________________
પર્વ ૧ લું. શેકાકુળ ભરતરાયને મંત્રીઓનું સમજાવવું. ૨૧૩
વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણરૂપ અને અચિરાદેવીના પુત્ર હે શાંતિનાથ ભગવાન ! તમે અમારા કર્મની શાંતિને માટે થાઓ.
શૂર રાજાના વંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા હે જગત્પતિ કુંથુનાથ ! તમે જય પામે.
સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદલહમીમાં કુમુદ સમાન એવા હે અરનાથ ! તમે મને સંસાર તરવારૂપ વૈભવ આપે.
કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન અને કર્મક્ષય કરવામાં મહામલ્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા હે મલ્લિનાથ ! તમે મોક્ષલક્ષમી આપો.
સુમિત્ર રાજારૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્ર છે મુનિસુવ્રતપ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું.
વપ્રાદેવીરૂપ વજખાણની પૃથ્વીમાં જ સમાન, વિજયરાજાના પુત્ર અને જેમના ચરણકમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે એવા હે નેમિપ્રભુ ! તમને નમસ્કાર કરું છું.
સમુદ્ર (વિજય)ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા છે મેગામી અરિષ્ટનેમિ ભગવદ્ ! તમને હું નમસ્કાર કરું છું.
અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીને પુત્ર એવા હે પાશ્વનાથ ! તમને નમસ્કાર કરું છું.
સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસન અને સિદ્ધિ પ્રાપ્તિના અર્થ ન સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ ! તમને વંદન કરું છું..
એવી રીતે પ્રત્યેક તીર્થકરને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત એ સિંહનિષદ્યા ચિત્યની બહાર નીકળ્યા અને પ્રિયમિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. પિતાનું મન તે પર્વતમાં લગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રને છેડે ભરાયે હોય તેમ અધ્યાપતિ મંદ મંદ ગતિએ અધ્યા તરફ ચાલ્યા. શોકના પૂરની જેમ સિન્યથી ઉડેલી રજવડે દિશાઓને આકુળ કરતા શોકાત ચક્રી અયોધ્યાની સમીપે આવી પહોંચ્યા. જાણે ચક્રીન સદર હોય તેમ તેમના દખથી અત્યંત દુઃખી થયેલા નગરજનેએ સાશ્રદષ્ટિએ જોયેલા મહારાજાએ પિતાની વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પછી ભગવંતને સંભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અમ્રજળનાં બિંદુને વરસાવતા તેઓ પોતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્યહરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનું જ ધ્યાન કર્યા કરે તેમ પ્રભુરૂપી ધન હરણ થવાથી તેમણે ઊભા રહેતાં, ચાલતાં, સૂતાં અને જાગતાં બહાર અને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડયું. બીજા હેતુથી પણ પોતાની પાસે અષ્ટાપદ પર્વત તરફથી આવનારા પુરૂષોને, તેઓ જાણે પૂર્વની પેઠે પ્રભુને માટે કાંઈ કહેવા આવ્યા હોય તેમ માનવા લાગ્યા.
આવી રીતે શેકાકુળ મહારાજાને જે મંત્રીએ તેમને કહેવા લાગ્યા...હે મહારાજા ! આપના પિતાશ્રી ઋષભદેવ પ્રભુએ પ્રથમ ગ્રહવાસમાં રહીને પણ પશુની જેવા અજ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org