________________
૨૨૦ વિમલવાહનની વૈરાગ્ય-વિચારણા.
સર્ગ ૧ લે તે મહામતિ રાજાના સર્વજ્ઞ ભગવાન એક સ્વામી હતા તેમ તે સર્વ રાજાઓને એક સ્વામી હતો. ઈંદ્રની પેઠે શત્રુઓના બળને નાશ કરનાર–એક પરાક્રમવાળો તે રાજા નમ્ર થઈ સાધુપુરુષોને જ મસ્તક નમાવતે હતે. તે વિવેકી રાજાના શક્તિ જેમ બહારના શત્રુએને જીતવામાં અતુલ હતી તેમ અત્યંતર શત્રુ કામક્રોધાદિકને જીતવામાં પણ અતુલ હતી. પિતાના બળથી, જેવી રીતે ઉન્માગગામી અને દુર્મદ એવા હાથી, ઘોડા વિગેરેને તે દમત હતું તેવી રીતે ઉન્માગગામી ઇન્દ્રિયગણને પણ તે દમતે હતે. પાત્રમાં આપેલું દાન છીપમાં પડેલા મેઘજળની પેઠે બહુ ફળદાયક થાય છે એમ ધારી તે દાનશીલ રાજા યથાવિધિ પાત્રમાં જ દાન આપતું હતું. જાણે પરપુરમાં પ્રવેશ કરતો હોય તેમ તે ધર્મવિત્ રાજા સર્વ ઠેકાણે પ્રજાવર્ગને ધર્મમાર્ગમાં જ પ્રવર્તાવતે હતે. ચંદનવૃક્ષો જેમ મલયાચલની પૃથ્વીને વાસિત કરે તેમ તેણે પિતાના પવિત્ર ચરિત્રથી સર્વ જગતને સુવાસિત કર્યું હતું. શત્રુઓના જયથી, પીડિત જંતુઓના રક્ષણથી અને યાચકને પ્રસન્ન કરવાથી તે રાજા યુદ્ધવીર, દયાવીર અને દાનવીર કહેવાતું હતું. એવી રીતે રાજધર્મમાં રહી, સ્થિર બુદ્ધિ રાખીને અને પ્રમાદને છેડીને સર્પરાજ જેમ અમૃતની રક્ષા કરે તેમ તે પૃથ્વીની રક્ષા કરતા હતા.
કાર્યાકાર્યને જાણનાર અને સારાસારને શોધનાર તે રાજાને એક દિવસે આ પ્રમાણે સંસારના વિરાગ્યની વાસના ઉત્પન થઈ-બહે! લાખે નિરૂપી મહા ઘુમરીઓમાં
પડવાના કલેશથી ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને ધિક્કાર છે! ઇંદ્રજાળ અને “સ્વપ્ન જાળની પેઠે આ સંસારને વિષે ક્ષણવાર જોવામાં આવતા અને ક્ષણવારમાં નાશ પામતા એવા પદાર્થોથી સર્વ જંતુઓ મેહ પામે છે એ કેવી ખેદકારક વાત છે ! યૌવન “પવને કંપાવેલા પતાકાના છેડાની પેઠે ચંચળ છે અને આયુષ્ય કુશાગ્ર ઉપર રહેલા “જળબિંદુની પેઠે ચલાચલ (નાશવંત) છે. એ આયુષ્યનો કેટલોક ભાગ ગર્ભાવાસની અંદર નરકાવાસની પેઠે અત્યંત દુઃખે કરીને વ્યતીત થાય છે અને તે સ્થિતિના મહિ નાઓ પલ્યોપમની જેવડા થઈ પડે છે. જમ્યા પછી બાળવયમાં આયુષ્યને કેટલે ભાગ અંધની પેઠે પરાધીનપણમાં જ ચાલ્યું જાય છે; યૌવનવયમાં ઇંદ્રિયાથને આનંદ “આપનારા સ્વાદિષ્ટ રસના સ્વાદમાં જ આયુષ્યને કેટલેક માગ ઉન્મત્ત માણસની પેઠે
વ્યર્થ જાય છે અને વૃદ્ધાવસ્થામાં ત્રિવર્ગ સાધવામાં અશક્ત થયેલા શરીરવાળા પ્રાણીનું “અવશેષ રહેલું આયુષ સૂતેલા માણસની પેઠે ફોકટ જાય છે. જેમ વિષયના “સ્વાદથી લંપટ થયેલે પુરૂષ રેગીની પેઠે રેગને માટે જ કપાય છે તેમ આવી રીતે જાણતાં છતાં પણ સંસારી જીવે સંસારમાં પરિભ્રમણ કરવાને માટે જ ચેષ્ટા કરે છે. થવનમાં વિષયને માટે જેવી રીતે પ્રાણ પ્રયત્ન કરે છે તેવી રીતે જે મુક્તિને માટે પ્રયત્ન કરે તે શું ન્યૂન રહે? અહા ! કરેળીઓ જેમ પોતાની જ લાળના તંતજાળમાં વીંટાઈ જાય છે તેમ પ્રાણી પણ પોતાના જ કરેલા કર્મના પાશથી વીંટાઈ જાય છે. “સમુદ્ર મધ્યે યુગશમિલાપ્રવેશન્યાયની પેઠે પ્રાણું પુણ્યના ભેગે ઘણી મહેનતે મનુષ્ય
૧ મસૂરમણ સમુદ્રની અંદર પૃથક પૃથક્ દિશાએ બહુ અંતરે એક ધાંસરું અને તેમાં નાંખવાની ખીલીઓ જુદી જુદી નાંખી હોય તે દૈવયોગે અથડાતી અથડાતી ઘણે કાળે કદી ભેગી થાય અને થેંસરાની અંદર સ્વયમેવ ખીલીઓ પણ પરોવાઈ જાય તે ન્યાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org