________________
પર્વ ૨ જુ. વિમલવાહને જણાવેલ લક્ષ્મીની અસ્થિરતા.
રહે તેમના પિતાનું વચન માન્ય કર્યું હતું તે અમે જાણીએ છીએ. જેનું વચન ઉલંઘન કરી શકાય નહીં એ આ લેકમાં પિતાથી બીજે કણ અધિક છે?
પિતાનું તથા મંત્રીઓનું એ પ્રમાણે કથન સાંભળી, પોતાની ગ્રીવા નમાવી “મારે સ્વામીને આદેશ પ્રમાણ છે' એવું રાજકુમાર ગદ્દગત્ સ્વરે બોલ્યા. તે સમયે ચંદ્રથી જેમ કુમુદ અને મેઘથી જેમ મયૂર તેમ આજ્ઞા પાળનારા પિતાના કુમારથી રાજા ખુશી થયો. એવી રીતે પ્રસન્ન થયેલા રાજાએ અભિષેક કરવાને યોગ્ય એવા પિતાના સિંહાસન ઉપર કુમારને સ્વહસ્તે બેસાર્યો. પછી તેમની આજ્ઞાથી મેઘની પેઠે સેવકપુરુષે તીર્થોનાં પવિત્ર જળ લાવ્યા, એટલે ઊંચે સ્વરે મંગળવાજિંત્ર વાગતે સતે મહારાજાએ કુમારના મસ્તક ઉપર અભિષેક કર્યો. તે વખતે બીજા સામંત રાજાઓ પણ આવીને અભિષેક કરવા લાગ્યા અને નવા ઉદય પામેલા આદિત્યની પેઠે ભક્તિથી તેને નમસ્કાર કરવા લાગ્યા. પિતાની આજ્ઞાથી તેણે વેત વસ્ત્રો ધારણ કર્યા, તેથી શરઋતુનાં શુભ્ર વાદળાંથી પર્વત શેભે તેમ તે શોભવા લાગ્યું. પછી વારાંગનાઓએ આવીને જાણે નિર્મળ ચંદ્રિકાનું પૂર હોય તેવા ગશીર્ષચંદનથી તેને સર્વ અંગે વિલેપન કર્યું અને સ્વર્ગમાંથી આકર્ષણ કરેલા નક્ષત્રગણુને પરવીને બનાવ્યા હોય તેવાં મુક્તામય આભૂષણે તેણે ધારણ કર્યા. જાણે મહાપ્રચંડ એ પિતાનો પ્રતાપ હોય તેવા માણિજ્યના તેજથી જવલાયમાન મુગટ તેના મસ્તક ઉપર રાજાએ પોતે પહેરા અને ક્ષણવારમાં જાણે યશ પ્રગટ હોય તેવું નિર્મળ છત્ર તેના શિર ઉપર આરેપણ કર્યું. બંને પડખે રાજ્યસંપત્તિરૂપી લતાનાં પુષ્પોને જાણે સૂચવતા હોય તેવા ચામર વારાંગનાઓ વીંઝવા લાગી. પછી મહારાજાએ સ્વહસ્તે તેના લલાટમાં ઉદયાચળની ચૂલિકા ઉપર રહેલા ચંદ્રના જેવું ચંદનનું તિલક કર્યું. એવી રીતે કુમારને પરમહર્ષથી રાજ્ય ઉપર બેસારી, લક્ષ્મીની રક્ષાને જાણે મંત્ર હોય તેવી આ પ્રમાણેની શિક્ષા રાજાએ આપી–“હે વત્સ ! હવે તું પૃથ્વીનો આધાર થયો છે અને તારે આધાર કેઈ નથી, માટે પ્રમાદ છોડીને તારા પિતાના આત્માથી તેને ધારણ કરજે. હમેશાં આધાર શિથિલ થતાં આધેય ભ્રષ્ટ થાય છે, તેથી વિષયના અતિપ્રસંગથી થયેલી શિથિલતાથી તું તારી રક્ષા કરજે. યૌવન, રૂપ અને સ્વામીપણું તે એક એક પણ પ્રમાદનાં કારણ છે અને બુદ્ધિવાનની કાર્યસિદ્ધિને નાશ કરનારાં છે એમ જાણજે. કુળક્રમથી આવેલી છતાં પણ દુરારાધ્ય અને છળની ગવેષણ કરનારી આ લક્ષ્મી રાક્ષસીની પેઠે પ્રમાદી પુરુષને છળે છે. ઘણું કાળનો સ્નેહ પણ એ લક્ષમીની સ્થિરતાને માટે થતો નથી, તેથી જ્યારે અવસર આવે છે ત્યારે તે સારિકા (સોગઠી) ની પેઠે તત્કાળ બીજે સ્થાને ચાલી જાય છે. કુલટાની પેઠે અપવાદને પણ ભય નહીં ધારણ કરતી એ લક્ષ્મી સુમની પેઠે જાગતા એવા પોતાના પ્રમાદી પતિને છોડી દે છે. એ લક્ષમીને કદાપિ રક્ષણ સંબંધી દાક્ષિણ્ય તે થતું જ નથી; પણ તે વાંદરીની પેઠે ઠેકીને બીજા સ્થાનમાં ચાલી જાય છે. નિર્લજજતા, ચપલતા અને નિઃસ્નેહપણું એ સિવાય બીજા ઘણા દેશે તેનામાં રહેલા છે અને જળની પેઠે નીચ તરફ જવું એ તે એની પ્રકૃતિ છે, એમ લક્ષમી સર્વ દેવમય હેવા છતાં પણ સૌ કેઈ તેને માટે પ્રયત્ન કરે છે. ઈદ્ર પણ લક્ષ્મીમાં આસક્ત છે તે મનુષ્યની શી વાત ? તેને સ્થિર કરવામાં જાણે પહેરેગીર હોય તેમ તું નીતિ અને પરાક્રમથી સંપન્ન થઈ સદા જાગૃત રહેજે. લક્ષ્મીની ઇચ્છાવાળા છતાં પણ તારે અલુબ્ધ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org