________________
૨૦૭
પર્વ ૧ લું.
કરેલ શક-નિવારણ, પ્રભુ અને એક ધીર એવા ભગવંતના પુત્ર છે. એવી રીતે ગોત્રના વૃદ્ધ જનની જેમ ઇંદ્રિ પ્રબોધ કરેલા ભરતરાજાએ જળ જેમ શીતળતાને ધારણ કરે તેમ પિતાનું સ્વાભાવિક વૈર્ય ધારણ કર્યું.
પછી ઈંદ્ર તત્કાળ પ્રભુના અંગના સંસ્કારને માટે ઉપકર લાવવાને આભિગિક દેવતાને આજ્ઞા કરી, એટલે તેઓ નંદન વનમાંથી ગોશીષ ચંદનના કાશ્મો લઈ આવ્યા. દ્રના આદેશથી દેવતાઓએ ગશીર્ષ ચંદનના કાઠથી પૂર્વ દિશામાં પ્રભુના દેહને માટે એક ગેળાકાર ચીતા રચી; ઈવાકુ કુળમાં જન્મેલા મહર્ષિઓને માટે દક્ષિણ દિશામાં બીજી વિકેણુકાર ચીતા રચી; અને બીજા સાધુઓને માટે પશ્ચિમ દિશામાં ત્રીજી ચેરસ ચિતા રચી. પછી જાણે પુષ્પરાવર્ત મેઘ હોય તેવા દેવતાઓની પાસે ઈફે સત્વર ક્ષીરસમુદ્રનું જળ મંગાવ્યું. તે જળવડે ભગવંતના શરીરને સ્નાન કરાવ્યું અને તેની ઉપર ગશીર્ષ ચંદનના રસથી વિલેપન કર્યું. પછી હંસ લક્ષણવાળા (ત) દેવદ્વષ્ય વસ્ત્રથી પરમેશ્વરના શરીરને આચ્છાદન કર્યું અને દિવ્ય માણેકના આભૂષણથી દેવાગ્રણે ઈ તેને ચોતરફથી વિભૂષિત કર્યું. બીજા દેવતાઓએ મુનિનાં શરીરની ઇંદ્રની જેમ ભક્તિથી સ્નાનાદિક સર્વ ક્રિયા કરી. પછી દેવતાઓ જાણે જુદા જુદા લાવ્યા હોય તેવા ત્રણ જગતના સારસાર રત્નથી સહસ્ત્ર પુરુષેએ વહન કરવા યોગ્ય ત્રણ શિબિકાઓ તૈયાર કરી. ઇંદ્રે પ્રભુના ચરણને પ્રણામ કરી, સ્વામીના શરીરને મસ્તકે ઉપાડી શિબિકામાં આરૂઢ કર્યું, બીજા દેએ મેક્ષમાગના અતિથિ એવા ઈફવાકુ વંશના મુનિઓનાં શરીરને મસ્તક ઉપર ઉપાડી બીજી શિબિકામાં અને બીજા સર્વ સાધુઓનાં શરીરને ત્રીજી શિબિકામાં સ્થાપન કર્યા. પ્રભુના શરીરવાળી શિબિકાને ઇંદ્ર પોતે વહન કરી અને બીજા મુનિઓની શિબિકાઓને દેવતાઓએ ઉપાડી. તે વખતે અપ્સરાઓ એક તરફ તાલબંધ રાસડા લેતી હતી અને એક તરફથી મધુર સ્વરથી ગાયન કરતી હતી. શિબિકાની આગળ દેવતાઓ ધૂપીઆ લઈને ચાલતા હતા. ધૂપીઆના ધૂમાડાના મિષથી જાણે તેઓ શેકથી અથુપાત કરતા હોય તેવા જણાતા હતા. કેઈ દેવતાઓ શિબિકા ઉપર પુપ નાંખતા હતા; કેઈ શેષા તરીકે તે પુષ્પને ગ્રહણ કરતા હતા કે આગળ દેવદૂષ્ય વસ્ત્રોના તોરણ કરતા હતા; કેઈ ચક્ષકદ્દમથી આગળ છંટકાવ કરતા હતા; કઈ ગફણથી ફેકેલા પાષાણુની જેમ શિબિકા આગળ આળોટતા હતા અને કઈ જાણે મોહ ચૂણ (માજમ)થી હણ્યા હોય તેમ પાછળ દોડતા હતા. કેઈ “હે નાથ ! હે નાથ !' એવા શબ્દો કરતા હતા કેઈ “અરે અમે મંદભાગી માર્યા ગયા !એમ બોલી પોતાના
માની નિંદા કરતા હતા. કાઈ કહે નાથ ! અમને શિક્ષા આપે' એમ યાચના કરતા હતા; કેઈ હવે અમારો ધર્મસંશય કેણ શે ?' એમ બોલતા હતા; અમે અંધની જેમ હવે કયાં જઈશું ?' એમ બેલી કઈ પશ્ચાતાપ કરતા હતા અને કઈ “અમને પૃથ્વી માર્ગ આપે એમ ઈચ્છતા હતા.
એ પ્રમાણે વર્તન કરતા અને વાજિંત્રો વગાડતા દેવતાઓ તથા ઈંદ્ર તે શિબિકાને ચિતા પાસે લાવ્યા. ત્યાં કૃતજ્ઞ ઇંદ્ર પુત્રની જેમ પ્રભુના દેહને ધીમે ધીમે પૂર્વ દિશાની ચિતામાં મૂકે; બીજા દેવતાઓએ સહદરની જેમ ઈક્વાકુ કુળના મુનિઓનાં શરીરને દક્ષિણ દિશાની ચિતામાં સ્થાપન કર્યા અને ઉચિતને જાણનારા અન્ય દેવોએ બીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org