________________
૫૧ લું. પુંડરીક ગણધર પ્રમુખની શ્રી શત્રુંજય પર સંલેખના. ૨૭ પચાસ એજન, શિખરમાં દશ એજન અને ઊંચાઈમાં આઠ પેજન એવા તે શત્રુંજય ગિરિ ઉપર ભગવાન ઋષભદેવજી આરૂઢ થયા.
ત્યાં દેવતાઓએ તત્કાળ બનાવેલા સમવસરણમાં સર્વહિતકારી પ્રભુ બેઠા અને દેશના આપવા લાગ્યા. ગંભીર ગિરાથી દેશના આપતા પ્રભુની પાછળ જાણે તે ગિરિ પિતાની ગુફામાંથી થએલા પ્રતિશથી બેલ હોય એવું જણાતું હતું, જેમાસાની આખરે મેર જેમ વૃષ્ટિથી વિરામ પામે તેમ પ્રથમ પીરસી પૂરી થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા અને ત્યાંથી ઊઠીને મધ્ય ગઢના મંડપમાં રહેલા દેવનિર્મિત દેવચ૭૬ ઉપર જઈને . બેઠા. પછી મંડળિક રાજાની પાસે જેમ યુવરાજ બેસે, તેમ સર્વ ગણધરેમાં મુખ્ય શ્રીપુંડરીક ગણધર સ્વામીના મૂળ સિંહાસનની નીચેના પાદપીઠ ઉપર બેઠા અને પૂર્વવત્ સર્વ સભા બેઠી એટલે ભગવાનની પ્રમાણે તેઓ ધર્મદેશના આપવા લાગ્યા. પ્રાતઃકાળે જેમ પવન ઝાકળરૂપ અમૃતનું સિંચન કરે, તેમ બીજી પીરસી પૂરી થતાં સુધી એ મહાત્મા ગણધરે દેશના આપી. પ્રાણીઓના ઉપકારને માટે એવી રીતે ધર્મદેશના આપતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર રહ્યા હતા તેમ કેટલેક કાળ ત્યાં જ રહ્યા, એકદા બીજે વિહાર કરવાની ઈચ્છાથી જગગુરુએ ગણુધરમાં પુંડરીક સમાન પુંડરીક ગણધરને આજ્ઞા કરી હે મહામુનિ! અમે અહીંથી બીજે વિહાર કરશું અને તમે કેટ મુનિ સાથે અહીં જ
હે. આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને ચેડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે અને શૈલેશી ધ્યાનને કરતા તમે પરિવાર સહિત આ જ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કરશે.' પ્રભુની એ આજ્ઞા અંગીકાર કરીને પ્રણામ કરી પુંડરીક ગણધર કોટિ મુનિ સાથે ત્યાં જ રહ્યા. જેમ ઉઢેલ સમુદ્ર કિનારાના ખાડાઓમાં રત્નસમૂહને મૂકી ચાલ્યો જાય, તેમ તેઓને ત્યાં મૂકી મહાત્મા પ્રભુએ પરિવાર સહિત બીજે વિહાર કર્યો. ઉદયાચલ પર્વત ઉપર નક્ષત્રોની સાથે ચંદ્ર રહે તેમ બીજા મુનિઓની સાથે પુંડરીક ગણધર એ પર્વત ઉપર રહ્યા. પછી પરમ સવેગવાળા તેઓ પ્રભુના જેવી મધુર વાણુથી બીજા શ્રમણ પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે મુનિઓ ! જયની ઈચ્છાવાળાઓને સીમાડાની ભૂમિને સાધનાર કિલ્લાની જેમ મોક્ષની ઈચ્છાવાળાઓને આ પર્વત ક્ષેત્રના પ્રભાવથી સિદ્ધિને આપનાર છે; તે હવે આપણે મુક્તિના બીજા સાધનરૂપ સંલેખના કરવી જોઈએ. તે સંલેખના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. સાધુઓએ સર્વ પ્રકારના ઉન્માદ અને મહારોગના નિદાનનું શેષણ કરવું તે દ્રવ્યસંલેખના કહેવાય છે અને રાગ, દ્વેષ, મેહ તથા સર્વ કષાયરૂપ સ્વાભાવિક શત્રુઓને વિચ્છેદ કરે તે ભાવસંલેખન કહેવાય છે. એ પ્રમાણે કહીને પંડરીક ગણધરે ટિ શ્રમણોની સાથે પ્રથમ સર્વ પ્રકારના સૂક્ષમ અને બાદર અતિચારની આલોચના કરી અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતનું આરોપણ કર્યું; કારણ કે વસ્ત્રને બે ત્રણ વખત ધોવું તે જેમ વિશેષ નિર્મળતા નું કારણ છે, તેમ અતિચારથી વિશેષ રીતે શુદ્ધ થવું તે વિશેષ નિર્મળતાનું કાણું છે. પછી “સર્વ જી મને ક્ષમા કરે, હું સર્વના અપરાધ ખમું છું, મારે સર્વ પ્રાણીઓની સાથે મિત્રી છે, કેઈની સાથે મારે વૈર નથી. એવી રીતે કહીને આગાર રહિત અને દુષ્કર એવું વિચરિમ અનશન વ્રત તેમણે સર્વ શ્રમની સાથે ગ્રહણ કર્યું. ક્ષપકશ્રેણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org