________________
૧૯૪. “સાહન” ની ઉત્પત્તિ
સગ ૬ હૈ એવી રીતે કહી પ્રભુના ચરણકમલમાં વંદન કરી ઈદ્ર ઊભો રહ્યો. ભરતરાજાએ એ
પુનઃ વિચાર કર્યો કે--એ મુનિઓએ જે કે મારા અન્નાદિકને આદર કર્યો નથી, તથાપિ અવગ્રહના અનુગ્રહની આજ્ઞાથી તે હું આજે કૃતાર્થ થાઉં,' એમ મનમાં ધારી શ્રેષ્ઠ હદયવાળા ચક્રીએ ઈદ્રની જેમ પ્રભુના ચરણ પાસે જઈ પોતાના અવગ્રહની પણ આજ્ઞા કરી. પછી પોતાના સહધમી ( સામાન્ય ધર્મબંધુ ) ઈંદ્રને પૂછયું-હાલ અહીં લાવેલા આ ભાત પાણીનું મારે શું કરવું ?'
ઈકે કહ્યું-તે સર્વ ગુણોત્તર ( વિશેષ ગુણવાન) પુરુષને આપી દેવું.
ભરતે વિચાર્યું – “સાધુઓ સિવાય બીજા ગુણેત્તર પુરુષે કોણ? હા ! મારા જાણવામાં આવ્યું. દેશવિરતિ એવા શ્રાવકે ગુણોત્તર છે, માટે આ સઘળું તેમને આપવું એગ્ય છે.” એમ નિશ્ચય કર્યા પછી ચક્રીએ વિગપતિ ઈદ્રનું પ્રકાશમાન અને મહર આકૃતિવાળું રૂપ જે વિસ્મય પામી તેને પૂછયું- હે દેવપતિ ! સ્વર્ગમાં પણ તમે આવે રૂપે રહે છે કે બીજે રૂપે રહે છે ? કારણ કે દેવતાઓ તે કામરૂપી (ઇચ્છિત રૂપે કરનાર) કહેવાય છે.'
ઈદે કહ્યું- હે રાજન! સ્વર્ગમાં અમારું આવું રૂપ ન હોય. ત્યાં જે રૂપ હોય છે તે મનુષ્યોથી જોઈ પણ શકાતું નથી.” - ભરતે કહ્યું-તમારા તેવા પ્રકારના રૂપના દર્શન માટે મને ઘણી ઈચ્છા થાય છે, તેથી તે સ્વર્ગપતિ ! ચંદ્ર જેમ ચકેરને પ્રસન્ન કરે તેમ તમારી દિવ્ય આકૃતિના દર્શનથી તમે મારા ચક્ષુને પ્રસન્ન કરે”
ઈદ્દે કહ્યું- હે રાજા! તમે ઉત્તમ પુરુષ છે. તમારી પ્રાર્થના વ્યર્થ ન જવી જોઈએ, માટે હું મારા એક અંગનું તમને દર્શન કરાવીશ.” એમ કહી ઈ ગ્ય અલંકારથી શોભતી અને જગતરૂપી મંદિરમાં દીપિકા સમાન પિતાની એક અંગુલિ ભરતશયને બતાવી. તે પ્રકાશિત કાંતિવાળી ઈદ્રની આંગળી જેઈ પૂર્ણિમાના ચંદ્રને જેવાથી સમુદ્રની જેમ મેદિનીપતિ પ્રમોદ પામ્યા. ભરતરાયનું એવી રીતે માન જાળવી, ભગવંતને પ્રણામ કરી, સંધ્યાના અભ્રની જેમ ઈદ્ર તત્કાળ અંતર્ધાન થઈ ગયા. ચક્રવત્તી પણ સ્વામીને નમન કરી, કરવાનાં કાર્યો મનમાં ચિંતવી ઇંદ્રની જેમ પિતાની અયોધ્યા નગરીમાં આવ્યા. રાત્રે તેમણે ઈદ્રની અંગુલિનું આરોપણ કરીને ત્યાં અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો. સસુરષોનું કર્તવ્ય ભક્તિમાં અને સ્નેહમાં સરખું જ હોય છે. ત્યારથી ઈદ્રને સ્તંભ રેપી લોકેએ સર્વત્ર ઈ દ્રોત્સવ કરવા માંડ્યો, જે અદ્યાપિ લેકમાં પ્રવર્તે છે.
સૂર્ય જેમ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય, તેમ વ્યંજન રૂપી કમલને પ્રબોધ કરવા માટે ભગવાન શ્રી ઝષભસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપરથી અન્યત્ર વિહાર કર્યો.
અહીં અયોધ્યામાં ભરતરાજાએ સર્વ શ્રાવકોને બેલાવીને કહ્યું–તમારે હમેશાં ભજનને માટે મારે ઘેર પધારવું. કૃષિ વિગેરે કાર્ય ન કરતાં તમારે સ્વાધ્યાયમાં પરાયણ રહીને, નિરંતર અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવામાં તત્પર થવું. ભજન કરીને મારી સમીપ આવી દરરોજ તમારે આ પ્રમાણે બોલવું-નિત મન કરે મીતા અને મા (તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org