________________
પ ૧ લું મરીચિને કુલમહ.
૨૦૧ સિદ્ધ થશે. અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિકુંભ, બળિ, પ્રહલાદ, રાવણ અને મગધેશ્વર (જરાસંઘ) એ નવ પ્રતિવાસુદેવ થશે. તેઓ ચક્રથી પ્રહાર કરનારા એટલે ચક્રના શસ્ત્રવાળા હોય છે. તેમને તેમના જ ચક્રથી વાસુદેવે મારી નાંખે છે.” - એ પ્રમાણે સાંભળીને અને ભવ્ય જીવથી વ્યાસ એવી સભા જોઈને હર્ષ પામેલા ભરતપતિએ પ્રભુને પૂછયું- હે જગત્પતિ ! જાણે ત્રણ જગત એકત્ર થયાં હોય એવી આ તિર્યંચ, નર અને દેવમય સભામાં કઈ તે પુરુષ છે કે જે આપ ભગવાનની પેઠે તીર્થને પ્રવર્તાવી આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ?
પ્રભુએ કહ્યું- તમારે મરીચિ નામને પુત્ર જે પહેલે પરિવ્રાજક (ત્રિરંડી) થયેલ છે તે આર્ત અને રૌદ્રધ્યાનથી રહિત થઈ, સમક્તિથી શોભિત થઈ, ચતુવિધ ધર્મધ્યાનનું એકાંતમાં ધ્યાન કરીને રહેલા છે, તેને જીવ કાદવથી રેશમી વસ્ત્રની જેમ અને વિશ્વાસથી દર્પણની જેમ અદ્યાપિ કમથી મલિન છે; પરંતુ અગ્નિથી શુદ્ધ થયેલા વસ્ત્રની તથા જાતિવંત સુવર્ણની જેમ તે શુકલધ્યાનરૂપી અગ્નિના સંયેગથી અનુક્રમે શુદ્ધિને પામશે. પ્રથમ તે આ ભરતક્ષેત્રમાં પતનપુર નામના નગરમાં ત્રિપુષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. અનુક્રમે પશ્ચિમ મહાવિદેહમાં ધનંજય અને ધારણ નામના દંપતીને પુત્ર પ્રિય મિત્ર નામે ચક્રવત્તી થશે. પછી ઘણે કાળ સંસાર ભમીને આ જ ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીસમા તીર્થંકર થશે.
એ પ્રમાણે સાંભળી સ્વામીની આજ્ઞા લઈ ભરતરાજા ભગવંતની જેમ મરીચિને વાંદવાને ગયા. ત્યાં જઈ વંદન કરતાં ભારતે તેમને કહ્યું- તમે ટિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થશે, તે તમારા વાસુદેવપણને તથા ચક્રીપણુને હું વાંદતા નથી તેમજ આ તમારા પરિવ્રાજકપણાને હું વાંદતે નથી; પણ તમે વીસમા તીર્થંકર થશે તેથી હું તમને વાંકું છું.” એમ કહી મસ્તકે અંજલિ જોડી, ત્રણ પ્રદક્ષિણા કરી ભરતેશ્વરે મરીચિને વંદના કરી. પછી પુનઃ જગત્પતિને નમી, સર્પરાજ જેમ ભગવતીમાં જાય તેમ ભરતરાય અયોધ્યા નગરીમાં ગયા. - ભરતેશ્વરના ગયા પછી તેમની વાણીથી હર્ષ પામેલા મરીચિએ ત્રણ વાર પિતાના કરને આસ્ફોટ કરી, અધિક હર્ષ પામી આ પ્રમાણે બોલવાને આરંભ કર્યો–અહે ! હું સર્વ વાસુદેવામાં પ્રથમ વાસુદેવ થઈશ, વિદેહમાં ચક્રવરી થઈશ અને છેલ્લે તીર્થંકર થઈશ, તેથી મારે સર્વ પૂર્ણ થયું. સર્વ અહંતમાં આદ્ય મારા પિતામહ છે, સર્વ ચક્રીમાં આદ્ય મોરા પિતા છે અને સર્વ વાસુદેવમાં આઈ હું થઇશ, તેથી અહો ! મારું કુળ શ્રેષ્ઠ છે, હસ્તીવંદમાં જેમ એરાવત હાથી શ્રેષ્ઠ છે, તેમ લયમાં સર્વ કુળમાં મારું કુળ શ્રેષ્ઠ છે. સર્વ ગ્રહોમાં જેમ સૂર્ય, તારામાં જેમ ચંદ્ર, તેમ સર્વ કુળમાં મારું એક કુળ જ. પ્રકૃણ છે. ' કરોળીએ પિતાની લાળવડે ૫ડ બાંધે અને જેમ તેમાં પિતે જ બંધાય, તેમ મરીચિએ આવી રીતે કુળમદ કરવાથી નીચ ગેત્ર બાંધ્યું.
પુંડરીક વિગેરે ગણધરોથી પરવરેલા ઋષભસ્વામી વિહારના મિષથી પૃથ્વીને પવિત્ર કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. કેશલ દેશના લેકેને પુત્રની જેમ કૃપાથી ધર્મમાં કુશળ ( ૧ પ્રતિવાસુદેવ નરકે જનાર જ હોય છે, A - 26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org