________________
નિર્વાણ-મહેસવ.
મગ ૬ હી. સાધુઓનાં શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યો, પછી ઇંદ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાઓએ તે ચિતામાં અગ્નિ પ્રકટ કર્યો અને વાયુકુમાર એ વાયુ વિકળે, એટલે ચતરફ અગ્નિ પ્રગટે થઈને બળવા લાગ્યો. દેવતાઓ ચિતામાં પુષ્કળ કરે અમે ઘડા ભરી ભરીને ઘી તથા મધ નાંખવા લાગ્યા. જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ધાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવતાઓએ ક્ષીરસમુદ્રના જળથી ચિંતાગ્નિને શાંત કર્યો. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવાને માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી ડાઢા ગ્રહણ કરી; ઈશાનંદ્ર પ્રભુની ઉપલી ડાબી ડાઢા ગ્રહણ કરી, ચમરેંદ્ર નીચલી જમણું ડાઢા ગ્રહણું કરી, બલિ નીચેની ડાબી ડાઢા ગ્રહણ કરી, બીજા ઇદ્રોએ પ્રભુના બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજા અસ્થિ ગ્રહણ કર્યા. તે વખતે જે શ્રાવક અગ્નિ માગતા હતા તેમને દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ આપ્યા, તે અગ્નિ લેનારા અગ્નિહોત્ર બ્રાહ્મણે થયા. તેઓ પિતાને ઘરે જઈ પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા. અને ધનપતિ જેમ નિત પ્રદેશમાં રાખી લક્ષદીપનું રક્ષણ કરે, તેમ તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. ઈવાકુ વંશના મુનિઓને ચિતાગ્નિ શાંત થઈ જતે તો તેને સ્વામીના ચિતાગ્નિથી જાગૃત કરતા હતા અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઈવાકુ કુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા, પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિનું બીજા ચિતાગ્નિ સાથે તેઓ સંક્રમણ કરતા નહોતા. તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણેમાં પ્રવર્તે છે. કેટલાએકો પ્રભુના ચિતાગ્નિની ભસ્મ લઈને ભક્તિથી તે ભસ્મને વંદન કરતા હતા અને શરીરે ચોળતા હતા, ત્યારથી ભસ્મભૂષણધારી તાપસે થયા.
પછી જાણે અષ્ટાપદગિરિના નવાં ત્રણ શિખરે હોય તેવા તે ચિતાસ્થાને દેવતાઓએ રત્નના ત્રણ સ્તૂપ (દેરીઓ) કર્યા. ત્યાંથી તેઓએ નંદીશ્વરરૂપે જઈ શાશ્વત પ્રતિમા સમીપે અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો અને પછી ઈદ્ર સહિત સર્વ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યાં તે ઈદ્રો પોતપોતાના વિમાનમાં સુધર્મા સભાની અંદર માણુવક સ્થંભ ઉપર વજામય ગાળ ડાબલામાં પ્રભુની ડાઢાને આરોપણ કરીને પ્રતિદિવસ તેની પૂજા કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમને હમેશાં વિજયમંગળ થવા લાગ્યું.
ભરતરાજાએ પ્રભુના સંસ્કાર સમીપની ભૂમિ ઉપર ત્રણ ગાઉ ઊંચે અને જાણે મેક્ષ મંદિરની વેદિકા હોય તે સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણુથી વાદ્ધકિરત્ન પાસે કરાવ્યું. તેની તરફ પ્રભુના સમવસરણની જેમ ફટિક રત્નના ચાર રમણીક દ્વાર કરાવ્યાં, અને તે દરેક દ્વારની બંને તરફ શિવલમીના ભંડારની જેવા રત્નમય ચંદનના સેળ કળશે રચાવ્યા. દરેક દ્વારે જાણે સાક્ષાત્ પુણ્યવલ્લી હોય તેવા સળ સેળ રત્નમય તરણે રચાવ્યાં, પ્રશસ્તિ લિપિના જેવી અષ્ટ માંગળિકની સોળ સેળ પંકિતઓ રચી અને જાણે ચાર દિફપાળની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપ કરાવ્યા. તે ચાર મુખમંડપની આગળ ચાલતાં શ્રીવલ્લીમંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ કરાવ્યા. તે પ્રેક્ષામંડપની વચમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારાં વમય અક્ષવાટ રસ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમલમાં કર્ણિકાની જેમ એક એક મનહર સિંહાસન રચ્યું. પ્રેક્ષામંડપની આગળ એકેક મણિપીઠિકા રચી, તેની ઉપર રત્નના મનહર ચૈત્યસ્તુપ રમ્યા અને તે દરેક ચિત્યતૂપમાં આકાશને પ્રકાશ કરનારી દરેક દિશામાં મોટી મણિપીઠિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org