________________
પર્વ ૧ લું દંડયુદ્ધમાં પણ ચક્રીનું પરાજિત થવું
૧૭૯ “ ક્ષત્રીઓને વરવતના આગ્રહમાં આ શું કુસ્વભાવ હશે કે જેથી પિતાના ભ્રાતાને પણ મૃત્યુ પમાડવા સુધીનો વિગ્રહ થાય છે ? આ મારે જ્યેષ્ઠ બંધુ જે નહીં આવે તો પછી મારે પણ જીવવાથી સર્યું. એવી રીતે ચિંતવ અને નેત્રાશ્રુજળથી તેને સિંચન કરતે બાહુબલિ પિતાના ઉત્તરીયવઅને પંખારૂપ કરી ભરતરાયને પવન નાંખવા લાગ્યા. આખરે બધુ તે બધુ જ છે. ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં જાણે સૂઈને ઊડ્યા હોય તેમ ચક્રવતી બેઠા થયા, એટલે દાસની પેઠે આગળ ઉભેલા બાહુબલિ તેના જેવામાં આવ્યા. તે વખતે બંને બાંધ નીચું મુખ કરીને રહ્યા. અહેમેટા પુરુષોને જય અને પરાજય
એ બંને લજજાને માટે થાય છે . પછી ચક્રવત્તી જરા પાછા હઠ્યા, કેમકે યુદ્ધની ઈચ્છાવાળા પુરુષનું એ લક્ષણ છે. બાહુબલિએ વિચાર્યું કે “અદ્યાપિ આર્યભરત કોઈ પ્રકારનું યુદ્ધ કરવાને ઈરછે છે, કારણ કે માની પુરુષે જીવે ત્યાં સુધી જરા પણ માનને મૂકતા નથી, પરંતુ બ્રાતૃહત્યાથી મને મેટ અવર્ણવાદ પ્રાપ્ત થશે તે જન્માંતે પણ વિરામ પામશે નહીં.” એમ બાહુબલિ ચિંતવે છે તેવામાં યમરાજની જેમ ચક્રવતીએ દંડ ગ્રહણ કર્યો.
ચૂલિકાથી જેમ પર્વત શેભે અને છાયામાર્ગથી જેમ આકાશ શોભે તેમ ઉગામેલા દંડથી ચક્રવત્તી શોભવા લાગ્યા. ધૂમ્રકેતુના ભ્રમને કરાવતા એ દંડને ભરતરાજાએ ક્ષણવાર આકાશમાં જમાડ્યો અને પછી યુવાન સિંહ જેમ પોતાના પુચ્છને પૃથ્વી ઉપર પછાડે તેમ તેણે તે દંડવડે બાહુબલિના મસ્તક ઉપર પ્રહાર કર્યો. સહ્યાદ્રિ પર્વત સાથે મહાસમુદ્રની વેલા અથડાવાથી શબ્દ થાય તેમ તે દંડના ઘાતથી મોટો ધ્વનિ ઉત્પન્ન થયે. એરણ ઉપર રહેલા લોઢાને જેમ લોઢાને ઘણું ચૂર્ણ કરે, તેમ તે પ્રહારથી બાહુબલિના મસ્તકને મુગટ સૂર્ણ થયા અને પવને હલાવેલા વૃક્ષના અગ્રભાગથી પુષ્પો ખરી પડે તેમ તે મુગટના રનખંડ પૃથ્વી ઉપર ખરી પડ્યા. તે પ્રહારથી ક્ષણવાર બાહુબલિનાં નેત્ર મીંચાઈ ગયાં અને તેના ઘેર નિર્દોષથી લેકસમૂહ પણ તે થઈ ગયો. પછી નેત્ર ઉઘાડીને બાહુબલિએ સંગ્રામના હાથીની પેઠે લોઢાને ઉદંડ દંડ ગ્રહણ કર્યો. તે વખતે “ આ શ મને પાડી નાંખશે ? ' એવી શંકા આકાશને અને “ આ શું મને ઉખેડી નાંખશે ?' એવી શંકા પૃથ્વીને થવા લાગી. પર્વતના અગ્રભાગના રાફડામાં રહેલા સર્પોની જેમ બાહુબલિની મુષ્ટિમાં તે વિશાળ દંડ શોભતે હતે. દૂરથી યમરાજને બોલાવવાનું જાણે સંજ્ઞાવસ્ત્ર (વાવ) હોય તેવા લેહદંડને તે ભમાવવા લાગ્યા. લાકડીથી બીજાની પેઠે તે દંડથી બહલિપતિએ ચક્કીના હદય ઉપર નિયપણે ઘા કર્યો. ચક્રીનું બખ્તર જે કે ઘણું મજબૂત હતું, તે પણ તે પ્રહારથી માટીના ઘડાની પેઠે ચૂરેચૂરા થઈ ગયું. બખ્તર રહિત થયેલા ચક્રી વાદળારહિત સૂર્યની જેવા અને ધુમાડા વિનાના અગ્નિ જેવા જણાવા લાગ્યા. સાતમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ ભરતરાજા ક્ષણવાર વિહળ થઈને કંઈ પણ ચિંતવી
૨ સાવધ થઈ પ્રિયમિત્રની જેમ બાના પરાક્રમને અવલ બી. ફરીથી દંડ ઉગામી તેઓ બાહુબલિ તરફ દેહ્યા. દાંતવડે હોઠ પીસીને અને ભ્રકુટી ચઢાવીને ભયંકર થયેલા ભરતરાયે વડવાનળ અગ્નિના આવર્તાની જેમ દંડને ઘણે જમાવ્યું અને કલ્પાંતકાળને મેઘ વિતંડથી પર્વતને તાડન કરે તેમ બાહુબલિના મસ્તકમાં તાડન કર્યો. લોઢાના એરણમાં વમણિની જેમ તે ઘાથી બાહુબલિ જાનુ સુધી પૃથ્વીમાં ખેંચી ગયા. જાણે પિતાના અપરાધથી ભય પામ્યું હોય તે તે ચક્રીને દંડ વજસાર જેવા બાહુબલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org