________________
૨૩૮ છપ્પન દિશાકુમારીઓનું આગમન.
સગ ૨ જે. વલ્લી શેભતી હતી, જગતને જય કરવાને ઈચ્છતા કામદેવને માટે જાણે પણછ તૈયાર કરી હોય તેવી અમૂલ્ય રત્નોએ રચેલી કટીમેખલાને તેઓ ધારણ કરતી હતી, તેના અંગનાં કિરણોથી જીતાયેલા સર્વ તિષ્ક દેનાં કિરણોથી જાણે તેમના ચરઘુકમળમાં લગ્ન થયા હોય તેવા રનના નુપૂરેથી તેઓ વિરાજતી હતી. તેમાં કોઈની અંગકાંતિ પ્રિયંગુ વૃક્ષની જેવી શ્યામ હતી, કેઈ પિતાની કાંતિથી આકાશમાં તાલીવનને વિસ્તાર કરતી હોય તેવી જણાતી હતી, કોઈ બાળસૂર્યની જેવી પિતાની કાંતિ ફેલાવતી હતી, કેઈ ચંદ્રિકાની જેમ પિતાની કાંતિથી પિતાના આત્માને સ્નાન કરાવતી હતી, કેઈ પિતાની કાંતિથી દિશાઓને કનકસૂત્ર આપતી હતી અને કોઈ જાણે વડુર્યમણિની પૂતળીઓ હાય તેવી કાંતિવાળી જણાતી હતી. ગળાકાર સ્તનથી જાણે ચક્રવાકયુમ સહિત નદીઓ હાય, લીલાયુક્ત ગતિથી જાણે રાજહંસીઓ હોય, કેમળ હસ્તોથી જાણે પલ્લવ સહિત લતાઓ હોય, સુંદર ભેચનથી જાણે વિકસિત પદ્મવાળી પદ્મિનીઓ હોય, લાવણ્યપૂરથી જાણે જળ સહિત વાપિકાઓ હોય અને અપૂર્વ સૌદર્યથી જાણે કામદેવની અધિદેવતા હોય તેવી તે શોભતી હતી. એ પ્રમાણેના સ્વરૂપને ધારણ કરતી તે છપ્પન દિશાકુમારીઓએ પિતાનાં આસન કંપાયમાન થતાં સંભ્રમથી તત્કાળ અવધિજ્ઞાને જોયું. એક સાથે સર્વે ને વિજયાદેવીની કુક્ષિથી તીર્થકરને પવિત્ર જન્મ જાણવામાં આવ્યું. તેઓ ચિંતવવા લાગી કે
આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધના મધ્ય ભાગમાં વિનીતાનગરીની અંદર ઈક્ષવાકુ કુળમાં જન્મેલા જિતશત્રુ રાજાની વિજયાદેવી નામે ધમપત્નીથી આ અવસર્પિણીમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર શ્રીમાન બીજા તીર્થકર ભગવાન ઉત્પન્ન થયેલા છે.” એમ વિચારી, આસનથી ઊઠી. હર્ષ સહિત તીર્થકરની દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, જાણે મનને આગળ કર્યું હેય તેમ પ્રભુને નમી, શક્રસ્તવથી સવેએ ભક્તિપૂર્વક વંદના કરી. પછી ફરી પિતાનાં રત્ન સિંહાસન ઉપર બેસી તેઓએ પોતપોતાના અભિયોગિક દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા કરી
અહો દેવતાઓ ! આજે અમારે દક્ષિણ ભરતાદ્ધમાં ઉત્પન્ન થયેલા બીજા તીર્થકરનું સૂતિકાકર્મ કરવાને જવું છે માટે વિસ્તાર ગર્ભવાળા અને મોટા પ્રમાણવાળા વિવિધ રત્નમય વિમાને અમારે માટે વિકે.” તેઓને એવો આદેશ થતાં ઘણું શક્તિવાળા તે દેવતાઓએ તત્કાળ વિમાને રચીને તેમને બતાવ્યાં. તે વિમાને હજારે સુવર્ણ કુંભેથી ઉન્નત હતાં, પતાકાઓથી વૈમાનિક દેવતાનાં વિમાનના જાણે પલ્લવ હોય તેવાં જણાતાં હતાં, તાંડવશ્રમથી શ્રાંત થયેલી નકીઓના સમૂહ હોય તેવી પૂતળીઓથી શોભતા મણિખંભવડે તે સુંદર લાગતાં હતાં, ઘંટાઓના શેષને આડંબરથી હાથીઓને અનુસરતાં હતાં, અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી વાચાળ જણાતાં હતા, લહમીનાં જાણે આસને હોય તેવી વાવેદિકાઓથી સુંદર દીસતાં હતાં, અને પ્રસરતી હજારે કાંતિઓ (કિરણો) થી જાણે સૂર્યબિંબ હોય તેવાં જણાતાં હતાં. તેની તરફથી ભી તે અને સ્તંભના પાટડા રત્નમય ઈહામૃગ, ઋષભ, ઘોડા, પુરૂષ, રૂસમગ, મગર, હંસ, શરભ, ચામર, હાથી, કિન્નર, વનલતા અને પદ્મલતાના સમૂહથી અંકિત કરેલાં હતાં.
પ્રથમ અધલેકમાં વસનારી, દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરનારી અને જેમના કેશપાસ પુપિથી અલંકૃત થયેલા છે એવી જોગકરા, ભેગવતી, સુલેગા, ભેગમાલિની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org