________________
૧૭૬
વાયુદ્ધમાં પણ ભરતરાજાને થયેલ પરાય.
સગ ૫ મ. પેઠે, બાહુબલિને વિજ્ય થવાથી સોમજશાદિ વીરાએ મોટા હર્ષથી કોલાહલ કર્યો. કીતિ રૂપી નકીએ જાણે નૃત્યને આરંભ કર્યો હોય તેમ ઉદ્યત થયેલા બાહુબલિના સૈનિકોએ જયવાજીંત્ર વગાડ્યાં. ભરતરાયના સુભટો જાણે મૂચ્છ પામ્યા હોય, જાણે સૂતા હોય અથવા જાણે રોગાતુર હોય તેમ મંદ પરાક્રમી થયા. અંધકાર અને પ્રકાશવાળા મેરુપર્વતના બંને પાસાની જેમ બંને સૈન્ય ખેદ અને હર્ષથી યુક્ત થયા. તે સમયે બાહુબલિએ ચકીને કહ્યું- હું કાકતાલીય ન્યાયની પેઠે જીત્યો છું એમ ન બે લશો; જે તમારા મનમાં એમ હોય તે વાણીથી પણુ યુદ્ધ કરે.” બાહુબલિનું એવું કથન સાંભળી પગથી ચંપાયેલા સર્પની પેઠે અમર્ષયુક્ત થયેલા ચકીએ કહ્યું- એ રીતે પણ ભલે તર જીતવાળા થાઓ !”
પછી ઈશાન ઈન્દ્રનો વૃષભ નાદ કરે “સૌધર્મ ઈન્દ્રને હસ્તી ગર્જના કરે અને મેઘ જેમ સ્વનિત શબ્દ કરે, તેમ ભરતરાજાએ મેટ સિંહનાદ કર્યો. મોટી નદીના બંને બાજુના તટમાં જળના પૂરની જેમ તે સિંહનાદ આકાશમાં ચોતરફ વ્યાપી ગયો અને જાણે યુદ્ધ જેવા આવેલા દેવતાઓના વિમાનને પાડતો હોય, આકાશમાંથી ગ્રહ, નક્ષત્ર અને તારાને જાણે બ્રશ કરતો હોય, કુળપર્વતેનાં ઊંચાં શિખરોને ચલાયમાન કરતે હેય અને જળરાશિના જળને જાણે ઉછાળતો હોય તે તે નાદ જણાવા લાગ્યો. તે સિંહનાદ સાંભળવાથી દુષ્ટ બુદ્ધિવાળા પુરુષ ગુરુની આજ્ઞા ન માને તેમ રથના ઘોડાઓ રાશને પણ ન ગણવા લાગ્યા; પિશુન લોકો સવાણુને ન માને તેમ હસ્તીઓ અંકુશને ન માનવા લાગ્યા; કફ રોગવાળા કડવા પદાર્થને ન જાણે તેમ ઘડાએ લગામને ન જાણવા લાગ્યા વિટપુરુષ લજજાને ગણે નહીં તેમ ઊંટે નાસિકાની નાથને ગણવા લાગ્યા નહીં અને ભૂતાવિષ્ટની જેમ ખચ્ચરે પોતાની ઉપર પડતા ચાબખાઓના પ્રહારને પણ માનવા લાગ્યા નહીં એ પ્રમાણે ભરતચક્રીએ કરેલા સિંહનાદથી ત્રાસ પામને કઈ સ્થિર રહી શકયું નહીં. તે પછી બાહુબલિએ ઘણો ભયંકર સિંહનાદ કર્યો. તે અવાજ સાંભળીને સર્પો, નીચે ઉતરતા ગરૂડની પાંખના અવાજની બુદ્ધિથી પાતાળમાંથી પણ પાતાળમાં પિસી જવાને ઈચ્છતા હોય તેવા થઈ ગયા. સમુદ્રની મધ્યમાં રહેલા જળજતુઓ તે સિંહનાદ સાંભળવાથી સમુદ્રમાં પ્રવેશ થયેલા મંદરાચલના મંથન શબ્દની શંકાથી ત્રાસ પામવા લાગ્યા, કુળ૫ર્વતો તેને સાંભળીને વારંવાર ઇદ્ર મૂકેલા વજન શબ્દના ભ્રમથી પિતાના ક્ષયની આશંકા કરીને કંપવા લાગ્યા, મૃત્યુલોકવાસી સર્વ મનુષ્યો તે શબ્દ સાંભળી, કલ્પાંત કાળે પુષ્કરાવ મૂકેલા વિદ્યધ્વનિના ભ્રમથી પૃથ્વી ઉપર આમતેમ આળોટવા લાગ્યા. અને દેવતાઓ દુશવ શબ્દ સાંભળી અકાળે પ્રાપ્ત થયેલા દૈત્યોના ઉપદ્રવ સંબંધી કોલાહલના ભ્રમથી આકળવ્યાકળ થવા લાગ્યા. એ દુઃશ્રવ સિંહનાદ જાણે લેકનાલિકાની સાથે સ્પર્ધા કરતો હોય તેમ અધિક અધિક વધવા લાગ્યો. બાહુબલિને સિંહનાદ સાંભળીને ભરતરાજાએ ફરીથી મૃગલીની જેમ દેવતાઓની સ્ત્રીઓને ત્રાસ પમાડનારે સિંહનાદ કર્યો. જાણે મધ્યલકને કીડાવડે ભય કરનારા હોય તેમ ચક્રી અને બાહુબલિએ અનુક્રમે સિંહનાદ કર્યા. તેમ કરતાં કરતાં અનુક્રમે હાથીની શુંઢની જેમ અને સપના શરીરની જેમ ભરતરાજાના સિંહનાદને શબ્દ ન્યૂન થતો ગયો અને નદીના પ્રવાહની પેઠે તેમજ સજનના નેહની પેઠે બાહુબલિને સિંહનાદ અધિક અધિક વધતો ગયો. એવી રીતે શસ્ત્ર સંબંધી વાગ્યુદ્ધમાં પણ વાદી જેમ પ્રતિવાઢીને જીતે, તેમ વીર બાહુબલિએ - ભરતરાજાને જીતી લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org