________________
પર્વ ૧ લું. અષ્ટાપદનું વર્ણન
૧૮૯ ભાગમાં સૂર્ય સંકમ થતા, તેથી તે સિદ્ધકની મુગ્ધ સ્ત્રીઓને ઉદયાચલને ભ્રમ આપતે હતો. જાણે મયૂરપત્રથી રચેલાં મોટાં છત્ર હોય તેવાં અતિ આપત્રવાળાં વૃક્ષોથી તેમાં નિરંતર છાયા થઈ રહી હતી. બેચરની સ્ત્રીઓ કૌતુકથી મૃગનાં બચ્ચાંઓનું લાલનપાલન કરતી હતી, તેથી હરણીઓના ઝરતા દૂધવડે તેનું સર્વ લતાવના સિંચાતું હતું. કદળીપત્રના અર્ધા વસ્ત્રવાળી શબરીઓના નૃત્યને જોવાને માટે ત્યાં નગરની સ્ત્રીઓ નેત્રોની શ્રેણી કરીને રહેતી હતી. પતિથી શાંત થયેલી સર્પિણીઓ ત્યાં વનને મંદ મંદ પવન પીતી હતી. તેના લતાવનને પવનરૂપી નટે ક્રીડાથી નચાવ્યું હતું. કિન્નરેની સ્ત્રીઓ પતિના આરંભથી તેની ગુફાઓને મંદિરરૂપ કરતી હતી અને અપ્સરાઓના સ્નાન કરવાના ધસારાથી તેના સરોવરનું જળ તરંગિત થયેલું હતું. કેઈ ઠેકાણે સોગઠાબાજી રમતા, કે કેકાણે પાનગોષ્ઠી કરતા અને કઈ ઠેકાણે પણિત (પણ) બાંધતા યક્ષોથી તેના મધ્ય ભાગમાં કલાહલ થઈ રહ્યો હતો. તે પર્વત ઉપર કોઈ ઠેકાણે કિન્નરોની સ્ત્રીઓ, કેઇ ઠેકાણે ભિલલોકેની સ્ત્રીઓ અને કઈ ઠેકાણે વિદ્યાધરની સ્ત્રીઓ ક્રીડાનાં ગીત ગાતી હતી, કેઈ ઠેકાણે પાકેલાં દ્રાક્ષફળ ખાઈ ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓ શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે આમ્રના અંકુર ખાવાથી ઉન્મત્ત થયેલી કેકિલાએ પંચમ સ્વર કરતી હતી, કોઈ ઠેકાણે કમલતંતુના આસ્વાદથી ઉન્મત્ત થયેલા હંસો “મધુર શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે સરિતાના તટમાં મદવાળા થયેલા કૌંચ પક્ષીઓના કેંકાર શબ્દો થતા હતા, કેઈ ઠેકાણે નજીક રહેલા મેઘથી ઉન્માદ પામેલા મયુરેનો કેકા શબ્દ થતું હતું અને કોઈ ઠેકાણે ફરતા સારસ પક્ષોએના શબ્દ સંભળાતા હતા; એથી તે ગિરિ મનહર લાગતો હતો. કોઈ ઠેકાણે રાતાં અશોકવૃક્ષનાં પત્રોથી જાણે કંસુબી વસ્ત્રવાળે હોય, કેઈ ઠેકાણે તમાલ, તાલ અને હિંતાલના વૃક્ષાથી જાણે શ્યામ વસ્ત્રવાળો હોય, કેઈ ઠેકાણે સુંદર પુષ્પવાળાં ખાખરાનાં વૃક્ષોથી જાણે પીળા વસ્ત્રવાળો હોય અને કઈ ઠેકાણે માલતી અને મલ્લિકાના સમૂહથી જાણે વેત વસ વાળે હોય એવો તે પર્વત જણાતો હતો. આઠ જન ઊંચો હોવાથી તે આકાશ જેટલો
ચા લાગતું હતું. એવા તે અષ્ટાપદ પર્વત ઉપર ગિરિના જેવા ગરિક જગતગુરુ આરૂઢ થયા. પવનથી ખરતાં પુષ્પોથી અને નિર્ઝરણુના જળથી એ પર્વત જગત્પતિ પ્રભુને અર્થે પાઘ આપતો હોય તેવું જણાતા હતા. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે એ પર્વત, પ્રભુના જન્મસ્નાત્રથી પવિત્ર થયેલા મેથી પોતાને ન્યૂન માનતે નહોતે. હર્ષ પામેલા કોકિલાદિકના શબ્દના મિષથી જાણે તે પર્વત જગત્પતિના ગુણ ગાતો હોય એવું જણાતો હતે.
તે પર્વત ઉપર વાયુમારદેવોએ એક પ્રદેશમાંથી માર્જન કરનારા સેવકની જેમ ક્ષણવારમાં તૃણુ-કાષ્ઠાદિક દૂર કર્યું અને મેઘકુમારોએ પાણીને વહેનારા પાડાની જેવાં વાદળાં વિકવીને સુગંધી જળથી તે ભૂમિ ઉપર સિંચન કર્યું. પછી ત્યાં દેવતાઓએ વિશાળ એવી સુવર્ણરત્નની શિલાઓથી દર્પણના તળની જેવું સપાટ પૃથ્વીતળ બાંધી લીધું. તેની ઉપર વ્યંતર દેવતાઓએ ઈદ્રધનુષના ખંડની જેવા પંચવણી પુપની જાનુપ્રમાણ વૃષ્ટિ કરી ને જમના નદીના તરંગની શેભાને ગ્રહણ કરનારાં વૃક્ષોનાં આદ્રપત્રનાં ચારે દિશાએ તોરણ બાંધ્યાં. ચારે બાજુ સ્તંભેની ઉપર બાંધેલાં મકરાકૃતિ તોરણે સિંધુના બંને તટમાં રહેલા મગરની શેભાને અનુસરતાં શોભતાં હતાં. તેના મધ્યમાં જાણે ચાર દિશાઓની રવીના રૂપાના દપણે હોય તેવાં ચાર છત્ર તથા આકાશગંગાના ચપળ તરંગોની શાંતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org