________________
પર્વ ૧ લું. ભરતચક્રીએ કરેલ સર્વ તીર્થકરોની સ્તુતિ.
૨૧૧ રચેલી હતી, તેથી જાણે તેણે આભૂષણ ધર્યા હોય તેવું જણાતું હતું, અને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જાણે મસ્તકના મુગટનું માણિકયભૂષણ હેય તથા નંદીશ્વરદિનાં ચેની જાણે સ્પર્ધા કરતું હોય તેવું અતિ પવિત્રપણે તે શોભતું હતું. - તે ચૈત્યમાં ભરતરાજાએ પોતાના નવાણું ભાઈઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસારી, અને પ્રભુની સેવા કરતી એવી એક પિતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. ભકિતમાં અતૃપ્તિનું એ પણ એક ચિન્હ છે. ચૈત્યની બહાર ભગવાનને એક સ્તૂપ (પગલાની દેરી) કરાવ્યો અને તેની પાસે પિતાના નવાણું ભાઈઓના પણ સ્તુપ કરાવ્યા. ત્યાં આવનારા પુરુષ ગમનાગમનવડે એની આશાતના ન કરે એવું ધારીને લેઢાના યંત્રમય આરક્ષક પુરુષ તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યાલકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યને અગમ્ય થઈ પડયું. પછી ચક્રવતીએ દંડર–વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા; તેથી સરલ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવે થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યથી ઉલ્લંઘન થઈ શકે નહીં એવા એક એક જનને અંતરે આઠ પગથી બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડયું અને લોકેમાં તે પર્વત હરાત્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યો.
એવી રીતે ચૈત્ય નિર્માણ કરી, તેમાં પ્રતિષ્ઠા કરી, ચંદ્ર જેમ વાદળામાં પ્રવેશ કરે તેમ વેત વસ્ત્ર ધારણ કરી ચક્રવતીએ તેમાં પ્રવેશ કર્યો. પરિવાર સહિત પ્રદક્ષિણા દઈ મહારાજાએ તે પ્રતિમાઓને સુગંધી જળથી સ્નાન કરાવ્યું. પછી દેવદૂષ્ય વસ્ત્રથી માર્જન કર્યુંએટલે તે પ્રતિમાઓ રત્નના આદર્શની પેઠે અધિક ઉજવલ થઈ. પછી ચંદ્રિકાના સમૂહ જેવા નિર્મળ, ગાઢ અને સુગંધી ગોરુચંદનના રસથી વિલેપન કર્યું તથા વિચિત્ર રતનેના આભૂષણ, ઉદ્દામ દિવ્યમાળાઓ અને દેવદૂષ્ય વસ્ત્રોથી અર્ચન કર્યું. ઘંટા વગાડતા મહારાજાએ તેમની પાસે ધૂપ કર્યો, જેના ધૂમાડાની શ્રેણીઓથી એ ચૈત્યને અંતભંગ જાણે નીલવલ્લીથી અંકિત હોય તે જણાવા લાગ્યા. ત્યાર પછી જાણે સંસારરૂપી શીતથી ભય પામેલાને માટે જવલત અગ્નિકુંડ હોય તેવી કપૂરની આરતી ઉતારી.
એવી રીતે પૂજન કરી, રાષભસ્વામીને નમસ્કાર કરી, શેક અને ભયથી આકાંત થઈ ચકવીએ આ પ્રમાણે સ્તુતિ કરી–“હે જગસુખાકર ! હે ત્રિજગત્પતિ ! પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા આપને હું નમસ્કાર કરું છું. હે
સ્વામિન ! સૂર્યની પેઠે વિશ્વનું હિત કરનારા તમે હમેશાં વિહાર કરીને આ ચરાચર જગત ઉપર અનુગ્રહ કર્યો છે. આર્ય અને અનાર્ય-એ બંને ઉપરની પ્રીતિથી તમે ચિરકાળ વિહાર કરતા, તેથી પવનની અને તમારી ગતિ પરોપકારને માટે જ છે. હે પ્રભુ આ લોકમાં મનુષ્યનો ઉપકાર કરવાને માટે તમે ચિરકાળ વિહાર કર્યો હતો પણ મુક્તિમાં તમે કેને ઉપકાર કરવાને માટે ગયા ? તમે અધિષિત કરેલું કાગ્ર (મેક્ષ) આજ ખરેખર લેકાગ્ર થયું છે અને તમે છેડી દીધેલ આ મત્યલોક ખરેખર મત્ય લેક (મૃત્યુ પામવા યોગ્ય) થયે છે. હે નાથ ! જેઓ વિશ્વને અનુગ્રહ કરનારી તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજુ પણ તમે સાક્ષાત જ છે. જેમાં તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org