________________
૧૮૨ બાહુબલિનું ઉગ્ર પરિસહ-સહનપણું
સગ ૫ મે પિતાને હું પુત્ર છતાં મેં ઘણે કાળે તેને દુર આચરણવાળી જાણી, તે બીજે કે તેને તેવી જાણી શકશે ? માટે આ રાજ્યલક્ષ્મી સર્વથા ત્યાગ કરવા યોગ્ય જ છે. ? એ નિશ્ચય કરી મોટા મનવાળા તે બાહુબલિએ ચક્રવતીને આ પ્રમાણે કહ્યું- હે ક્ષમાનાથ! હે ભ્રાતા ! ફક્ત રાજ્યને માટે મેં શત્રુની પેઠે તમને ખેદ પમાડ્યો તે ક્ષમા કરજે. આ સંસારરૂપી મેટા દ્રહમાં તંતુમાસની જેવા ભાઈ, પુત્ર અને કલત્રાદિકથી તથા રાજ્યથી પણ મારે સયું ! હું તે હવે ત્રણ જગતના સ્વામી અને વિશ્વને અભયદાન આપવામાં એક સદાવ્રતવાળા પિતાજીના માર્ગમાં પાથરૂપે પ્રવર્તીશ.' - એવી રીતે કહીને સાહસિક પુરુષોમાં અગ્રણે અને મહાસત્વવંત તે બાહુબલિએ ઉગામેલી મુષ્ટિવડે જ તૃણની જેમ પોતાના મસ્તક ઉપરના કેશનો લેચ કર્યો. તે વખતે દેવતાઓએ “સાધુ, સાધુ’ એમ બેલી તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પાંચ મહાવ્રત ધારણ કરી તે મનમાં વિચારવા લાગ્યા–“ હમણું પિતાજીના ચરણકમલ સમીપે નહીં જાઉ, કારણ કે હમણાં જવાથી પૂર્વે વ્રત ગ્રહણ કરનારા અને જ્ઞાનવાન એવા મારા નાના ' ભાઈઓમાં મારું લઘુપણું થાય; માટે હાલ તે અહીં જ રહી ધ્યાનરૂપી અગ્નિથી ઘાતી, કમને બાળી દઈ ( ક્ષય કરી ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પછી સ્વામીની પર્ષદામાં જઇશ.” એ નિશ્ચય કરી એ મનસ્વી બાહુબલિ પિતાના બે હાથ લાંબો કરી રત્નપ્રતિમાની જેમ ત્યાં જ થયેત્સ કરીને રહ્યા. પિતાના ભાઈની તેવી સ્થિતિ જોઈ ભરતરાજા પિતાના કુકર્મને વિચારી જાણે પૃથ્વીમાં પેસી જવાને ઇચ્છતા હોય તેમ નીચી ગ્રીવા કરી ઊભા રહ્યા. પછી જાણે મૂર્તિમાન શાંતરસ હોય તેવા પિતાના ભાઈને કિંચિત્ ઉષ્ણુ અશ્રુથી જાણે બાકી રહેલ કેપને તજી દેતા હોય તેમ ભરતરાજાએ પ્રણામ કર્યો. પ્રણામ કરતી વખતે બાહુબલિના નખરૂપી ઢ૫ણમાં સંક્રાંત થવાથી, જાણે અધિક ઉપાસના કરવાની ઈચ્છાથી તેમણે જુદાં જુદાં રૂપ ગ્રહણ કર્યા હોય તેવા જણાવા લાગ્યા. પછી બાહુબલિમુનિના ગુણસ્તવનપૂર્વક તેઓ અપવાદરૂપ રંગની ઔષધિ જેવી પિતાની નિંદા આ પ્રમાણે કરવા લાગ્યા. “તમને ધન્ય છે કે તમે મારી અનુકંપાથી રાજ્યને પણ છોડી દીધું. હું પાપી અને દુર્મદ છું કે જેથી મેં અસંતુષ્ટ થઈ તમને આવી રીતે ઉપદ્રવ કર્યો. જેઓ પોતાની શક્તિ જાણતા નથી, જેઓ અન્યાય કરનારા છે અને જેઓ લેભથી છતાયેલા છે તેમાં હું ધુરંધર છું. આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજરૂપ જેઓ જાણતા નથી તેઓ અધમ પુરુષ છે, હું તેમાંથી પણ વિશેષ છું; કારણ કે તેવું જાણતાં છતાં હું આ રાજ્યને છેડતું નથી. તમે પિતાજીના ખરા પુત્ર છે કે જે પિતાના માર્ગને અનુસર્યા, હું પણ જે તમારા જેઓ થાઉં તે પિતાજીને ખરે પુત્ર કહેવાઉં.” એવી રીતે પશ્ચાત્તાપરૂપી જળથી વિષાદરૂપી પંકને દૂર કરી, ભરતરાજાએ બાહુબલિના પુત્ર ચંદ્રયશાને તેના રાજ્ય ઉપર બેસાર્યો. ત્યાંથી આરંભીને જગતમાં સેંકડો શાખાવાળે ચંદ્રવંશ પ્રવર્તે છે તેવા પુરુષનેની ઉત્પત્તિને એક હેતુરૂપ થઈ પડ્યો. પછી ભરતરાજા બાહુબલિમુનિને નમી સ્વર્ગ રાજ્યલક્ષમીની સહોદરા જેવી પિતાની અયોધ્યા નગરીમાં સર્વે પરિવાર સહિત પાછા આવ્યા.
ભગવાન બાહુબલિ જાણે પૃથ્વીમાંથી નીકળ્યા હોય અથવા જાણે આકાશથી ઉતર્યા હેય તેમ ત્યાં એકલા જ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા, ધ્યાનમાં એકતાનવાળા બાહુબલિનાં બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org