________________
પર્વ ૨ જું. બગીચાની વિરૂપતાથી આચાર્યને થયેલ સવેગનું કારણ ૨૨૩ ખેદ પામેલી લમીનું જાણે વિશ્રામગૃહ હોય તેવું જણાતું હતું. કંકેલ વૃક્ષના ચપલ પલ્લવેથી જાણે નાચતે હોય, વિકાસ પામેલી મલ્લિકાના પુષ્પગુચ્છથ જાણે હસતે હોય, ખીલેલા કદંબ પુષ્પના સમૂહથી જાણે રોમાંચિત થયે હેય, કુલેના કેતકી પુરૂ પી નેત્રથી જાણે જેતે હોય, પિતાની શાલ અને તાડના વૃક્ષરૂપી ઊંચી ભુજાઓથી જાણે દૂરથી સૂર્યના તપ્ત કિરણોને ત્યાં પડતાં નિષેધ કરતો હોય, વડના વૃક્ષોથી જાણે વટેમાર્ગુઓને ગુપ્તસ્થાન આપતો હોય, નીકથી જાણે પગલે પગલે પાદ્યને તૈયાર કરતો હોય, ઝરતા પાણીના રેંટયંત્રોથી જાણે વર્ષાદને સાંકળતું હોય. ગુંજારવ કરતા મધુકરેના અવાજથી જાણે વટેમાણુઓને બોલાવતા હોય અને તેની મધ્યે રહેલા તમાલ, તાલ, હિંતાલ અને ચંદનનાં વૃક્ષેથી જાણે સૂર્યનાં કિરણેનાં ત્રાસથી અંધકારે તેને સેવ્યો હોય તેવો તે બગીચો જણાતો હતે. આંબા, ચંબેલી, પુન્નાગ, નાગકેસર અને કેશરનાં વૃક્ષોથી જગતમાં સૌગંધ્ય લક્ષમીના એકછત્ર રાજ્યને તે વિસ્તારતો હત; તાંબૂલ, ચારેલી અને દ્રાક્ષના વેલાઓના અતિ વિસ્તાર પામેલા સમૂહથી તે યુવાન પાને માટે યત્ન સિવાય રતિમંડપને વિસ્તાર કરતે હતો અને મેરુપર્વતની તળેટીથી જાણે ભદ્રશાળ વન ત્યાં આવેલું હોય તે અત્યંત મનહર તે વખતે જણાતો હતે. દિગવિજય કરીને ઘણે કાળે સેના સહિત પાછે હું તે બગીચા સમીપે આવ્યું, ત્યારે વાહનથી ઉતરી કૌતુકવડે પરિવાર સહિત તેમાં પેઠો. તે સમયે તે બગીચે જુદા જ પ્રકારને મારવામાં આવ્યું. તે વખતે હું ચિંતવવા લાગ્યો કે શું ભ્રાંતિથી હું બીજે સ્થળે આવ્યો ? આ શું બધું ફરી ગયું ? આ ઈદ્રજાળ તે નહીં હેય? સૂર્યકિરણના પ્રસારને વારનારી તે પત્રલતા કયાં અને તાપની એકછત્ર રૂપ અપત્રતા (પત્ર રહિતપણું) કયાં ? તે કુંજની અંદર વિશ્રાંતિ લેતી રમણીઓની રમણીયતા ક્યાં અને આ નિદ્રા લેતા અજગરથી દારૂણપણું ક્યાં ? તે મોર અને કેયલ વિગેરેના મધુર આલાપ ક્યાં અને આ ચપળ એવા કાગડાને કઠોર અવાજથી થયેલ વ્યાકુળતા કયાં? તે લાંબા લટકતા આદ્ર વલ્કલ વસ્ત્રોનું ગાઢપણું કયાં અને આ સૂકી શાખાઓ ઉપર હીંચકા લેતા ભુજગે કયાં? ખુશબોદાર પુએ સુગંધી કરેલી તે દિશાઓ કયાં અને આ ચકલી, કપાત અને કાગડા વિગેરેની વિષ્ટાની દુર્ગધતા કયાં ? પુષ્યરસના ઝરણથી છંટકાયેલી તે ભૂમિ કયાં અને જાજ્વલ્યમાન ભઠ્ઠી ઉપર સેકેલી રેતીના જેવી આ સંતાપકારી રજ કયાં ? ફળોના ભારથી નમેલા તે વૃક્ષ કયાં અને મૂળમાં ઉધઈ ચડવાથી પડી ગયેલા આ વૃક્ષ કયાં? અનેક વાલીઓના વલયની લટેથી બનેલી તે વડે કયાં અને એ મૂકેલી કાંચળીઓથી ભયંકર થયેલી આ વાડ કયાં ? વૃક્ષનાં તળીયામાં વ્યાપ્ત થયેલાં પુષ્પોના ઢગલા કયાં અને ઉત્પન્ન થયેલા સ્થળના આ ઉત્કટ કાંટા કયાં આવી રીતે તે બગીચ વિસદશ જોવામાં આવ્ય, તેથી મને વિચાર આવ્યું કે “આ બગીચે જેમ હાલ જૂદી રીતનો થઈ ગયો છે તેમ સર્વ સંસારી જીવોની સ્થિતિ પણ આવી જ છે. જે માણસ પોતાના સૌંદર્યથી કામદેવના જેવો દેખાતો હોય તેને તે જ માણસ જ્યારે ભયંકર રેગે પ્રસ્ત થાય છે ત્યારે કંગાળ જેવું લાગે છે, જે માણસ છટાદાર વાણીથી બહસ્પતિ જેવું બોલી શકે છે તે જ માણસ કેઈ કાળે જિહા ખલિત થવાથી અત્યંત મૂંગે બની જાય છે, જે માણસ પોતાની ચાલવાની શક્તિથી જાતિવંત અશ્વની પેઠે આચરણ કરે છે તે માણસ કઈ કાળે વાયુ વિગેરે રેગથી ગતિભગ્ન થઈ પાંગળો બની જાય છે, પિતાના પરાક્રમી હસ્તથી જે માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org