________________
પર્વ ૧ લું યજ્ઞોપવિત અને વેદની ઉત્પત્તિ.
૧૯૫ છતાયેલા છે, ભય વૃદ્ધિ પામે છે, માટે “આત્મગુણને ન હણ, ન હણે)' ચકીનું એ વચન સ્વીકારી તેઓ હમેશાં ભરતરાયને ઘેર જમવા લાગ્યા અને પૂર્વોક્ત વચનને સ્વાધ્યાયની જેમ તત્પર થઈને પાઠ કરવા લાગ્યા. દેવતાઓની જેમ રતિમાં મગ્ન થયેલા અને પ્રમાદી એવા ચક્રવત્તી તે શબ્દને સાંભળવાથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા–“અરે ! હું તેનાથી છતાયેલ છું અને એ કષાયોથી જ ભય વૃદ્ધિ પામે છે; તેથી આત્માને હણે નહીં, એવી રીતે આ વિવેકીઓ મને નિત્ય સ્મરણ કરાવે છે, તે પણ અહે ! મારું કેવું પ્રમાદીપણું અને કેવી વિષયલુબ્ધતા છે ? ધર્મને વિષે મારું આ કેવું ઉદાસીપણું ! આ સંસારમાં મારે કે રાગ ! અને આ માટે મહાપુરુષને યોગ્ય એવા આચારને કે વિપર્યય કહેવાય ? આવા ચિંતવનથી સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ એ પ્રમાદી રાજામાં ક્ષણવાર ધર્મધ્યાન પ્રવર્લ્ડ; પરંતુ પાછા વારંવાર શબ્દાદિક ઈદ્રિયાર્થમાં તે આસક્ત થવા લાગ્યા; કારણ કે ભગફળસ્મને અન્યથા કરવાને કઈ પણ સમર્થ નથી.
એક વખત રસોડાના ઉપરીએ આવી મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે ભજન કરનારા ઘણું થવાથી આ શ્રાવક છે કે અન્ય છે ? એમ જાણવામાં આવતું નથી. તે સાંભળી ભારતરાયે આજ્ઞા આપી કે “તમે પણ શ્રાવક છે, માટે આજથી તમારે પરીક્ષા કરીને ભોજન આપવું. પછી તેઓ સર્વને પૂછવા લાગ્યા કે “તમે કોણ છે ?' જે તેઓ કહે છે કે “અમે શ્રાવક છીએ' તો તમારામાં શ્રાવકનાં કેટલાં વ્રત છે ?' એમ પૂછતાં તેઓ કહેતા કે
અમારે નિરંતર પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત છે. એવી રીતે પરીક્ષા કરેલા શ્રાવકને તેઓ ભારતરાજાને બતાવવા લાગ્યા, એટલે મહારાજા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી ત્રણ રેખાઓ કાંકિણું રત્નથી ઉત્તરાસંગની જેમ તેમની શુદ્ધિને માટે કરવા લાગ્યા. એમ દરેક છ છ મહિને નવીન શ્રાવકેની પરીક્ષા કરતા અને કાંકિણ રત્નથી તેઓને નિશાની કરતા હતા. ચિન્હથી તેઓ ભેજન મેળવી “કિત માત્ર' ઇત્યાદિ પઠન ઊંચે સ્વરે કરવા લાગ્યા, તેથી તેઓ મદન એવા નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પિતાના બાળકો સાધુઓને આપવા લાગ્યા. તેમાંથી કેટલાએક સ્વેચ્છાથી વિરક્ત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા. અને પરિષહ સહન કરવાને અસમર્થ એવા કેટલાએક શ્રાવકે થયા. કાંકિણી રત્નથી લાંછિત થયેલા તેઓને પણ નિરંતર ભેજન મળવા લાગ્યું. રાજાએ એ લેકને ભોજન આપ્યું તેથી લેકે પણ તેમને જમાડવા લાગ્યાઃ કારણ કે પૂજિતે પજેલા સર્વશી પૂજાય છે. તેઓને સ્વાધ્યાય કરવાને માટે ચક્રીશ્વરે અહતેની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકની સમાચારીથી પવિત્ર એવા ચાર વેદ રચ્યા. અનુક્રમે તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામથી પ્રખ્યાત થયા અને કાંકિયું રત્નની રેખાઓ તે યજ્ઞોપવિતરૂપ થઈ. ભરતરાજાની ગાદીએ તેમને પુત્ર સૂર્યયશા નામે રાજા થયે, તેણે કાંકિણી રત્નના અભાવથી સુવર્ણની યોપવિત કરી. તે પછી મહાયશા વિગેરે થયા, તેમણે રૂપાની ચોપવિત કરી. પછી બીજાઓએ પટ્ટસૂત્રમય યજ્ઞોપવિત કરી અને છેવટે બીજાઓએ સૂત્રમય કરી.
ભરતરાજા પછી સૂર્યયશા થયા, ત્યાર પછી મહાયશા, પછી અતિ બળ, પછી બળભદ્ર, પછી બળવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જળવીય અને ત્યારપછી દંડવીય–એ આઠ પુરુષ સુધી એ આચાર પ્રવર્તે. તેઓએ આ ભરતાદ્ધનું રાજ્ય જોગવ્યું અને ઇન્દ્ર રચેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org