________________
૧૮૩
પર્વ ૧ લું બાહુબલિને ઉપદેશાથે બ્રાહ્મી-સુંદરીનું આગમન. નેત્ર નાસિકા ઉપર વિશ્રાંત થયા હતા અને જાણે દિશાઓને સાધવાને શંકા હોય તેવા તે નિષ્કપ રહેલા મહાત્મા મુનિ શુભતા હતા. અગ્નિના તણખા જેવી ઉષ્ણ વેળુને ફેંકનારા ગ્રીષ્મઋતુના વંટેળીઓને વનના વૃક્ષની પેઠે તેઓ સહન કરતા હતા. અગ્નિના. કુંડ જે મધ્યાહ્ન કાળને રવિ તેમના મરતક ઉપર તપતો હતો, તથાપિ શુભધ્યાનરૂપ અમૃતમાં મગ્ન થયેલા તે મહાત્મા એને જાણતા પણ નહોતા. મસ્તકથી માંડીને પગના ફણા સુધી રજની સાથે મળવાથી પંકરૂપ થયેલા સ્વેદજળવડે કાદવમાંથી નીકળેલા વરાહ જેવા તેઓ શુભતા હતા. વર્ષાઋતુમાં મોટી ઝડીવાળા પવનથી વૃક્ષને ધ્રુજાવતી ધારાવૃષ્ટિઓથી પર્વતની જેમ તે મહાત્મા જરા પણ ચલાયમાન થતા ન હતા. નિર્ધાતના અવાજથી ૫ર્વતના શિખરને કંપાવે એવા વિદ્યુતપાત થતા હતા, તે પણ તેઓ કાયોત્સર્ગથી કે ધ્યાનથી ચલિત થતા નહીં. નીચે વહેતા જળમાંથી થયેલ શેવાલથી નિર્જન ગ્રામની વાપીના પાનની પેઠે તેમના બંને પગ લિપ્ત થઈ ગયા. હિમઋતુમાં હિમથી ઉત્પન્ન થયેલી મનુષ્યની વિનાશ કરનારી નદીને વિષે પણ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઈધનને દગ્ધ કરવામાં ઉદ્યમવંત થઈને તેઓ સુખેથી રહ્યા. બરફથી વૃક્ષને બાળનારી હેમંતઋતુની રાત્રિઓમાં પણ ડોલરનાં પુષ્પની પેઠે બાહુબલિનું ધર્મસ્થાન વિશેષ વધવા લાગ્યું. વનના મહિષે મોટા વૃક્ષના સ્કંધની જેમ તેમના ધ્યાની શરીર ઉપર પોતાના શગના ઘાતપૂર્વક પોતાના સ્કંધ ખંજવાલતા હતા. વાઘણનાં ટેળાઓ પિતાના શરીરને પર્વતની તળેટીની જેવાં તેમનાં શરીર સાથે ટેકાવી રાત્રે નિદ્રાસુખને અનુભવ કરતા હતા. વનહસ્તીઓ સલ્લકી વૃક્ષના પલ્લવની ભ્રાંતિથી તે મહાત્માના હાથપગને ખેંચતા હતા, પરંતુ ખેંચવાને અસમર્થ થવાથી વૈશક્ય થઈ ચાલ્યા જતા હતા. અમારી ગાયે નિઃશંક ચિત્તે ત્યાં આવીને કરવતની જેવી પોતાની કાંટાવાળી વિકરાળ જિહાવડે તે મહાત્માને ઊંચાં મુખ કરીને ચાટતી હતી. ચર્મની વાધરીઓ જેમ મૃદંગ ઉપર વીંટાય * તેમ ઊંચી પ્રસરતી સેંકડે શાખાવાળી લતાઓ તેમના શરીર ઉપર વીંટાઈ હતી. તેમના શરીર ઉપર ચોતરફ શરટના થુંબડા ઊગ્યા હતા. તે જાણે પૂર્વગ્નેહથી આવેલાં ? વાળા ભાથાં હોય તેવા શોભતા હતા. વર્ષાઋતુના કાદવમાં નિમગ્ન થયેલા તેમના ચરણને વીધીને ચાલતી શતપદીવાળી દર્ભની શૂળ ઊગી નીકળી હતી. વેલોથી ભરાઈ ગયેલા તેમના દેહમાં સીંચાણું અને ચકલાઓ પરસ્પર અવિરોધથી માળા કરીને રહ્યા હતા. વનના મોરના અવાજથી ત્રાસ પામેલા હજારો મેટા સર્પો વલ્લીઓથી ગહન થયેલા તે મહાત્માના શરીર ઉપર ચડી રહ્યા હતા. શરીર ઉપર ચડીને લટક્તા એવા લાંબા સર્ષોથી જાણે મહાત્મા બાહુબલિ હજાર હાથવાળા હોય તેવા જણાતા હતા. તેમના ચરણ ઉપરના રાફડામાંથી નીકળતા સર્પો જાણે ચરણનાં કડાં હોય તેમ પગે વીંટળાઈ રહેતા હતા.
એવી રીતે ધ્યાનમાં રહેલા બાહુબલિને, આહાર વિના વિહાર કરતા રાષભસ્વામીની જેમ એક વર્ષ ચાલ્યું ગયું. વર્ષ પૂર્ણ થયું તે સમયે વિશ્વવત્સલ ગષભસ્વામીએ બ્રાહ્મી અને સુંદરીને લાવીને કહ્યું કે-“હાલમાં બાહુબલિ પિતાના પ્રચુર કર્મને અપાવી શુકલપક્ષની ચતુર્દશીની જેમ તમરહિત થયેલ છે, પરંતુ પડદામાં ગુપ્ત રહેલ પદાર્થ જેમ જોવામાં આવતું નથી, તેમ મોહનીયકર્મના અંશરૂપ માનથી તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. હમણું તમારા બંનેના વચનથી તે માનને છોડી દેશે, માટે તમે ત્યાં ઉપદેશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org