________________
પર્વ ૧ લું. બાહુબલિએ સ્વયં ગ્રહણ કરેલ સાધુપણું.
૧૮૧ લાગ્યા. જવાળાઓની જાળથી વિકરાળ એવું તે ચક જાણે અકાળે કાળાગ્નિ હોય, જાણે બીજે વડવાનળ હય, જાણે અકસ્માત વાનળ હય, જાણે ઊંચે ઉલ્કાપુંજ હય, જાણે પડતું રવિબિંબ હોય અને જાણે વીજળીને ગોળ ભમતું હોય તેવું જણાવા લાગ્યું, ચક્રવત્તી એ પ્રહારને માટે ભમાવેલું તે ચક જોઈને મનસ્વી બાહુબલિ પિતાના મનમાં વિચારવા લાગ્યપિતાને પિતાના (ઋષભસ્વામીના) પુત્રપણે માનનારા એ ભરતરાજાને ધિક્કાર છે અને તેના ક્ષાત્રવતને પણ ધિક્કાર છે ! કે મેં દંડનું આયુધ ધારણ કર્યું છે અને તેણે ચક્રને ગ્રહણ કર્યું, દેવતાઓની સમક્ષ એણે ઉતમ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી, પણ આ પ્રમાણે વર્તવાથી બાળકની પેઠે તેણે તે પ્રતિજ્ઞા તેડી છે, તેથી તેને ધિકકાર છે! તપસ્વી જેમ તેજલેશ્યા બતાવે તેમ ક્રોધિત થયેલે તે ચક્ર બતાવીને સર્વ વિશ્વને ભય પમાડશે તેમ મને પણ ભય પમાડવાની ઈચ્છા રાખે છે, પણ જેવી રીતે તેણે પોતાના ભુજદંડને સાર જાણી લીધે તેવી રીતે આ ચક્રનું પરાક્રમ પણ ભલે જાણે!” એવી રીતે વિચાર કરનારા બાહુબલિ તરફ ભરતપતિએ પિતાના સર્વ બળથી ચક છેડયું. ચક્રને પિતાની પાસે આવતું જોઈ તક્ષશિલાને પતિ વિચારવા લાગ્યા–જીર્ણ થયેલા પાત્રની જેમ આ ચક્રને હું ચૂર્ણ કરી નાખું ? કંદુકની લીલાની જેમ આઘાત કરી તેને ફેંકી દઉં ? કીડાથી પત્થરના કટકાની જેમ તેને આકાશમાં ઉડાડી દઉં ? બાળકના નાળની જેમ તેને પૃથ્વીમાં દાટી દઉં ? ચપળ ચકલાના બચ્ચાની જેમ તેને હાથમાં પકડી લઉં ? વધને ચાગ્ય અપરા જેમ તેને દૂરથી જ છોડી દઉં ? કે ઘંટીમાં પડેલા કણની જેમ તેના અધિષ્ઠાયક હજાર યક્ષેને દંડવડે શીધ્ર દળી નાંખું ? અથવા એ સર્વ વિધિ પાછળ રાખી પ્રથમ તેનું સામ તે જાણું? તે એવી રીતે વિચારે છે તેટલામાં શિષ્ય જેમ ગુરુની પ્રદક્ષિણા કરે તેમ ચક્રે બાહુબલિની પ્રદક્ષિણા કરી. ચકીનું ચક્ર સામાન્ય સગોત્રી પુરુષ ઉપર પણ ચાલી શકે નહીં, તો તેવા ચરમશરીરી પુરુષ ઉપર કેમ શક્તિવંત થાય તેથી પક્ષી જેમ માળામાં આવે અને અશ્વ જેમ ઘોડારમાં આવે, તેમ ચડે પાછું આવીને ભરતેશ્વરના હાથ ઉપર બેઠું.
* મારવાની ક્રિયામાં વિષધારી સર્ષના વિષની જેમ ચકી પાસે અમોઘ અસ્ત્ર એ ચક જ હતું. હવે તેના જેવું બીજું અસ્ત્ર એની પાસે નથી, માટે હું, દંડાયુધ છતાં ચઇ મૂકી અન્યાય કરનારા એ ભરતને તથા તેના ચકને મુષ્ટિપ્રહારવડે ચોળી નાંખ્યું. ' એવી રીતે અમર્ષથી ચિંતવીને સુનંદાના પુત્ર બાહુબલિ યમરાજની પેઠે ભયંકર મુષ્ટિ ઉગામીને ચક્કી તરફ દેડડ્યા. શુંઢમાં મુગરવાળા હાથીની જેમ મુષ્ટિવાળા કરથી દોડતા બાહુબલિ ભરતની નજીક આવ્યા; પણ સમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં રહે તેમ તે ત્યાં સ્થિર થઈ ગયા. એ મહાસત્વ પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા- અહો ! આ ચક્રવતીની જેમ હું પણ રાજ્યમાં લુબ્ધ થઈને મોટા ભાઈને વધ કરવા તૈયાર થયે છું, તેથી શિકારીથી પણ વિશેષ પાપી છું; જેમાં પ્રથમ ભાઈ અને ભત્રીજાને મારી નાંખવા પડે તેવા શાકિની મંત્રની પેઠે રાજ્યને માટે કેણ યત્ન કરે ? રાજ્યશ્રી પ્રાપ્ત થાય અને ઈચ્છા પ્રમાણે તેને ભોગવે. તે પણ મદિરાપાની પુરુષને મદિરાથી જેમ તૃપ્તિ ન થાય, તેમ રાજાઓને તેનાથી સંતોષ થતો નથી. આરાધના કર્યા છતાં પણ અપ છળને પામી શુદ્ર દેવતાની પેઠે રાજ્યલયમી ક્ષણવારમાં પરામુખી થઈ જાય છે. અમાવાસ્યાની રાત્રિની પેઠે એ ઘણું તમને ( અંધકાર )વાળી છે, નહીં તે પિતાજી તેને તૃણની પેઠે શા માટે ત્યાગ કરે ? તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org