________________
પર્વ ૧ હું ઉસૂત્રભાષણથી મરીચિએ ઉપાર્જેલ ઉત્કટ સંસાર–મણું. ૧૮૭ તેણે મરીચિને ધર્મમાગ પૂછે એટલે તેણે કહ્યું–અમારી પાસે ધર્મ નથી, જે ધર્મના અથ હો તો સ્વામીનો જ આશ્રય કરે.' મરીચિનાં એવાં વચન સાંભળી કપિલ પાછે પ્રભુની પાસે આવ્યું અને અગાઉ પ્રમાણે દેશના સાંભળવા લાગ્યો. તેના ગયા પછી મરીચિએ વિચાર્યું –અહે ! સ્વકર્મકષિત એવા આ પુરુષને સ્વામીને ધર્મ રૂ નહીં ! ગરીબ ચાતકને સંપૂર્ણ સરોવરથી પણ શું થાય ?'
ઘેડીવારે કપિલ પુનઃ મરીચિ પાસે આવી કહેવા લાગ્ય-શું તમારી પાસે જે તે પણ ધર્મ નથી ? જો ન જ હોય તે પછી તેના વ્રત પણ કેમ કહેવાય ?” આ વખતે મરીચિએ વિચાર્યું કે-“દેવગે આ કેઈમારે લાયક મળી આવ્યો જણાય છે. ઘણે કાળે સરખે સરખાને યોગ થાય છે, માટે હું જે સહાયરહિત છું તેને એ સહાયરૂપ થાઓ !' આમ વિચારી તેમણે કહ્યું- ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે. તેના આ એક દુર્ભાષણ (ઉસૂત્ર ભાષણ) થી તેણે કેટાનુકટી સાગરોપમપ્રમાણુ ઉત્કટ સંસાર વધાર્યો. પછી તેણે કપિલને દીક્ષા આપી પિતાને સહાયક કર્યો. ત્યારથી પરિવ્રાજક પણાનું પાખંડ શરૂ થયું.
વિશ્વોપકારી ભગવાન શ્રીષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણુમુખ, કર્બટ, પતન, મંડબ, આશ્રય અને ખેડાઓથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. ઋવિહાર સમયમાં પિતાની ચારે દિશાએ સવાસો જન સુધી લેકેના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગજંતુઓને શાંતિ પમાડતા હતા; રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ મૂષક, શુક વિગેરે ઉપદ્રવ કરનારા જીની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા; અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્વત વર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા; પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહાર પ્રવૃત્તિથી જેમ લેકસમૂહને આનંદ પમાડ્યો હતો તેમ વિહારની પ્રવૃત્તિથી સર્વને આનંદ પમાડતા હતા; ઔષધથી અજીર્ણ અને અતિ સુધાને નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવને નાશ કરતા હતા, અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા કે તેમને આગમન ઉત્સવ કરતા હતા અને માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે તેમ સંહારકારક ઘેર દુર્ભિક્ષથી સર્વની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લેકે સ્તુતિ કરતા હતા, જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને જીતનારું ભામડળ તેઓએ ધારણ કર્યું હતું = આગળ ચાલતા ચકથી જેમ ચક્રવત્તી શોભે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તેઓ શોભતા હતા; સર્વ કર્મને જય કરવાથી ઊંચા જયસ્તંભ જે નાની નાની હજારે વજાઓથી યુક્ત એક ધર્મદિવસ તેઓની આગળ ચાલતો હત; જાણે તેમનું પ્રયાણુંચિત કલ્યાણમંડળ કરતે હેય તે
* અહીંથી તીર્થંકરના અતિશય સંબંધી વર્ણન છે. આ
= તીર્થકર વિચરે તેની તરફ સવાસ યોજન સુધી ઉપદ્રવકારી રોગની શાંતિ થાય, પરસ્પરના વૈરને નાશ થાય, ધાન્યાદિને ઉપદ્વવકારી જંતુઓ ન થાય, મરકી વિગેરે ન થાય, અતિવૃષ્ટિ ન થાય, દુર્લિક્ષ ન પડે, સ્વચા ને પરચક્રને ભય ન થાય એ તથા પ્રભુના મસ્તકની પાછળ ભામંડળ રહે એ કેવળજ્ઞાનના પ્રગટ થવાથી થતા અગીયાર અતિશયમાંહેના અતિશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org