Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮૦
ચકને જોઈને બાહુબલિની વિચારણા. સગ ૫ મે. ઉપર પ્રહાર કરીને વિશીર્ણ થઈ ગયે. જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થયેલા તે પૃથ્વીમાં અવગાઢ થયેલા પર્વતની જેવા અને પૃથ્વીની બહાર નીકળવાને અવશેષ રહેલા શેષનાગની જેવા રોભવા લાગ્યા. જાણે મોટા ભાઈના પરાક્રમથી અંતઃકરણમાં ચમત્કાર પામ્યા હોય તેમ તે ઘાતની વેદનાથી બાહુબલિ મસ્તક ધુણાવવા લાગ્યા અને આત્મારામ પેગીની પેઠે ક્ષણવાર તેણે કાંઈ પણ સાંભળ્યું નહીં. પછી સરીતાના તટના સુકાઈ ગયેલ કાદવમાંથી જેમ હાથી નીકળે તેમ સુનંદાના પુત્ર તરતજ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને લાક્ષારસની જેમ દષ્ટિપાતથી જાણે તર્જના કરતા હોય તેમ તે અમર્યાગ્રણી પિતાના ભુજદંડને અને દંડને જોવા લાગ્યા. પછી તક્ષશિલાપતિ બાહુબલિ તક્ષક નાગની જેવા દુકપ્રેક્ષ્ય દંડને એક હાથ વડે ભમાવવા લાગ્યા. અતિ વેગથી તેણે ભમાવેલ તે દંડ રાધાવેધમાં ફરતા ચક્રની શોભાને ધારણ કરતો હતો. કલ્પાંતકાળના સમુદ્રના આવર્તામાં ભ્રમણ કરતા મસ્યાવતારી કૃષ્ણની જેમ ભ્રમણ કરતા તે દંડને જોઈ જેનારા લેકનાં ચક્ષુને પણ ભ્રમ થઈ જતો હતો. સૈન્યના સર્વ લોકો અને દેવતાઓ તે વખતે શંકા કરવા લાગ્યા કે બાહબલિના હાથમાંથી દંડ પડતાં જ તે ઊડી જશે તો સૂર્યને કાંસાના પાત્રની પેઠે ફેડી નાંખશે, ચંદ્રમંડળને ભીરંડ પક્ષીના ઈડાની જેમ ચૂર્ણ કરી નાંખશે, તારાગણેને આમ. ળાના ફળની પેઠે પાડી નાંખશે, વૈમાનિક દેવતાના વિમાનને પક્ષીના માળાની પેઠે ઉડાડી દેશે, પર્વતના શિખરેને રાફડાની જેમ ભાંગી નાંખશે, મોટા વૃક્ષોને નાની કુંજના તૃણ સમૂહની જેમ પેષણ કરી નાંખશે અને પૃથ્વીને કાચી માટીના ગેળાની પેઠે ભેદી નાંખશે. આવી શંકાથી સર્વેએ ચેલે તે દંડ તેણે ચક્કીના મસ્તક ઉર માર્યો. તે મેટા દડાઘાતથી ચક્રવતી, મદુગળે ઠેકેલા ખીલાની જેમ પૃથ્વીમાં કંઠ સુધી પેસી ગયા અને તે સાથે તેના સૈનિકો પણ જાણે અમારા સ્વામીને આપેલ વિવર અમને આપે એમ યાચતા હોય તેમ ખેદ પામી પૃથ્વી ઉપર પડયા. રાહુએ ગ્રસેલા સૂર્યની જેમ ચકી ભૂમિમગ્ન થયા ત્યારે આકાશમાં દેવતાઓને અને પૃથ્વી ઉપર મનુષ્યને માટે કોલાહલ થયો. જેનાં નેત્ર મીંચાઈ ગયાં છે અને મુખ શ્યામ થઈ ગયું છે એવા ભરતપતિ જાણે લજા પામ્યા હોય તેમ ક્ષણવાર પૃથ્વીની અંદર સ્થિર રહ્યા અને પછી તરત જ રાત્રિના અંતે સૂર્ય જેમ તીવ્ર અને દેદીપ્યમાન થઈ બહાર નીકળે તેમ તેઓ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા.
તે સમયે ચક્રીએ વિચાર્યું કે “અંધ જુગટીઓ જેમ સર્વ પ્રકારની તકીડામાં પરાજિત થાય, તેમ આ બાહુબલિએ મને સર્વ પ્રકારના યુદ્ધમાં પરાપ્તિ કર્યો છે. તેથી ગાયે ભક્ષણ કરેલ ધ્રો અને ઘાસ વગેરે જેમ દૂધરુપે દેનારના ઉપયોગમાં આવે છે, તેમ મારું સાધેલું આ ભરતક્ષેત્ર શું બાહુબલિના ઉપયોગને માટે થશે ? એક મ્યાનમાં બે તલવારની જેમ આ ભરતક્ષેત્રમાં સમકાળે બે ચક્રવર્તી એ કયારે પણ જોયા નથી અને સાંભળ્યા પણ નથી; ખરશૃંગની પેઠે દેવતાઓથી ઈદ્ર છતાય અને રાજાઓથી ચક્રવતી છતાય એવું પૂર્વે કેઈવાર સાંભળ્યું નથી, ત્યારે શું બાહુબલિએ જીતેલે હું પૃથ્વીમાં ચક્રવતી નહી થાઉં અને મારાથી નહીં છતાયેલે અને વિશ્વથી પણ ન જીતી શકાય એ તે ચક્રવતી થશે? એવી રીતે ચિંતા કરનારા ચક્રીના હાથમાં ચિંતામણિ જેવા યક્ષરાજાઓએ ચક્ર આપણ કર્યું. તેના પ્રત્યયથી પિતાને વિષે ચક્રીપણું માનનારા ચકવતી વંટેળીઓ જેમ કમળની રજને આકાશમાં ભમાવે તેમ ચક્રને આકાશમાં ભમાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org