________________
૫ ૧ લું. આરીસાભુવનમાં ચકીની વિચારણા.
૨૧૫ વા પ્રસ્તારસુંદર નામના તાલને આપવા લાગ્યા. મૃદંગ અને પ્રણવ નામના વાજિંત્રો વગાડનારાઓ, પ્રિયમિત્રની પેઠે અન્ય કિંચિત્ પણ સંબંધ છેડયા સિવાય પિતાના વાદ્યો વગાડવા લાગ્યા. હાહા અને હૃહ નામના દેવગંધર્વોના અહંકારને હરનારા ગાયકે સ્વરગીતિથી સુંદર એવા નવી નવી જાતના રાગે ગાવા લાગ્યા. નૃત્ય તથા તાંડવમાં ચતુર એવી નદીઓ વિચિત્ર પ્રકારના અંગવિક્ષેપથી સર્વને આશ્ચર્ય પમાડી નાચવા લાગી. મહારાજા ભરતે એ જેવા ગ્ય નાટક નિવેદને જોયાં, કારણ કે તેવા સમર્થ પુરુષ ગમે તેમ વતે તેમાં તેને કેણુ બાધ કરી શકે ? એવી રીતે સંસારસુખને ભેગવતા ભરતેશ્વરે પ્રભુના મક્ષદિવસ પછી પાંચ લાખ પૂર્વ નિર્ગમન કર્યા.
એક દિવસ ભરતેશ્વર નાન કરી, બલિયમ કલ્પી, દેવદૂષ્ય વસ્ત્રથી શરીરને સાફ કરી, કેશમાં પુષ્પમાળા ગૂંથી, ગશીર્ષ ચંદનવડે સર્વ અંગમાં વિલેપન કરી, અમૂલ્ય અને દિવ્ય રત્નનાં આભૂષણ સર્વાગે ધારણ કરી, અંત:પુરની શ્રેષ્ઠ સ્ત્રીઓના પરિવાર સાથે છડીદારે બતાવેલ રસ્તે અંતઃપુરમાંહેના રત્નના આદર્શ ગૃહમાં ગયા. ત્યાં આકાશ અને સ્ફટિક મણિના જેવા નિર્મળ, તથા પિતાના સર્વ અંગનું રૂપ પ્રતિબિંબરૂપે દેખી શકાય તેવા, શરીરના પ્રમાણ જેવડા દર્પણમાં પિતાના સ્વરૂપને જોતાં મહારાજાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. જેમ મયૂરની કળામાંથી એક પીછું પડી જાય તેની તેને ખબર પડે નહીં, તેમ પડી ગયેલી તે મુદ્રિકા મહારાજાના જાણવામાં આવી નહીં. અનુક્રમે શરીરના સર્વ ભાગને જોતાં જોતાં દિવસે ચંદ્રિકા વિનાની ચંદ્રકળાની જેવી પિતાની મુદ્રિકા રહિત આંગળી કાંતિ વિનાની જવામાં આવી. એ વખતે “અહો ! આ આંગળી શોભા રહિત કેમ છે? એમ ચિંતવતા ભરતરાયે પૃથ્વી ઉપર પડેલી તે મુદ્રિકા જોઈ. પછી તેણે વિચાર્યું કે “શું બીજા અંગે પણ આભૂષણ વિના ભારહિત લાગતાં હશે ? એમ ધારી તેણે બીજા આભૂષણે ઉતારવા માંડ્યાં.
પ્રથમ મસ્તક ઉપરથી માણિજ્યને મુગટ ઉતાર્યો એટલે મસ્તક રત્ન વિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. કાન ઉપરથી માણિક્યના કુંડળ ઉતાર્યા એટલે બંને કાન ચંદ્રસુર્ય વિનાની પૂર્વ પશ્ચિમ દિશા જેવા જણાવા લાગ્યા. ગળચવે કર કરવાથી તેમની ગ્રીવા જળ વિનાની નદી જેવી શોભા રહિત જણાવા લાગી. વક્ષસ્થળ ઉપરથી હાર ઉતાર્યો એટલે તે તારા વિનાના આકાશ જેવું શૂન્ય લાગવા માંડયું. બાજુબંધ કાઢી નાંખેલા બંને હાથ અર્ધલતાપાસથી રહિત થયેલા બે સાલવૃક્ષ જેવા જણાવા લાગ્યા. હાથના મૂળમાંથી કડાં દૂર કર્યા એટલે તે આમલસારા વિનાના પ્રાસાદ જેવા જણાવા લાગ્યા. બીજી સર્વ આંગળીઓમાંથી મુદ્રિકાને ત્યાગ કર્યો, એટલે તે મણિ રહિત સર્ષની ફણા જેવી દેખાવા લાગી. ચરમાંથી પાદકટક દૂર કર્યા એટલે તે રાજહસ્તિના સુવર્ણ કંકણ રહિત દાંતની જેવા જેવામાં આવ્યા. એમ સર્વ અંગનાં આભૂષણને ત્યાગ કરવાથી પત્ર રહિત વૃક્ષની જેમ શોભા રહિત થયેલા પિતાના શરીરને જોઈ મહારાજા વિચારવા લાગ્યા–“અહો ! આ શરીરને ધિક્કાર છે ! ભીંતને જેમ ચિત્રાદિક ક્રિયાથી કૃત્રિમ શભા કરાય છે તેમ શરીરની હણ: આભૂષણથી જ કૃત્રિમ શભા કરાય છે. અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મૂત્રા દિકના પ્રવાહથી મલિન એવા આ શરીરમાં વિચાર કરતાં કાંઈ પણ શોભાકારી જણાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org