ્ય હોય તેવા એ રાજાની આગળ હાજર થયા. તેમણે જોયેલાં વેત વસ્ત્ર પહેરેલાં * ચંદ્રપક્ષે કુવલય એટલે ચઢવકાસી કમળ અને પક્ષે પૃથ્વીનું વલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org