________________
૨૪૦ છપ્પન દિશાકુમારીઓનું આગમન.
સગર જે. સુધી, નહીં થાડી તેમ નહિ અધિક એવી ગદકની વૃષ્ટિ કરી. તપથી જેમ પાપની શાંતિ થાય અને પૂર્ણિમાની ચંદ્રિકાથી જેમ અંધકારની શાંતિ થાય તેમ તે વૃષ્ટિથી તત્કાળ રજની શાંતિ થઈ ગઈ. ત્યારપછી રંગભૂમિમાં રંગાચાર્યની જેમ તેઓએ તત્કાળ વિકાસ પામેલાં વિચિત્ર પુના સમૂહથી ત્યાં પુષ્પના પગર ભર્યા અને કર્પર તથા અગરૂના ધૂપથી જાણે લક્ષમીનું વાસગૃહ હોય તેમ તે ભૂમિને સુવાસિત કરી દીધી. પછી તીર્થકર અને તેમની માતાથી થોડે દૂર ભગવંતના નિર્મળ ગુણોનું ગાયન કરવી ઊભી રહી. . તે પછી નંદા, નંદેત્તરા, આનંદ, આનંદવના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ નામની પૂર્વ રૂચકાદ્રિમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ પિતાની સર્વ ઋદ્ધિ અને પિતાના સર્વ બળ સહિત ત્યાં આવી. પૂર્વની પેઠે પરિવાર સહિત તેઓ સૂતિકા ગૃહમાં આવી, સ્વામી અને તેમની માતાને પ્રણામ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, સ્વામિનીને પોતાની ઓળખાણ આપી, પૂર્વવત નમી અને સ્તુતિ કરી, રત્નના દર્પણ હાથમાં રાખી, પૂર્વ તરફ ગાયન કરતી ઊભી રહી.
દક્ષિણ ચકાદ્ધિમાં વસનારી, સુંદર આભૂષણવાળી, માળાને ધરનારી, દિવ્ય વસ્ત્રવાળી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા તથા વસુંધરા એ નામને ધારણ કરનારી અને પૂર્વવત્ પરિવારવાળી આઠ દિકકુમારીએ પ્રભુના મંદિરમાં આવી, સ્વામિનીને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી, પિતાને ઓળખાવી, ભગવાન અને તેમની માતાની દક્ષિણ તરફ મધુર શબ્દ મંગળ ગાયન કરતી હાથમાં કળશ લઈને ઊભી રહી.
પશ્ચિમ રૂચકાદ્ધિમાં વસનારી આઠ દિશાકુમારીએ તેટલો જ પરિવાર લઈને ત્યાં આવી. તેમના ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એવાં નામ છે. તેઓ પૂર્વવત્ પિતાના આત્માને જણાવી, પ્રદક્ષિણા કરી, જિન અને જિનમાતાની પશ્ચિમ તરફ પિતાના હાથમાં સુંદર પંખા લઈ ગાયન કરતી ઊભી રહી.
ઉત્તર ચકાદ્રિમાં નિવાસ કરનારી અલંબુસા, મિશ્રકેશી, પુંડરિક, વાણી, હાસા, સર્વપ્રભાવા, શ્રી અને હી નામની આઠ કુમારીઓ પૂર્વની પેઠે પરિવાર સહિત ત્યાં આવી, પિતાને ઓળખાવી, પ્રદક્ષિણપૂર્વક ભગવાન અને તેમની માતાને નમસ્કાર કરી, હાથમાં ચામર લઈ ઉત્તર તરફ ગાયન કરતી ઊભી રહી.
વિફિચકાદ્રિમાં રહેનારી ચાર કુમારીએ જેનાં ચિત્રા, ચિત્રકન, સુતેરા અને સોત્રામણિ એવાં નામ છે, તેઓએ ત્યાં આવી પ્રદક્ષિણાપૂર્વક જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી પિતાના આત્માને નિવેદન કર્યો અને બંનેના વિપુલ ગુણેને ગાયન કરતી તેઓ દીપિકા લઈને ઈશાનકૂણે ઊભી રહી..
રૂચકદ્વીપની મધ્યમાં રહેનારી રૂપા, રૂપાંશિકા, સુરૂપ અને રૂપકાવતી એ નામની ચાર કુમારીઓ પણ દરેક પૂર્વની પેઠે પરિવાર સહિત મોટા વિમાન ઉપર આરૂઢ થઈ અહંત ના જન્મગૃહમાં આવી. પ્રથમ વિમાન સહિત ત્રણ પ્રદક્ષિણા કરી તે વિમાનને યોગ્ય સ્થાને સ્થાપન કર્યા. પછી પગે ચાલી ભગવાન અને તેમની માતાને ભક્તિથી પ્રદક્ષિણ અને પ્રણામ કરી આ પ્રમાણે કહેવા લાગી—“વિશ્વને આનંદ આપનારા હે જગતમાતા ! તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org