________________
૨૩૬ ચારે નિકાયની દેવીઓએ કરેલ વિજ્યારાણીની સેવના. સગર જે. હતાં અને સ્નાનથી તેમની કાંતિ નિર્મળ હતી, તેથી પવન ચંદ્રની કાંતિએ આવૃત થયેલા જાણે તારા હોય તેવા તેઓ જણાતા હતા. મસ્તક ઉપર દુર્વાના અંકુરે નાખ્યા હતા, તેથી જાણે મુગટને ધારણ કરતા હોય અને કેશમાં પુષ્પ રાખ્યાં હતાં તેથી જાણે હંસ અને કમળ સહિત નદીઓના સમૂહ હોય તેવા તે શોભતા હતા. લલાટ ઉપર તેઓએ ગેરેચન ચૂર્ણથી તિલક કર્યા હતાં, તેથી જાણે અપ્લાન જ્ઞાનરૂપી દીપશિખાએથી શોભતા હોય તેવા જણાતા હતા અને અમૂલ્ય અલ્પ તેમજ સુંદર આભૂષણથી તેમનાં શરીર અંકિત હતાં, તેથી જાણે સુગંધી અને થોડાં થોડાં પુષ્પવાળાં ચૈત્રમાસનાં મુખવૃક્ષો હોય તેવા તેઓ શેભતા હતા. રાજાની પાસે આવી તેઓએ સર્વને કલ્યાણકારક આવેદોકત મંત્રવડે આશીર્વાદ આપ્યો. પછી ઉદ્યાનના પવને જેમ પુપને વરે તેમ તેમણે રાજાની ઉપર ક્ષેમકારી દુર્વા અક્ષતાદિક નાંખ્યા અને હંસ જેમ પદ્મિનીનાં પત્ર ઉપર બેસે તેમ દ્વારપાળે બતાવેલાં રમણિક ભદ્રાસને ઉપર તેઓ બેઠા. રાજાએ પિતાની સ્ત્રીને અને વધૂને મેઘની અંદર ચંદ્રલેખાની જેમ પડદાની અંદર બેસાર્યા. પછી રાજાએ જાણે સાક્ષાત્ સ્વપ્નફળ હોય તેવાં પુષ્પ અને ફળ અંજલિમાં લઈને પત્ની અને વધૂનાં સ્વપ્ન તેમને નિવેદન કર્યા. તેઓ પરસ્પર ત્યાં જ વિચારીને સ્વપ્નશાસ્ત્ર અનુસાર સ્વપ્નના અર્થને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે દેવ ! સ્વપ્નશાસ્ત્રમાં બેંતેર સ્વને કહ્યાં છે, તેમાં તિષ્ક દેવોમાં ગ્રહના જેમ ત્રીશ સ્વપ્ન ઉત્કૃષ્ટ કહ્યાં છે. ત્રીશ સ્વપ્નમાં આ ચૌદ સ્વપ્નને તે શાસ્ત્રના ચતુર વિદ્વાને મહાસ્વપ્ન કહે છે. જ્યારે તીર્થકર અથવા ચક્રવત્તી ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા અનુક્રમે તે સ્વપ્ન રાત્રિના ચોથા પ્રહરે જુએ છે. એમાંથી સાત સ્વપ્ન વાસુદેવની માતા જુએ છે, ચાર બલભદ્રની માતા જુએ છે અને એક મંડલેશ્વરની માતા જુએ છે. એક સાથે બે તીર્થકર અને એક સાથે બે ચક્રવત્તી થતા નથી. એક માતાના પુત્ર તીર્થકર અને બીજી માતાના પુત્ર ચક્રવત્તી એમ થાય છે. ઋષભદેવના સમયમાં ભરત ચક્કી થયા છે અને અજિતનાથના સમયમાં સુમિત્રના પુત્ર સગરરાજા ચક્રી થશે તેમજ જિતશત્રુ રાજાના પુત્ર બીજા તીર્થકર અજિત નામે થશે, એવું અહંતું આગમથી અમે જાણેલું છે; તેથી આ વિજ્યાદેવીના પુત્ર તે તીર્થકર જાણવા અને વૈયંતીના પુત્ર પખંડ ભારતના અધિપતિ ચક્રી જાણવા.” એવી રીતનાં સ્વપ્નફળ સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ નૈમિત્તિકને ગ્રામ, ગરાસ, વસ્ત્ર અને અલંકાર વિગેરેનાં પારિતોષિક આપ્યાં. અહે ! મહાપુરુષો ગર્ભાવાસની સ્થિતિમાં પણ લોકોને ઉપકારી જ થાય છે; કારણ કે તેમનો જન્મ માત્ર કહેવાથી તે નિમિત્તિકોની જન્મ સુધીની દુઃસ્થિતિ નાશ પામી. કલ્પવૃક્ષની જેમ વસ્ત્રાલંકારે શોભતા તેઓ રાજાની આજ્ઞાથી પોતપોતાને સ્થાનકે ગયા. ગંગા અને સિંધુ જેમ સમુદ્રમાં જાય તેમ વિજયા અને વૈજયંતી હર્ષ પામતી પિતાના વાસગૃહમાં ગઈ.
પછી ઈંદ્રની આજ્ઞાથી દેવ વિમાનિક) અને અસુર (ભુવનપતિ) ની સ્ત્રીઓએ વિજયાદેવીને સેવવાને આ પ્રમાણે આરંભ કર્યો–વાયુકુમાર દેવતાની રમણીઓ દરરોજ આવીને તેમના ગૃહમાંથી રજ, કાષ્ટ અને તૃણાદિક દૂર કરવા લાગી, મેઘકુમારની દેવીએ દાસીની જેમ તેમના આંગણાની ભૂમિનું ગદકથી સિંચન કરવા લાગી, છ ઋતુની અધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org