________________
२०६ ભરત ચક્રવતીને શેક. .
સગ દ હો. નહોતું; તેથી ચક્રીને એ જણાવવા માટે તથા તેના હદયનો ખુલાસો થવા માટે ઈ ચકીની પાસે બેસી માટે પિકાર કરી રૂદન કર્યું. ઈદ્રની પછવાડે સર્વ દેવતાઓએ પણ રુદન કર્યું, કારણ કે તુલ્ય દુખવાળા પ્રાણીઓની સરખી જ ચેષ્ટા થાય છે. એ સર્વનું રુદન સાંભળી, સંજ્ઞા પામી ચક્રીએ પણ જાણે બ્રહ્માંડને ફેડી નાંખતા હોય તેવા ઉચ્ચ સ્વરે આક્રંદ કર્યું. મેટા પ્રવાહના વેગથી જેમ પાળ બંધ બુટી જાય, તેમ એવા રુદનથી મહારાજાની મોટી શેકગ્રંથી પણ બૂટી ગઈ. તે સમયે દેવ, અસુર અને મનુષ્યોના રુદનથી જાણે ત્રણ લોકમાં કરુણરસ એક છત્રવાળા (રાજા) થયેલ હોય તેમ જણાવા લાગ્યું. ત્યારથી માંડીને જગતમાં પ્રાણીઓને શોકસંભવ સમયે શેકશલ્યને વિશલ્ય કરનાર રુદનને પ્રચાર પ્રવર્યો. ભરતરાજા સ્વાભાવિક ધયને પણ છોડી દઈ, દુઃખિત થઈ. તિયાને પણ રેવરાવતા આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા...હે તાત! હે જગતબંધુ ! હે કૃપાસાગર ! અમને અને આ સંસાર અરણ્યમાં કેમ છડી ઘો છો ? દીપક સિવાય જેમ અંધકારમાં રહી ન શકાય તેમ કેવળજ્ઞાનથી સર્વત્ર પ્રકાશ કરનારા તમારા સિવાય અમે આ સંસારમાં કેમ રહી શકીશુ ? હે પરમેશ્વર ! છદ્મસ્થ પ્રાણીની જેમ તમે મૌન કેમ અંગીકાર કર્યું છે ? મૌનનો ત્યાગ કરીને દેશના દ્યો. હવે દેશના આપી મનુષ્ય પર શું અનુગ્રહ નહીં કરે ? હે ભગવાન ! તમે કાચમાં જાઓ છે તેથી બેલતા નથી, પણ મને દુઃખી જાણીને આ મારા બંધુઓ પણ મને કેમ લાવતા નથી ? પણ અહો ! મેં જાણ્યું કે તેઓ તે સ્વામીના જ અનુગામી છે તે સ્વામી ન લે ત્યારે તેઓ પણ કેમ બોલે ? અહો ! આપણા કુળમાં મારા સિવાય બીજો કોઈ આપને અનુગામી નથી થ એ નથી. ત્રણ જગતનું રક્ષણ કરનારા આપ, બાહુબલિ વિગેરે મારા નાના ભાઈઓ, બ્રાહી અને સુંદરી બહેને, પુંડરીકાદિક મારા પુત્રો, શ્રેયાંસ વિગેરે પૌત્રો-એ. સર્વ કર્મરૂપી શત્રુને હણી લેકાગ્રમાં ગયા, તે છતાં હું અદ્યાપિ જીવિતને પ્રિય માનતો જીવું છું.'.
આવા શોકથી નિર્વેદ પામેલા ચક્રીને, જાણે મરવાને ઈચ્છતા હોય તેવા જોઈને ઈદે બાધ આપવાનો આરંભ કર્યો-“હે મહાસત્વ ભરત ! આપણા આ સ્વામી પાસે સંસારસમુદ્ર તરી ગયા છે અને બીજાઓને તેમણે તાર્યા છે. કિનારાવડે મહાનદીની જેમ એમણે પ્રવર્તાવેલા શાસનવડે સંસારી પ્રાણીઓ સંસારસમુદ્ર તરશે. એ પ્રભુ પિતે કૃતકૃત્ય થયેલા છે અને બીજા લોકોને કૃતાર્થ કરવાને લક્ષે પૂર્વ પર્યત દીક્ષાવસ્થામાં રહેલા છે. હે રાજા ! સર્વ લોકનો અનુગ્રહ કરીને મેક્ષસ્થાનમાં ગયેલા એ જગત્પતિનો શામાટે તમે શેક કરે છે? જેઓ મૃત્યુ પામીને મહાદુઃખના ગૃહરૂપ ચારાશી લક્ષ નિમાં અનેક વખત સંચરે છે તેમને શેક કરવો ઘટે, પણ મૃત્યુ પામી માક્ષસ્થાનમાં જનારને છે, તે છે. માટે હું રાજા ! સાધારણ માણસની જેમ પ્રભુનો શોક કરતાં કેમ લજા પામતા નથી ? શોક કરનારા તમને અને શોચનીય પ્રભુને બંનેને માટે શેક ઉચિત નથી. જે એક વખત પણ પ્રભુની ધર્મદેશના સાંભળે છે તે શોક અને હર્ષથી છતાતે નથી, તો તમે બહુવાર દેશના સાંભળ્યા છતાં કેમ છતાઓ છે ? મોટા સમુદ્રને જેમ ક્ષોભ, મેરુપર્વતને કંપ, પૃથ્વીને ઉદ્વર્તાન, વજીને કંઠત્વ, અમૃતને વિરસતા અને ચંદ્રને જેમ ઉષ્ણતા–એ અસંભવિત છે તેમ તમારે રુદન કરવું તે પણ અસંભવિત છે. હું ધરાધિપતિ ! તમે ધીરા થાઓ અને તમારા આત્માને જાણે, કેમકે તમે ત્રણ જગતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org