________________
૨૨૬ રાજાને મંત્રીઓ તથા પુત્રને પ્રત્યુત્તર.
સર્ગ ૧ લે. ત્યાં આવ્યો. સાધારણ પાળાની પેઠે રાજાને ભક્તિથી પ્રણામ કરી, અંજલિ જેડી યથાસ્થાને તે બેઠે. અમૃતરસના જેવી સારદષ્ટિથી જાણે અભિસિંચન કરતા હોય તેમ કુમારને આનંદ સહિત જોતાં રાજા આ પ્રમાણે બોલ્યા
હે વત્સ! આપણુ વંશના પૂર્વ રાજાએ દયાબુદ્ધિથી નિર્લોભી થઈને વનમાં એકલી રહેલી ગાયની પેઠે આ પૃથ્વીનું પાલન કરતા હતા. જ્યારે પુત્રો સમર્થ થતા ત્યારે તેઓ ધુર્ય વૃષભની પેઠે તેમની ઉપર પૃથ્વીના ભારને આરે પણ કરતા હતા, અને પોતે આ ત્રણ જગતમાં સર્વ વસ્તુને અનિત્ય જાણી શાશ્વતપદ (મેક્ષ) ને માટે તૈયાર થતા હતા. આપણે કઈ પૂર્વજ આટલી વાર સુધી ગૃહવાસમાં રહ્યો નથી, છતાં ગૃહસ્થાશ્રમમાં મૂઢ થયેલા હું આટલીવાર સુધી રહ્યો એ મારે કેટલા પ્રમાદ કહેવાય ? હે પુત્ર ! હવે તું આ રાજ્યભારને ગ્રહણ કર; તારાથી નિર્ધાર થયેલા હું વ્રત ગ્રહણ કરીશ અને આ ભવસાગર તરી જઈશ.”
રાજાની એવી વાણીથી હિમવડે કમળકોશની પેઠે ગ્લાનિ પામેલો કુમાર નેત્રકમળમાં આંસુ લાવી બોલ્યો-“હે દેવ ! મારા કયા અપરાધથી અકસ્માત્ મારા ઉપર તમારી અવકપા થઈ કે જેથી પોતાના આત્માને તમારા પાળારૂપ માનનારા એવા આ પુત્રનેઆપ આવો આદેશ કરે છે ? અથવા આ પૃથ્વીએ તમારો કંઈ અપરાધ કર્યો છે કે જેથી ઘણા કાળ સુધી રક્ષણ કરેલી તે પૃથ્વીને હમણાં તૃણની પેઠે ત્યાગ કરે છે ? આપ પૂજ્ય પિતા વિના મારે આ રાજ્યનું કામ નથી, કારણ કે જળથી ભરેલું સરોવર પણ જે કમળ રહિત હોય તે તે ભમરાઓને શા કામનું ? અહો ! આજે મારું દૈવ પ્રતિ કૂળ થયું ! મારી મંદભાગ્યતા પ્રગટ થઈ ! જેથી લેટની પેઠે મને છેડી દેતા એવા પિતાશ્રી મને આવી આજ્ઞા કરે છે ! હું આ પૃથ્વીને કઈ પણ રીતે ગ્રહણ નહીં કરું અને તેમ કરતાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું પ્રાયશ્ચિત આચરીશ.”
પોતાની આજ્ઞાને લેપ કરનારી અને સત્યસારવાળી તે પુત્રની આવી વાણી સાંભળી ખેદ પામેલો અને પ્રસન્ન થયેલ મહીપતિ બે-“તું મારો પુત્ર છે, તે સાથે સમર્થ, વિદ્વાન અને વિવેકી છે, તે છતાં સ્નેહમૂળ અજ્ઞાનથી વિચાર કર્યા સિવાય આમ કેમ બોલે છે ? કુલીન પુત્રોને ગુરુજનની આજ્ઞા વિચાર કરવાને પણ યોગ્ય નથી, તે આ મારી વાણી તે યુક્તિ સહિત છે, માટે તું વિચારીને તે કબૂલ કર. પુત્ર ભાર વહન કરવાને
ગ્ય થતાં પિતા ભાર રહિત થાય જ છે, કારણ કે સિંહણ પિતાને બાળપુત્ર થતાં જ નિર્ભય થઈને સૂએ છે. હે વત્સ ! તારો રજા સિવાય પણ મોક્ષની ઈચ્છાવાળે જે હું તે આ પૃથ્વીને છોડી દઈશ; કેમકે હું કાંઈ તારાથી પરતંત્ર નથી. પછી તારે વિલખતી એવી આ અનાથ પૃથ્વીને તે ધારણ કરવી જ પડશે, પણ વધારામાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી થનારુ પાપ પ્રાપ્ત થશે; માટે હે પુત્ર ! ભક્તિનિષ્ટ એવા તારે વિચારીને કે વિચાર કર્યા વિના મને સુખકારી એવું આ મારું વચન કબૂલ કરવું પડશે.”
પછી મંત્રીઓએ કહ્યું- “હે કુમાર ! સ્વભાવે વિવેકી એવા તમારું આ કહેવું છે કે સમીચીન છે તે પણ તમારા પૂજ્ય પિતાએ જે કહ્યું તે કબૂલ કરે; કારણ કે ગુરુની આજ્ઞા અંગીકાર કરવી તે સર્વ ગુણથી અધિક ગુણ છે. આપના પિતાએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org