________________
૧૧૦ ભરત મહારાજાનું પ્રભુને વંદનાથે પ્રયાણ.
સગ ૩ જે. છે. આવી કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને જણાય છે કે આપ ભાગ્યદયવડે વૃદ્ધિ પામે છે.” શમકે ઊંચે સ્વરે નિવેદન કર્યું કે “ આપણી આયુધશાલામાં હમણા ચરિત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળી ભરતરાય ક્ષણવાર ચિંતામાં પડ્યા કે “ અહીં પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અહીં ચક્ર ઉત્પન્ન થયું, પ્રથમ મારે કેની અર્ચા કરવી ? પરંતુ “વિશ્વને અભય આપનાર પિતાજી ક્યાં અને પ્રાણીઓને ઘાત કરનાર ચક્ર ક્યાં ?” એમ વિચારી પ્રથમ સ્વામીની પૂજાને માટે પિતાના માણસોને તૈયારી કરવા આજ્ઞા કરી. યમક અને શમકને એગ્ય રીતે પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યા અને મરુદેવા માતાને કહ્યું–‘દે દેવી ! આપ હમેશાં કરુણાક્ષરથી કહેતા હતા કે મારે ભિક્ષાહારી અને એકાકી પુત્ર દુખનું પાત્ર છે, પણ હવે ત્રયના સ્વામીત્વને ભજનાર તે તમારા પુત્રની સંપત્તિ જુઓ.” એમ કહી માતાજીને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યા. પછી જાણે મૂર્તિ માન લહમીમય હોય તેવાં સુવર્ણ, રત્ન અને માણિકયના આભૂષણવાળા ઘડા, હાથી, પાયદળ અને રથ લઈ મહારાજાએ પ્રયાણ કર્યું. પિતાનાં આભૂષણોની કાંતિથી જંગમ તેરણને રચનારા સૈન્ય સહિત ચાલતા મહારાજા ભરતે દૂરથી ઉપરના રત્નમય ગઢ જે. ભરતે મરુદેવી માતાને કહ્યું- દેવી ! જુઓ ! આ દેવીઓ અને દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીના ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓને આ જ્ય
જ્ય શબ્દ સંભળાય છે. હે માતા ! જાણે પ્રભુને બંદી હોય તેમ ગંભીર અને મધુર શબ્દથી આકાશમાં વાગતે દુંદુભી આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીનાં ચરણ્યકમલને વંદના કરનારા દેવતાઓના વિમાનોમાં થયેલ આ મોટા ઘુઘરીઓનો અવાજ આપણે છીએ. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવતાઓને મેઘની ગર્જના જે આ સિંહનાદ આકાશમાં સંભળાય છે. ગ્રામ અને રાગથી પવિત્ર થયેલી આ ગંધર્વોની ગીતિ જાણે પ્રભુની વાણીની દાસી હોય તેમ આપણને આનંદ આપે છે. પાણીના પ્રવાહથી જેમ કાદવ જોવાઈ જાય તેમ ભારતનું એવું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલા આનંદાશ્રુવડે મરુદેવાની દષ્ટિમાં વળેલાં પડલ જોવાઈ ગયાં, એટલે પિતાના પુત્રના અતિશય સહિત તીર્થ. કરપણાની લક્ષમી પોતાનાં નેત્રવડે જોઈ. તેના દર્શનથી થયેલા આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયાં. તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ, આઠ કર્મને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી છે તે જ વખતે આયુષ પૂર્ણ થવાથી) અંતકૃતકેવળી થઈ સ્વામિની મરુદેવી હસ્તીન્કંધ ઉપર આરૂઢ થયેલાં જ અવ્યયપદ (મોક્ષ)ને પામ્યાં. આ અવસર્પિણમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયાં. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીરસમુદ્રમાં નિશ્ચિત કર્યું. ત્યાંથી આ લોકમાં મૃતકની પૂજા પ્રવક્તી. કેમકે મહાત્માઓ જે કરે તે આચરણને માટે કપાય છે. માતા મરુદેવાને મોક્ષ પ્રાપ્ત થયેલ જાણું વાદળની છાયા અને સૂર્યના તાપથી મિશ્રિત થયેલા શરદ ઋતુના સમયની જેમ હર્ષ અને શેકથી ભરત રાજા વ્યાપ્ત થયા. પછી રાજ્યચિહ્નોનો ત્યાગ કરી પરિવાર સહિત પગે ચાલતા તેમણે ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ચારેય નિકાયના દેવતાએથી વીંટાઈ રહેલા અને દષ્ટિરૂપી ચકેરને ચંદ્ર સમાન પ્રભુને ભરતેશ્વરે જોયા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રણામ કરી, મસ્તકે અંજલિ જોડી ચક્રવતી એ સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
- “હે અખિલ જગન્નાથ ! હે વિશ્વને અભય આપનારા પ્રથમ તીર્થેશ ! હે સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org